Stylish skirt with different t-shirts
  • Home
  • Fashion & Beauty
  • કપડાંની ઘણી સ્ટાઇલ કયારેય જૂની જ ના થાય, સ્ટાઇલી સ્કર્ટ વીથ ડિફરન્ટ ટી-શર્ટ્સ

કપડાંની ઘણી સ્ટાઇલ કયારેય જૂની જ ના થાય, સ્ટાઇલી સ્કર્ટ વીથ ડિફરન્ટ ટી-શર્ટ્સ

 | 9:15 am IST

ટ્રેન્ડ :- મૈત્રી દવે

કપડાંની ઘણી સ્ટાઇલ એવી હોય છે કે જે ક્યારેય જુની નથી થતી. બજારમાં નવી નવી ફેશનના કપડાં ભલે આવ્યાં હોય પણ આપણાં વોર્ડરોબમાં રહેલાં અમુક કપડાં ક્યારેય જુના નથી થતાં. તે હંમેશા આપણને પહેરવા ગમે જ છે. સુમન તેની મિત્રને પોતાનો વોર્ડરોબ બતાવતાં બતાવતાં કહેતી હતી. સુમનની વાત સાંભળીને અંજનાએ સહમતીમાં માથુ હલાવ્યું અને તે પણ કહેવા લાગી કે સુમન તારી વાત તો સો ટકા સાચી છે. તું જ વિચાર કે આપણે આમ તો અમુક કપડાં થોડો સમય પહેરીને કંટાળી જતાં હોઇએ છીએ, અને અમુક કપડાંની ફેશન સદંતર બંધ જ થઇ જતી હોય છે. પણ આપણી પાસે ઘણાં કપડાં એવા પણ હોય છે જેને પહેરીને આપણે કદી થાકતા નથી. ભલે તે કપડાંનો કલર થોડો ડલ થઇ ગયો હોય તો પણ તે પહેરવા આપણને ગમતાં જ હોય છે. અને એટલે જ મમ્મીની વઢ પણ સાંભળવી પડતી હોય છે કે કબાટમાં કેટલાંય કપડાં પડયાં હોય તો પણ તને એક જ આ ડ્રેસ પહેરવો ગમે છે. જ્યારે બીજાં ડ્રેસ તો તારે મન જુના લાગે છે. આમ બંને સહેલીઓ હસવા લાગી. અને સુમને પોતાના કબાટમાંથી એક સુંદર મજાનું સ્કર્ટ કાઢીને અંજનાને આપ્યું. જો આ સ્કર્ટ કેવું છે?

અંજનાએ તેને જોઇને કહ્યું ખૂબ જ સુંદર હમણાં જ લીધું લાગે છે નહીં? સુમન કહે ના ડીઅર, આ સ્કર્ટ હું કોલેજના પહેલાં વર્ષમાં આવી ત્યારે લીધું હતું. ત્યારબાદ મેં માસ્ટર કર્યું, અને છેલ્લા બે વર્ષથી હું નોકરી કરી રહી છું, એટલે તું સમજ કે તે પાંચથી છ વર્ષ જુનું છે, પણ મને એટલું જ ગમે છે. વળી જેટલીવાર હું તેને પહેરું તેટલીવાર લોકો તેના વખાણ કરે જ છે. અંજના કહે, સાચી વાત સ્કર્ટનું એવું જ હોય છે.

સદાબહાર સ્કર્ટ  

પ્લાઝો અને પ્લાઝો પેન્ટ્સની ફેશન તો થોડાં સમય પહેલાં જ આવી છે. આજકાલ બજારમાં તે ખૂબ મળે છે, પણ ખરું કહો તો સ્કર્ટની ફેશન એવરગ્રીન હોય છે. તમે કોઇપણ જગ્યાએ તેને પહેરી શકો છો. અને કોઇપણ ટોપ સાથે તે મેચિંગ થઇ જાય છે. ઓફિસથી લઇને ફિલ્મ જોવા ગયાં હોય તો પણ સ્કર્ટ વિના સંકોચ પહેરી શકાય છે. બસ વાત એટલી જ હોય છે કે જ્યારે તમે ઓફિસમાં સ્કર્ટ પહેરવાની ઇચ્છા રાખતાં હોવ તો ફોર્મલ સ્કર્ટની પસંદગી કરવી અને બહાર જતી વખતે તમે ફન્કી કે ટ્રેન્ડી કોઇપણ પહેરી શકો છો. અહીં સ્કર્ટ સાથે ક્રોપટોપનું કોમ્બિનેશન જોવા મળે છે. પાર્ટીવેર તરીકે અહીં ફોટામાં દેખાતા સ્કર્ટ અને ક્રોપ ટોપ્સ શ્રેષ્ઠ પહેરવેશ બની રહેશે. તમે લૂઝ ટી-શર્ટ સાથે તેમજ વી નેક અને રાઉન્ડ નેક ટી-શર્ટ સાથે પણ સ્કર્ટ પહેરી શકો છો. વળી તે કોઇપણ મટીરિઅલમાંથી બનેલું હોય તો પણ સારું જ લાગે છે. સ્કર્ટની સાઇઝ દરેક માનુની પોતપોતાની ઇચ્છા અનુસાર પસંદ કરી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન