સ્ટાઈલિશ અને પરફેક્ટ-કોટન લોંગ ડ્રેસિસ અને કુર્તી - Sandesh
 • Home
 • Supplements
 • Stree
 • સ્ટાઈલિશ અને પરફેક્ટ-કોટન લોંગ ડ્રેસિસ અને કુર્તી

સ્ટાઈલિશ અને પરફેક્ટ-કોટન લોંગ ડ્રેસિસ અને કુર્તી

 | 8:56 pm IST

ફેશન ફંડા । મેધા પંડયા-ભટ્ટ

ગરમીમાં કેવા પ્રકારના કપડાં પહેરવા તે હંમેશાં વિચાર માગી લે છે. એવામાં દરેક યુવતી અને મહિલા પોતાના વોર્ડરોબને બદલવાનું પસંદ કરે છે. આ વખતે કેવા આઉટફિટ સૌથી વધારે અનુકૂળ અને આરામદાયક રહેશે તે વિશે વિચાર કરતા કોટન ડ્રેસિસને વધારે પ્રેફ્રન્સ આપવામા આવે છે. હાલમા લોંગ કોટન ડ્રેસિસ વધારે લોકપ્રિય બની રહ્યા છે. તેને કોલેજ જનારી યુવતીઓ, ઓફ્સિ જતી મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. તેમાં હવે કલર પ્રિન્ટ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ઘણા બધા ઓપ્શન મળે છે.

સમર સિઝનને ધ્યાનમાં રાખીને તમે કેટલાક પ્રકારના લોંગ કોટન ડ્રેસિસને તમારા માટે પસંદ કરી શકો છો.

ફ્રન્ટ ઓપન ડ્રેસ

કોટન લોંગ ડ્રેસિમા ફ્રન્ટ ઓપન ડ્રેસ તમને સ્ટાઇલિશ લુક આપશે. તેને કોટન પેન્ટ કે પ્લાઝોની સાથે પહેરી શકો છો. આ પ્રકારના ડ્રેસિસમાં આગળના ભાગમાં ઝીપ લગાવેલી હોય છે. તે ઉપરાંત કેટલાક ડ્રેસિસમાં બટન્સ પણ હોય છે, જેના કારણે ફિટિંગ પરફેક્ટ આવે છે.

એ – લાઇન

કોટન લોંગ ડ્રેસિસમાં એ-લાઇન ડ્રેસિસપણ સ્માર્ટ લુક આપે છે. આ પ્રકારના ડ્રેસિસમાં તમારો બોડી શેઇપ પણ પરફેક્ટ દેખાય છે. જે મહિલાઓનો લોઅર બોડી પાર્ટ વધારે હોય તેમના માટે લોંગ એ લાઇન ડ્રેસિસ વધારે પરફેક્ટ છે.

મેક્સી કોટન ડ્રેસ

લૂઝ, લોંગ કોટન મેક્સી ડ્રેસ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. તે કમર સુધી ફિટિંગવાળા હોય છે અને નીચેથી લૂઝ હોય છે. તમને તેનાથી ફ્રોક ડ્રેસ ટાઇપ લુક મળે છે. તેને કોઇપણ ઉંમરની મહિલાઓ પહેરી શકે છે.

કોલર સ્ટાઇલ

જો તમે ઓફ્સિમાં કોટન લોંગ ડ્રેસ પહેરવા ઇચ્છો છો, તો કોલર સ્ટાઇલવાળી ડ્રેસ પર પ્રથમ પસંદગી ઉતારી શકો છો. તેનાથી ડિસન્ટ લુક મળી રહેશે. જે તમારા ઓફ્સિ લુક માટે યોગ્ય રહેશે.

ધ્યાન રાખવા જેવું

 • કોટન ડ્રેસ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે સરખી રીતે પ્રેસ થયેલો હોવો જોઈએ. તેનાથી જ તમને સ્માર્ટ લુક મળશે.
 • ડ્રેસ ખરીદતી વખતે ફિટિંગનું પણ ધ્યાન રાખો.
 • કોટન લોંગ ડ્રેસિસમાં પ્રિન્ટની પસંદગી કરતી વખતે હાઇટ પ્રમાણે પ્રિન્ટની પસંદગી કરો. જેથી વ્યવસ્થિત દેખાઈ શકો.
 • આવા પ્રકારના ડ્રેસિસની પસંદગી કરતી વખતે તમારા સ્કિન કલરને ધ્યાનમાં રાખીને ડ્રેસ પસંદ કરો.
 • ડેનિમ કોટન ડ્રેસિસમાં પણ તમને લોંગ ડ્રેસિસજોવા મળશે. તેના પર પણ પસંદગી ઉતારી શકો છો.

કર્મ્ફ્ટ અને સ્ટાઇલિસ્ટ કુર્તી

ગરમીના કારણે ફેશનની સાથે સાથે કર્મ્ફ્ટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક યુવતી અને મહિલાઓને મનમાં એક જ વાત હોય છે કે ગરમીમાં એવા પ્રકારના આઉટફિટ હોવા જોઈએ જે કર્મ્ફ્ટેબલની સાથે તેમના લુકને પણ વધારે સારો દેખાડી શકે. આવામાં કેવા પ્રકારનું ફેબ્રિક પસંદ કરવું તે મૂંઝવણ રહે છે. કોટનના કુર્તા સ્ટાઇલિશ અને કર્મ્ફ્ટ બંનેનું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે. તમે તેને એથનિક લુકમાં પહેરી શકો છો અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો.

 • કુર્તીમાં મેચિંગ એક્સેસરીઝ પહેરીને તમારા લુકને વધારે ર્ચાિંમગ બનાવી શકાય છે. કાનમાં તમે બોલ્ડ ઇયરિંગ્સ કે સ્ટોનનો નેકપીસ પહેરી શકો છો.
 • કોટનની પ્લેઇન કુર્તી સાથે તમારું મનપસંદ જિન્સ પહેરી શકો છો. હવે કોટનની કુર્તીમાં બ્રાઇટ કલરનો ટ્રેન્ડ ખૂબ જોવા મળે છે.
 • આછા રંગની કુર્તી સાથે સ્કાફ્ર પણ પહેરી શકાય છે.
 • પાર્ટીમાં જવાનું હોય અને વધારે ભપકાદાર ડ્રેસિંગ ન કરવું હોય તો ડાર્ક કલરની ડિઝાઇનર લોંગ કુર્તી સાથે કોન્ટ્રાસ મેચ કરીને સ્ટ્રેપ પેન્ટની સાથે અલગ લુક પસંદ કરી શકો છો.
 • ગ્લેમરસ લુક માટે પાર્ટીવેર હાઇહિલ્સ પહેરીને પોતાને પરફેક્ટ લુક આપી શકો છો.
 • એથનિક ઓફ્સિ હોય કે કોલેજ બંને જગ્યાએ પહેરી શકો છો. તેમાં કુર્તા વધારે યોગ્ય રહે છે.
 • કાનમાં મોટી ઇયરિંગ્સ પહેરી શકો છો, જેના કારણએ તમારો લુક અલગ લાગશે.
 • કોટન કુર્તી સાથે કોલ્હાપુરી સ્લીપર્સ વધારે શૂટ થાય છે.
 • કોટનની કુર્તી ધોતી પેન્ટ અને પટિયાલા સાથે પણ મેચિંગ કરીને પહેરી શકાય છે. તે ફેસ્ટિવલ લુક માટે વધારે યોગ્ય બની રહે છે.
 • લોંગ કુર્તા, પ્લાઝો પેન્ટ્સ કે પછી લોંગ સ્કર્ટનું કોમ્બિનેશન વધારે સુંદર લાગે છે. આ પ્રકારની ડ્રેસિંગ સ્ટાઇલ આર્ટિસ્ટિક લુક આપે છે.

ઓફ્સિમાં ધ્યાન રાખવા

જેવી બાબત

એવી ઘણી યુવતીઓ છે કે જે જિન્સ ટોપ કરતા વધારે સલવાર-કુર્તા પહેરવાનું પસંદ કરે છે. જોકે સલવાર-કુર્તા પહેરવા ખૂબ કર્મ્ફ્ટેબલ હોય છે. જે ઓફ્સિમાં પણ પહેરવા ખૂબ અનુકૂળ રહે છે. ઓફ્સિમાં પણ ઘણી યુવતીઓ ફ્ક્ત આવા પ્રકારના જ આઉટફિટ પસંદ કરે છે જે વધારે કર્મ્ફ્ટ ફીલ કરાવી શકે છે. જો તમે પણ તમારી ઓફ્સિમાં રેગ્યુલર સલવાર -કુર્તા પહેરીને જતા હો તો તેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

 • તમારા કુર્તાનું ગળુ વધારે પ્રમાણમાં પહોળું કે લાંબુ ન હોય. આ એટલા માટે કે ઓફ્સિમાં તમારી સાથે અન્ય ઘણા લોકો પણ કામ કરતા હોય છે. આનાથી તમારી પર્સનાલીટી પર ખરાબ અસર પડી શકે છે.
 • ક્યારેય પણ વઘારે પડતું ફિટિંગ હોય તેવી કુર્તી પહેરીને ઓફ્સિ જવું નહીં. વધારે ફિટિંગના કારણે ૯ કલાક ઓફ્સિમાં તમે અન્કર્ફ્ટેબલ હોવાનો અનુભવ કરી શકો છો.
 • જો તમે સતત એક જ પ્રકારના સલવાર -કુર્તા પહેરીને કંટાળ્યા હો તો પ્લાઝો અને પાયજામા શૂટ પણ કુર્તી સાથે પહેરીને અલગ દેખાઇ શકો છો.
 • ક્યારેય ઓફ્સિમાં વધારે પડતા ડાર્ક કલરની કુર્તી પહેરીને જવું નહીં. હંમેશાં લાઇટ રંગો પર પહેલી પસંદગી ઉતારવી. હેવી પ્રિન્ટ્સ અને શિમર રંગોથી બને તેટલું દૂર રહેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન