Subhash Ghai Accused For Rape By Women
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: હવે ભરાયા નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ, મહિલાએ લગાવ્યો રેપનો આરોપ

#MeToo: હવે ભરાયા નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ, મહિલાએ લગાવ્યો રેપનો આરોપ

 | 10:09 am IST

બોલીવુડમાં અત્યારે #MeToo અભિયાનને લઇને હાહાકાર છે. એક પછી એક દિગ્ગજોનાં નામ સામે આવી રહ્યા છે. હવે જાણીતા નિર્માતા અને નિર્દેશક સુભાષ ઘાઈનું પણ નામ સામે આવ્યું છે. તેમની પૂર્વ કર્મચારીએ તેમની પર રેપનો આરોપ લગાવ્યો છે. લેખિકા મહિમા કુકરેજાએ ટ્વિટર પર સ્ક્રીનશૉટ શેર કરીને આ ઘટનાનો ખુલાસો કર્યો છે. પીડિતાએ મહિમાને જણાવ્યું કે આ ઘટના એ સમયે થઈ જ્યારે તે સુભાષ ઘાઈ સાથે કામ કરી રહી હતી.

મહિલાએ શું લગાવ્યો આરોપ?

મહિમા કુકરેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ‘સુભાષ ઘાઈ વિશે ચોંકાવનારા સમાચાર. પીડિતાએ વ્યક્તિગત રીતે પોતાની વાત જણાવી. તે જાણીતી મીડિયા પર્સનાલિટી છે.’ પિડીતાએ પોતાની વ્યથા જણાવતા લખ્યું કે, ‘આ બધુ ત્યારે થયું જ્યારે હું સુભાષ ઘાઈ સાથે ફિલ્મ કરી રહી હતી. તેમણે કહ્યું કે તેઓ માર્ગદર્શકની ભૂમિકા નીભાવશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ગાઇડ કરશે. મે તેમની વાત માની લીધી કેમ કે મારું કોઈ ગૉડફાધર પણ નહોતુ અને ના કોઈ દોસ્ત હતુ. હું મુંબઈમાં નવી હતી, પરંતુ મારે કંઇક શીખવુ હતુ અને મારે એક નિર્દેશક તરીકે પોતાને સાબિત કરવી હતી.’

‘શરૂઆતમાં તેઓ મારી સાથે મ્યુઝિક રેકોર્ડિંગ્સને લઇને વાત કરતા હતા અને મારે મોડી રાત સુધી અન્ય પુરૂષ સદસ્યો સાથે બેસવુ પડતુ હતુ. જ્યારે રેકોર્ડિંગ પુરી થઈ જતી હતી. હું ઘરે જવા માટે ઑટો લેતી હતી અથવા તેઓ મને કાર દ્વારા મુકી જતા હતા. ધીરે ધીરે તેમણે મારી જાંઘ પર હાથ રાખવાનું શરૂ કર્યું. મને ગળે લગાડીને કહેતા કે આજે મે સારુ કામ કર્યું. ત્યારબાદ તેમણે મને સ્ક્રિપ્ટ પર વાત કરવા માટે લોખંડવાલા બોલાવી. પછી તેમણે મને જણાવ્યું કે તેઓ અન્ય અભિનેત્રીઓ સાથે સ્ક્રિપ્ટ પર કામ કરશે. જ્યારે હું ત્યાં પહોંચી તો જોયું ત્યાં કોઇ નહોતુ અને તેઓ ઘર પર એકલા હતા. આ એ ઘર નહોતુ જ્યાં તેઓ તેમની પત્ની સાથે રહેતા હતા. સ્ક્રિપ્ટ પર કામ કરવાની જગ્યાએ તેમણે અન્ય વાતો કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે મને ઇન્ડસ્ટ્રીએ ખોટો સમજ્યો અને રડવાનું બહાનું કરીને મારા ખોળામાં માથુ રાખી દીધું હતુ. જ્યારે તેઓ ઊભા થયા તો બળજબરીપૂર્વક તેમણે કિસ કરી હતી. હું ચોંકી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ.’

દારૂમાં ભેળવ્યો હતો નશીલો પદાર્થ

‘એક સાંજે મ્યૂઝિક સેશન પછી રાત્રે ઘણું મોડુ થઈ ગયું અને તેમણે ડ્રિંક કરવાનો નિર્ણય કર્યો. તેમને વ્હિસ્કી પસંદ હતી. તેમનો ડ્રાઇવર બાબુ બૉટલ તૈયાર રાખતો હતો. દારૂમાં નશીલો પદાર્થ મેળવેલો હતો. મને લાગતુ હતુ મને મારા ઘરે છોડવામાં આવશે, પરંતુ બાબુ મને લોનાવાલા લઇને પહોંચ્યો. હું બેભાન અવસ્થામાં હતી, પરંતુ મને એટલુ યાદ છે કે મે તેને ઘણીવાર મારા ઘરે મુકી જવા કહ્યું હતુ. તે મને એક હોટલમાં લઇ ગયા. મારી માનસિક સ્થિતિ બરાબર નહોતી, પરંતુ તેઓ મને સુઇટમાં લઇને ગયા. તેમણે મારી સાથે ત્યાં રેપ કર્યો. આગલી સવારે મને યાદ છે કે તેમણે ટૉસ્ટનો ઑર્ડર આપ્યો અને જ્યારે હું જાગી ત્યારે તેઓ નાશ્તો કરી રહ્યા હતા. મે ઘણી ઉલ્ટીઓ કરી.’

‘તેમણે મને ઘરે છોડી. મે કેટલાક દિવસ માટે રજા લઈ લીધી અને ત્યારબાદ તેમની ટીમની એક સદસ્યએ કૉલ કરીને કહ્યું કે જો મે નોકરી છોડી તો વેતન નહીં મળે. આ માટે મે ફરી કામ કરવાનું શરૂ કર્યું અને એક અઠવાડિયા બાદ જૉબ છોડી દીધી.’

આરોપો પર શું કહ્યું સુભાષ ઘાઈએ?

આ ઘટના વિશે સુભાષ ઘાઈનું કહેવું છે કે, “આ ઘણું દુ:ખદ છે કે કોઇપણ પ્રસિદ્ધ વ્યક્તિની છબી ખરાબ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેટલીક વાતોને હકીકત વગર જ રજૂ કરવામાં આવી રહી છે. આ પ્રકારનાં તમામ આરોપોનું ખંડન કરું છું. જો તે આવો દાવો કરે છે તો તેણે કૉર્ટમાં જઇને સાબિત કરવું જોઇએ. કાં તો ન્યાય થશે અથવા હું ચોક્કસપણે માનહાનિનો કેસ કરીશ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન