subramanian swamy tweet on sushant singh rajput case
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું ફાંસી પર લટકાવતા પહેલા સુશાંતને આપવામાં આવ્યુ હતું ઝેર? સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ

શું ફાંસી પર લટકાવતા પહેલા સુશાંતને આપવામાં આવ્યુ હતું ઝેર? સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યા સવાલ

 | 7:55 am IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ગુત્થી દિવસેને દિવસે વધારે ને વધારે ઘેરાઇ ગુંચવાઇ રહી છે. છેલ્લા દોઢ મહિનાથી મુંબઈ પોલીસ કામે લાગી છે નાનામાં નાની અને બારીકાઇ પુર્વક તપાસ હાથ ધરાઇ હોવા છતા પોલીસ પર સતત ઘોર બેદરકારીના આરોપ લાગ્યા હતા. હવે આ કેસમાં બિહાર પોલીસ પણ કામે લાગી છે. જ્યાં બંને રાજ્યોની પોલીસ વચ્ચે વિવાદ થયાના સમાચાર સતત સામે આવી રહ્યા છે.

એક બાજુ બોલિવૂડમાં દિગ્ગજ કલાકારો એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે તો બીજી બાજુ પોલીસની કામગીરી પર આંગળી ચીંધાઇ રહી છે. સુશાંતના પ્રશંસકો ઇચ્છી રહ્યા છે કે હવે બહુ થયુ આ મામલે જલ્દીથી જલ્દી કોઇ ઠોસ પુરાવો સામે આવી સુશાંતને યોગ્ય ન્યાય મળે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ આ સમગ્ર મામલે અને સુશાંતે કરેલી અચાનક આત્મહત્યામાં કોઇ ગંભીર ષડયંત્ર થયાની શંકા લાગી રહી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે શું સુશાંતની હત્યા કર્યા બાદ તેના શરીરને ફાંસી પર લડકાવી દેવામાં આવ્યુ હતુ? જેથી એવુ લાગે કે સુશાંતે આત્મહત્યા કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ છે કે કૂપર હોસ્પિટલના ડોક્ટરોએ ફોરેન્સિકથી વિસરા રિપોર્ટ કેમ મોકલ્યો નહી ?મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂત મામલે FRI કેમ દાખલ ન કરી? પોસ્ટમોર્ટમ રીપોર્ટને અંતીમ રીપોર્ટ કેમ કહેવામાં આવ્યો?

બંનેનું એક જ કારણ છે હોસ્પિટલના ડોકટરો સુશાંતના વિસરા રિપોર્ટની રાહ જોતા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પાસેથી તે જાણવા માગતા હતા જેથી જાણી શકાય કે સુશાંતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. આ માટે સુશાંતના નખ પણ મોકલવામાં આવ્યા હતા.

આ પહેલા પણ સ્વામીએ સુશાંતની આત્મહત્યાને હત્યા હોવાની વાત કહી હતી, સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે 26 મોટા કારણો પણ આપ્યા હતા.

આ વીડિયો જુઓ: રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન