Su-30MKI and Rafale combo will defeat Our Enemy: Vice Chief Air Marshal RKS Bhadauria
  • Home
  • Featured
  • સુખોઈ-રાફેલ વિમાનની જોડી મચાવશે કહેર, નાપાક હરકત નહીં કરી શકે પાક

સુખોઈ-રાફેલ વિમાનની જોડી મચાવશે કહેર, નાપાક હરકત નહીં કરી શકે પાક

 | 10:45 pm IST

ફ્રાંસમાં ભારતીય વાયુસેના અને ફ્રાંસ એરફોર્સના ફાઈટર પ્લેન વચ્ચે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. ફ્રાંસના Mont De Marsan એરબેઝમાં ચાલી રહેલ આ સંયુક્ત ઈન્ડો-ફ્રેન્ચ યુદ્ધ અભ્યાસમાં મિરાજ 2000, સુખોઈ 30 એમકેઆઈ, અલ્ફા જેટ પ્લેન સામેલ છે. પણ જે વિમાનની સૌથી વધારે ચર્ચા છે, તેનું નામ છે રાફેલ. જે ટૂંક સમયમાં જ ભારતીય સેનામાં સામેલ થવાનું છે.

ભારતીય વાયુસેનાના 120 યોદ્ધાઓની ટુકડી ફ્રાંસ પહોંચી છે. તેમાં સુખોઈ 30 એમકેઆઈ વિમાન, સી17 ગ્લોબમાસ્ટર માલવાહક વિમાન અને આઈએલ 78 ઈંધણ ભરનાર પ્લેન સામેલ છે. ગરુડ યુદ્ધાભ્યાસ સમયે ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ એર માર્શન આરકેએસ ભદોરિયાએ રાફેલ પ્લેન ઉડાવ્યું હતું. ભદોરિયા રાફેલ ફાઈટર પ્લેનની ખરીદ ટીમના ચેરમેન રહ્યા છે.

એર માર્શલ ભદોરિયાએ કહ્યું કે, રાફેલ ફાઈટર પ્લેન દુનિયાનું શ્રેષ્ઠ પ્લેન છે. તેના આવવાથી ભારતીય વાયુસેનાની તાકાત અનેક ગણી વધી જશે. સુખોઈ અને રાફેલની જોડીની તાકાત આગળ પાકિસ્તાન અને ચીન હવે ભારત સામે કોઈ નાપાક હરકત કરી શકશે નહીં.

આ યુદ્ધાભ્યાસ ભારતીય વાયુસેનાના પાયલોટ અને કર્મીઓને રાફેલ જેટ વિમાનો વિશે વધારે જાણવાનો મોકો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું હતું કે, જો અમારી પાસે રાફેલ પ્લેન હોત તો આજે પરિણામ કાંઈક અલગ જ હોત. તેવામાં આવનારા દિવસોમાં સુખોઈ અને રાફેલ લડાકૂ વિમાનની જોડી દુશ્મન પર કહેર મચાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન