Students will be punished for the mistake of implementing EWS
  • Home
  • Ahmedabad
  • ‘પાડાના વાંકે પખાલીને ડામ’, EWSના અમલમાં ભૂલ કરી યુનિ.એ સજા ભોગવશે વિદ્યાર્થીઓ!

‘પાડાના વાંકે પખાલીને ડામ’, EWSના અમલમાં ભૂલ કરી યુનિ.એ સજા ભોગવશે વિદ્યાર્થીઓ!

 | 8:40 am IST

ગુજરાત યુનિવર્સિટીમાં ઈડબ્લ્યૂએસના અમલ અંગે ગૂંચવાયેલું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. પીવીસીના અધ્યક્ષસ્થાને આજે પાંચ દિવસ પછી છેક મળેલી પ્રથમ બેઠકમાં કોઈપણ પ્રકારના નિર્ણય કર્યા વગર, માત્ર ચર્ચા કરીને બધા છૂટા પડયા હતા.

એબીવીપી અને એનએસયુઆઈના હઠાગ્રહ વચ્ચે સત્તાધીશો કોઈ નિર્ણય લઈ શકે નહીં તે કેવી પરિસ્થિતિ ગણાય ? તેવો પ્રશ્ન શિક્ષણ જગતમાં ઊઠયો છે. વિદ્યાર્થીઓ હજુ પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મળે તેની રાહ જોઈને બેઠા છે. એડમિશન મુદ્દે લગભગ બુધવારે સિન્ડીકેટની બેઠક મળે તેવી શક્યતા છે.

યુનિવર્સિટીની એડમિશન કમિટી અને સત્તાધીશો ઈડબ્લ્યૂએસના અર્થઘટનમાં થાપ ગયા છે. તેમની ભૂલની સજાનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડયું છે. ત્રીજી તરફ વિદ્યાર્થી સંગઠનો પણ અડીને બેસી રહ્યા છે. 

તે સમજવા તૈયાર નથી. સરકારે ૧૦ ટકા ઈડબ્લ્યૂએસના અમલની જાહેરાત કરી હતી. ૧૦ ટકા ઈડબ્લ્યૂએસનો અમલ કરવો હોય તો સીટમાં સીધો ૧૦ ટકાનો વધારો થઈ ના શકે. તેના માટેનું એક સમીકરણ રાષ્ટ્રીયકક્ષાએ સ્વીકૃત થયેલું છે કે ૨૫ ટકા સીટ વધારો તો ૧૦ ટકા ઈડબ્લ્યૂએસનો અમલ થઈ શકે. તો જ અન્ય કેટેગરીની એક પણ સીટને નુકસાન થાય નહીં.

આ સર્વસ્વીકૃત ફોર્મ્યુલા છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ ગમે તેમ પણ ૧૦ ટકાના બદલે ૨૫ ટકા ઈડબ્લ્યૂએસનો અમલ કરી નાખ્યો. બે રાઉન્ડ પણ પૂરા થઈ ગયા. ત્રીજા રાઉન્ડમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોએ વિદ્યાર્થી લેવાની ના પાડી ત્યારે ડખો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન