Sub-Election Results Of Municipality, District Panchayat, Taluka panchayat In Gujarat
  • Home
  • Featured
  • ગુજરાત: નગરપાલિકા, જિ.પંચાયત અને તા.પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો, જાણો કયાં કોણ જીત્યું?

ગુજરાત: નગરપાલિકા, જિ.પંચાયત અને તા.પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો, જાણો કયાં કોણ જીત્યું?

 | 10:57 am IST

આજે ગુજરાતમાં યોજાયેલ નગરપાલિકા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામો એક પછી એક સામે આવી રહ્યાં છે. 8 નગરપાલિકા અને 2 જિલ્લા પંચાયતની બેઠકોની 46 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતની 30 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો પણ સામેલ છે. તો આવો અમે તમને કંઇ બેઠક પણ કોણ જીત્યું તે અંગે જણાવીએ..

– તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: ભાજપની બેઠકો 9થી વઘીને 22 થઈ, જ્યારે કોંગ્રેસની બેઠકો 26માંથી ઘટીને 14 થઈ. પેટાચૂંટણીમાં ભાજપની 13 બેઠકો વધી. તો કોંગ્રેસ પાસેથી 12 અને 1 અપક્ષ પાસેથી આંચકી લીધી.
– અમદાવાદની ધોળકા તા.પં.ની પેટાચૂંટણીનું પરિણામ: ભાજપે આબારેલી બેઠક જાળવી રાખી છે. આબારેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ભાજપના મમતાબેનનો 85 મતથી વિજય થયો તો વલસાડની પારડી તાલુકામાં પંચાયતમાં ટાઈ પડી છે.
– દાહોદા તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ: જાલત બેઠક પર કોંગ્રેસે જાળવી રાખી. કોંગ્રેસ ઉમેદવાર રેમાબેન બીલવાળ વિજેતા જાહેર થયા. આણંદના ખંભાત તા. પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. નગરા તાલુકા પંચાયતની બેઠક ભાજપે જીતી છે. ભાજપ ઉમેદવાર ડાહ્યા વણકર 872 મતે વિજેતા
ઉમરેઠ તા.પં.ની રતનપુરા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.
વડોદરાની ડભોઈ નગરપાલિકાની પેટાચૂંટણીનું પરિણામ: વોર્ડ નંબર 8ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા સોલંકીનો વિજય થયો છે.
રાજકોટની વીંછીયા તા.પં.ની પેટાચૂંટણીનું પરિણામ: કોંગ્રેસ ઉમેદવાર દયાબેન તલસાણીયા 445 મતે વિજેતા. ઉપલેટાની ઢાંક બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી. કોંગ્રેસ ઉમેદવાર દદુભાઈ ડાંગર વિજયી બન્યા. અગાઉ ઢાંક બેઠક પર ભાજપનો કબજો હતો.
– આણંદની બોરસદ તા.પં.ની પેટાચૂંટણીનું પરિણામ: દાવોલ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી. કોંગ્રેસ ઉમેદવારનો 900 મતે વિજય. છેલ્લા 3 ટર્મથી દાવોલ બેઠક પર હતો ભાજપનો દબદબો.

– કચ્છ જિલ્લામાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીનુ પરિણામ: નખત્રાણાની તા.પં.ની સીટ 3 પર કોંગ્રેસે જાળવી રાખી. કોંગ્રેસના દેવીલાબેન વાઘેલા 303 વોટથી વિજેતા બન્યા. ગાંધીધામની અંતરજાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ મૈયાત્રા 2 મતથી વિજેતા બન્યા.
– સોનવાડા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રસની જીત: કોંગ્રેસ ઉમેદવાર તરૂણ પટેલ વિજેતા જાહેર થયા છે.
– પંચમહાલમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ સામે આવ્યું. જેમાં શહેરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ આવ્યું છે. ગણેલી તાલુકા પંચાયત બેઠક ભાજપે જાળવી રાખી છે. ભાજપના આનંદ જાદવ 959 મતે વિજેતા થયા છે.
વીરમગામ ન.પા.ની વોર્ડની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવાર ઉમેદવાર મુસ્તાક સિપાઈ 1892 મતે વિજેતા થયા છે. પેટાચૂંટણીમાં અપક્ષ સામે ભાજપ ઉમેદવારની હાર થઇ છે.
કેશોદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ આવ્યું છે. જેમાં કેવેદ્રા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ભાજપના શિલ્પાબેન લાડાણી 1076 મતે વિજેતા થયા છે.
ખેરાલુનાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં નાનીવાડા-કાદરપૂર બેઠક પર ભાજપ ઉમેદવાર સેંધાજી ઠાકોર 401 મતે વિજેતા થયા છે.
ખેડા જિલ્લા પંચાયતની બેઠકની પેટાચૂંટણીનું પરિણામ: કોંગ્રેસે રાણીયા સીટ ભાજપ પાસેથી આંચકી લીધી. કોંગ્રેસના નગપાલસિંહ રાઠોડ રાણીયા બેઠક પર જીત્યા છે.
મોડાસા નગરપાલિકા વોર્ડ 9ની પેટાચૂંટણીનું પરિણામ: વોર્ડ નંબર 9માં અપક્ષનો દબદબો યથાવત રહ્યો છે. અપક્ષ ઉમેદવાર ઝાકીર મુલતાની 732 મતે વિજેતા થયા છે. અગાઉ પણ અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા.
વાઘોડિયામાં તા.પં.ની બે બેઠકોનું પરિણામ જાહેર થઇ ગયું છે: વાઘોડિયા અને કામરોલ બેઠકનું પરિણામ જાહેર થયું. જેમાં ભાજપે બંને બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. વાઘોડિયા બેઠક પર શાંતિ રબારી 801 મતે વિજેતા જાહેર થયા છે જ્યારે કામરોલ બેઠક પર ભાજપના કવિતા મકવાણા વિજેતા થયા છે.
અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠકની પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ અને કોંગ્રેસના ફાળે 3 – 3 બેઠકો આવી છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસને 3 બેઠકોનું નુકસાન સહન કરવું પડયું છે. વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. જયારે પ્રતાપરા, નાના આંકડીયા, જસવંગઢ બેઠર પર ભાજપની જીત થઇ છે. સાવરકુંડલામાં તા.પંચાયત બેઠક ભાજપે જાળવી રાખી. ધાન્ડલા બેઠક પર નંદુબેન વાઘમશી 140 મતે વિજેતા થયા.
ભરૂચ પાલિકાની પેટાચૂંટણીનું પરિણામ: વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવાર રઝીયા પટેલ વિજેતા થયા છે.
તાપીની વ્યારા નગરપાલિકા પેટાચૂંટણીનું પરિણામ: વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. હિતેન્દ્રપ્રસાદ ઉપાધ્યાય,શમીમ પઠાણ વિજેતા. નયનાબેન ગામીત અને મહેશ ગામીત વિજેતા.
જંબુસર નગરપાલિકાની પેટાચૂંટણીનું પરિણામ: વોર્ડ નં-5ની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીત. અપક્ષ ઉમેદવાર સુમૈયાબાનું મલેકની 8 મતે જીત