Students, Teachers, Schools everyone can register and participate in Sandesh Knowledge Challenge
  • Home
  • Featured
  • જાણો કઇ રીતે “સંદેશ નૉલેજ ચેલેન્જ”માં ભાગ લઇ જીતી શકશો ઢગલા બંધ ઈનામો

જાણો કઇ રીતે “સંદેશ નૉલેજ ચેલેન્જ”માં ભાગ લઇ જીતી શકશો ઢગલા બંધ ઈનામો

 | 12:24 pm IST

સંદેશ નોલેજ ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લઈ ટોપ કરનાર વિદ્યાર્થીને વૈભવી કારનું પહેલુ ઈનામ મળશે. આ ઉપરાંત અન્ય ઈનામોમાં ૮ વિદ્યાર્થીઓને પારૃલ યુનિર્વિસટીની ૧ લાખ રૃપિયાની સ્કોલરશિપ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે મળશે. વિદ્યાર્થીઓને માતા-પિતા સાથે ડિઝની લેન્ડની ટૂર, વિદ્યાર્થીઓને ઈમેજિકાની ટ્રિપ, એલઈડી ટીવી, ટુ વ્હીલર્સ, સોની પીએસ ફોર, લેપટોપ તથા ટેબલેટ ઈનામ સ્વરૃપે અપાશે. સાથે સાથે સ્માર્ટ ફોન, બાઈસિકલ્સ તથા હેડ-ફોન્સ અપાશે.

આમ, સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ સ્તરે વિજેતા બનનાર વિદ્યાર્થીઓને સંખ્યાબંધ ઈનામો મળવાપાત્ર છે. ધોરણ ૪ થી ૧૨ સુધીના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમામ વિદ્યાર્થીઓનું યોગ્યતમ મૂલ્યાંકન કરવાના હેતુસર સમગ્ર સ્પર્ધા વિવિધ ૪ કેટેગરીમાં આયોજિત કરાઈ છે. વિદ્યાર્થીઓની સુવિધા અર્થે સંદેશની ટીમ શાળાએ-શાળાએ ફરી માહિતીપત્રક તેમજ બ્રાઉસર્સનું વિતરણ કરી રહી છે. આ ઉપરાંત કારેલીબાગ સ્થિત સંદેશ કાર્યાલયનો વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને પણ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું એન્ટ્રી ફોર્મ અને બ્રાઉસર મેળવી શકે છે.

શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પર્ધાની જાણકારી ઘેર બેઠાં મળી રહે તે હેતુસર સંદેશ દ્વારા ૦૨૬૫-૨૪૬૪૭૪૯ અને ૦૨૬૫-૨૪૬૪૭૫૦ લેન્ડલાઈન નંબર શરૃ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ૯૮૨૫૦ ૨૨૯૭૫ મોબાઈલ નંબર પરથી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ રાઉન્ડ ધ ક્લોક સ્પર્ધાની માહિતી મેળવી શકશે.

‘સંદેશ નોલેજ ચેલેન્જ ૨૦૧૯-૨૦’માં કેવી રીતે ભાગ લેશો ?

સંદેશ દ્વારા શાળામાં પ્રેઝન્ટેશન સમયે બાળકોને એક બ્રોશરનું વિતરણ કરવામાં આવે છે. જે બ્રોશરમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના વાલીએ તે ફોર્મમાં જરૃરી તમામ વિગતો ભરવાની રહેશે. જે બાદ તે ફોર્મ વિદ્યાર્થીએ શાળામાં પરત જમા કરાવવાનું રહેશે. જે ફોર્મના આધારે દરેક શાળામાં સંદેશ દ્વારા એક એક્ટિવિટી કીટનું વિતરણ કરવામાં આવશે. જે સંદેશના વાચકોને તેમના ઘરે આવતા અખબાર દ્વારા પણ મળશે. જે એક્ટિવિટી શીટમાં વિદ્યાર્થીએ પોતાની વિગતો ભરી ચાર પૈકી એક સેક્શન પસંદ કરવાનું રહેશે.

સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ ૪ થી ૬, ધોરણ ૭ અને ૮, ધોરણ ૯ અને ૧૦ તેમજ ધોરણ ૧૧ અને ૧૨નો સમાવેશ થાય છે. સંદેશમાં કુલ ૮૦ પ્રશ્નો પ્રકાશિત કરાશે. જેમાંથી ૭૦ સામાન્ય અને ૧૦ કી પ્રશ્નો હશે. જેમાંથી વિદ્યાર્થીએ બાવન પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે.

જેમાં ૪૬ સામાન્ય, જ્યારે ૬ કી પ્રશ્નો હોવા ફરજિયાત છે. જે એક્ટિવિટી શીટ પૂર્ણ થયા બાદ પરત સ્કૂલમાં જમા કરાવવાની રહેશે. જેનું મૂલ્યાંકન કરી તજ્જ્ઞાો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરાશે.

શાળાઓમાં બાળકોને અપાઇ રહી છે નોલેજ ચેલેન્જની સંપૂર્ણ જાણકારી

સંદેશ દ્વારા આયોજીત કરવામાં આવેલી નોલેજ ચેલન્જ ૨૦૧૯-૨૦ની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ શહેરની તમામ સ્કૂલોમાં જઇ સંદેશના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને તેમજ શિક્ષકોને નોલેજ ચેલેન્જની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

તેટલું જ નહીં આ સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો તેની પણ સંપૂર્ણ માહિતી આપવા સાથે બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સંદેશના વાચકો દ્વારા કાર્યાલય ખાતે ફોન કરી પૂછવામાં આવતાં આ સ્પર્ધાને લગતા વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ હાલ લાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન