Congress Appointed Subhash chopra As New Chief Of Delhi Congress
  • Home
  • Featured
  • સોનિયા ગાંધીએ આમને સોંપી દિલ્હી પ્રદેશ કૉંગ્રેસની કમાન, કીર્તિ આઝાદને મળી મોટી જવાબદારી

સોનિયા ગાંધીએ આમને સોંપી દિલ્હી પ્રદેશ કૉંગ્રેસની કમાન, કીર્તિ આઝાદને મળી મોટી જવાબદારી

 | 10:33 pm IST

લાંબી ગડમથલ બાદ આખરે આજે કૉંગ્રેસનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દેવામાં આવી. કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુભાષ ચોપરાને દિલ્હીનાં નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, તો બીજેપીમાંથી કૉંગ્રેસમાં સામેલ થયેલા કીર્તિ આઝાદને રાજ્યનાં કેમ્પેઇન કમિટીનાં ચીફ બનાવ્યા છે. પૂર્વ સીએમ શીલા દીક્ષિતનાં નિધન બાદથી આ જગ્યા ખાલી પડી હતી. દિલ્હી કૉંગ્રેસનાં ચીફ બનવા માટે અનેક નેતાઓએ દાવો કર્યો હતો, પરંતુ અંતમાં સોનિયાએ સુભાષ ચોપરા પર ભરોસો જતાવતા તેમને અધ્યક્ષ બનાવ્યા છે.

સોનિયા ગાંધીએ બીજેપીમાંથી કૉંગ્રેસમાં સામેલ થયેલા કીર્તિ આઝાદને ડીપીસીસીની પ્રચાર સમિતિનાં ચેરમેન તરીકે પસંદ કર્યા છે. આઝાદને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતીય યુવા કૉંગ્રેસનાં નેતાઓએ રાહુલ ગાંધીને સંદેશ મોકલીને આઝાદ અથવા કોઇ અન્ય બહારનાં નેતાને ડીપીસીસીનાં અધ્યક્ષ ના બનાવવા અને કોઈ યુવા ચહેરાને કેમ્પેઇન ચીફ બનાવવાનો આગ્રહ કર્યો હતો.

સુભાષ ચોપરાને દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ નિયુક્ત કર્યા

કૉંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, “કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુભાષ ચોપરાને દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. કીર્તિ આઝાદને ડીપીસીસીની પ્રચાર સમિતિનાં ચેરમેન બનાવવામાં આવ્યા છે.” ઉલ્લેખનીય છે કે ચોપરા પહેલા પણ દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ રહ્યા છે. તેઓ કાલકાજી વિધાનસભા સીટથી ધારાસભ્ય પણ રહ્યા છે. લોકસભા ચૂંટણીની ઠીક પહેલા કૉંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ ક્રિકેટર આઝાદે આ નિમણૂકની સાથે લાંબા સમય બાદ દિલ્હીની રાજનીતિમાં પુનરાગમન કર્યું છે. બીજેપીમાં રહેતા તેઓ દરભંગાથી સાંસદ રહ્યા હતા. કીર્તિનાં પિતા ભાગવત ઝા આઝાદ કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને બિહારનાં મુખ્યમંત્રી રહ્યા હતા.

આંતરિક વિખવાદ કૉંગ્રેસ હાઈકમાનની સામે મોટો પડકાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યાં નવા અધ્યક્ષની ચૂંટણી માટે કૉંગ્રેસમાં ગતિવિધિઓ ઝડપી બની છે. ઉલ્લેખનીય છે કે આંતરિક વિખવાદ અને રાજનીતિક સમીકરણોનાં કારણે પાર્ટી મુશ્કેલમાં હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ દિલ્હી પ્રદેશ યૂનિટમાં કૉંગ્રેસનાં નવા અધ્યક્ષને લઇને એકવાર ફરી ગતિવિધિઓ ઝડપી બની હતી. કૉંગ્રેસ હાઈકમાનની સામે મોટો પડકાર દિલ્હીનાં સામાજિક તેમજ ક્ષેત્રીય સમીકરણોને સાધવા સાથે જ પાર્ટીનાં આંતરિક કલહ પર અંકુશ લગાવવાની પણ હતી.

આ વિડીયો પણ જુઓ: ખાંભામાં કમોસમી વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન