Ruturaj Gaikwad's Stunning Catch, Stuart Broad Also Praised
  • Home
  • Sports
  • Cricket
  • Video: ભારતીય ખેલાડીનો આ કેચ જોઇ દિગ્ગજ ક્રિકેટરોની આંખો થઈ ગઈ પહોળી, બ્રોડે કરી પ્રશંસા

Video: ભારતીય ખેલાડીનો આ કેચ જોઇ દિગ્ગજ ક્રિકેટરોની આંખો થઈ ગઈ પહોળી, બ્રોડે કરી પ્રશંસા

 | 7:17 pm IST

ટી-20 ક્રિકેટ સહિત બીજા ફૉર્મેટમાં પણ ખેલાડીઓની શાનદાર ફીલ્ડિંગ અને અવિશ્વસનીય કેચ જોવા મળતા હોય છે. તમે ઘણા એવા કેચ જોયા હશે જેમાં એક ખેલાડી બાઉન્ડ્રી પર હવામાં ઉછળીને કેચ પકડતો હોય અને પગ જમીન પર પડે તે પહેલા બૉલ હવામાં ઉછાળી દેતો હોય અને આ કેચ અન્ય ફીલ્ડર લપકી લેતો હોય. આથી છગ્ગો જનાર બૉલ સીધો કેચ થાય અને બેટ્સમેન આઉટ થયો હોય, આવા અનેક કેચ તમે જોયા હશે.

બાઉન્ડ્રી પર હવામાં ઉછળીને કર્યો શાનદાર કેચ

છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આવી સ્કિલ્સ દર્શાવે છે, પરંતુ આ મામલે મહારાષ્ટ્રનાં ઋતુરાજ ગાયકવાડનો એક ખાસ કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક શાનદાર ઉદાહરણ પુરુ પાડે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીની સુપર લીગ ગ્રુપ-એનાં મેચમાં મહારાષ્ટ્રનાં ફીલ્ડર ઋતુરાજ ગાયકવાડે શાનદાર ફીલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતુ. મનજીત સિંહે મેચમાં વિશાલ ગિતેનાં બૉલ પર છગ્ગો ફટકારવાનો પુરો પ્રયાસ કર્યો અને તેમાં સફળ થતો પણ જોવા મળ્યો, પરંતુ લૉન્ગ ઑફ પર મુસ્તૈદ ગાયકવાડે લૉગ ઑન તરફ દોડ લગાવી, બાઉન્ડ્રી પર ઉછળીને એક હાથમાં બૉલ પકડ્યો અને પછી પોતાના સાથી દિવ્યાંગ હિમગનેકરની તરફ બૉલ ફેંક્યો અને હિમગનેરે બે-ત્રણ ડગલા પાછળ જઇને આસાન કેચ ઝડપ્યો.

ઇંગ્લેન્ડનાં ફાસ્ટ બૉલર બ્રોડે કરી પ્રશંસા

આ કેચમાં રિપ્લે જોતા ખાસ વાત એ જોવા મળી કે કેવી રીતે ગાયકવાડે બૉલની ગતિનો ઉપયોગ કર્યો અને પગ જમીન પર પડે તે પહેલા જ બૉલને ઊંધા હાથે હવામાં ઉછાળ્યો. રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો. ઉલ્લેખનીય છે કે આ વિડીયો અત્યારનો નથી, પરંતુ લગભગ 6 મહિના જૂનો છે. ગાયકવાડનાં આ કેચની પ્રશંસા ઇંગ્લેન્ડનાં મુખ્ય ઝડપી બૉલર સ્ટુઅર્ટ બ્રોડે પણ કરી છે.

આ વિડીયો પણ જુઓ: આઉટસોર્સિંગ એજન્સીને લઈને હાઈકોર્ટની સરકારને ફટકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન