સફળતા=૧૫% ભૂલ+૮૫% એક્યુરસી - Sandesh
  • Home
  • Newspaper
  • સફળતા=૧૫% ભૂલ+૮૫% એક્યુરસી

સફળતા=૧૫% ભૂલ+૮૫% એક્યુરસી

 | 2:21 am IST

સફળતાનો રાઝ બધા જ શોધતા હોય છે કેમકે કોઈને નિષ્ફળ જવું ગમતું નથી અને કદાચ તેથી જ રોન્ડા બર્નનું સિક્રેટ નામનું પુસ્તક ઘણું સફળ રહ્યું છે. હવે યુનિવર્સિટી ઓફ એરિઝોનાના સંશોધકો સફળતા માટેનો નવો મંત્ર લઈને આવ્યા છે ! તેમના મતે ૧૫ ટકા સમય બગાડવો એ સફળતાનો શ્રેષ્ઠ મંત્ર છે ! વધુ સમય બગાડો તો નિષ્ફળ જઈ જ ન શકો !

યુનિવર્સિટી ઓફ એરિઝોના ખાતેના સંશોધકોએ નિષ્ફળતાનું શ્રેષ્ઠ સ્તર જાણવા માટે ગાણિતિક મોડેલ વિકસાવ્યું છે. શૈક્ષણિક નિષ્ણાતો લાંબા સમયથી એક વાત ઉપર સહમત છે કે શીખવાની કે ભણવાની વાત આવે ત્યારે એક સ્વીટ સ્પોટ હોય જ છે.

અમેરિકાની એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢયું છે કે જ્યારે ૮૫ ટકા વખત સાચો જવાબ મળે ત્યારે એ આપણા માટે સ્વીટ સ્પોટ છે. આ સંશોધનના મુખ્ય લેખક અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રોબર્ટ વિલ્સન કહે છે કે, શિક્ષણ જગતમાં આ આઇડિયા ચર્ચાતો જ રહ્યો છે. જ્યારે તમારે માટે કોઈ મુશ્કેલ સમય કે પડકાર હોય ત્યારે તમે મહત્તમ શીખી શકાય છે. હવે અમે તેને ગાણિતિક વાઘા પહેરાવ્યા છે.

બ્રાઉન યુનિવર્સિટી, લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને પ્રિસ્ટોનના સાથીઓ સાથે ડો. વિલ્સન મશીન ર્લિંનગના શ્રેણીબદ્ધ પ્રયોગો બાદ આ ૮૫ ટકાના નિયમ ઉપર આવ્યા હતા. તેઓએ કમ્પ્યૂટરને સરળ ટાસ્ક શીખવી હતી. જ્યારે એ મુશ્કેલ ટાસ્ક હોય ત્યારે ૮૫ ટકાની ચોક્કસતા (એક્યુરસી) સાથે તે સાચા જવાબ ઝડપથી શીખી જતું હતું. ડો. વિલ્સને જણાવ્યું હતું કે, જ્યારે ૧૫ ટકાની ભૂલ હોય કે ૮૫ ટકાની ચોક્કસતા હોય ત્યારે તમે મહત્તમ શીખી શકો છો.

સરળ પડકારમાં નવું કશું શીખાતું નથી, કપરા પડકારને આપણે ઝીલતા નથી !

એમ મનાય છે કે જ્યારે પડકાર આવીને ઊભો હોય ત્યારે સારી રીતે શીખી શકાય છે ! વળી જ્યારે પડકાર સાવ સરળ હોય ત્યારે આપણે કશું નવું શીખતા નથી. એ જ રીતે જ્યારે પડકાર ઘણો જ કપરો હોય ત્યારે આપણે એ પડકાર ઝીલતા જ નથી, તેથી આપણા જ્ઞા।નમાં કોઈ જ સુધારો થઈઇ શકતો નથી ! મતલબ કે આપણી ક્ષમતા મુજબના પડકારોથી જ આપણે નવું શીખી સફળતા પામી શકીએ.

કશું ન આવડે તો જ તમે શીખી શકો ને ?

૮૫ ટકાના નિયમને સરળતાથી સમજાવતા ડો. વિલ્સન કહે છે કે, જો તમે દર વખતે સો ટકા સાચા જ હોવ તો તમારે શીખવાનું કશું રહેતું નથી. હું તમને એક દાખલો આપું અને તમે તે ૫૦ ટકા સાચો ગણો તો પણ તમારે કશું નવું શીખવાનું રહેતું નથી. પરંતુ એ સિવાયનો કોઈ દાખલો હોય અને તમને ૫૦ ટકા પણ સાચો ન આવડે તો તમે એ ચોક્કસ દાખલામાંથી કશું શીખી શકો છો. મતલબ કે તમને નહીં આવડતું હોય તો જ તમે કશું શીખી શકો છો અને બધું આવડતું જ હોય ત્યારે કશું શીખવાનું રહેતું નથી, એ સફળતા માટે અવરોધક છે. સિમ્પલ વાત એ જ છે કે ઘેરાયેલું પાણી ગંધાઈ ઊઠે, વહેતું પાણી સ્વચ્છ રહે.

વાંદરા અને માનવીનાં મગજમાં ૧૨ ભાગો સરખા !

વાંદરા અને માનવીના મગજમાં ૧૨ ભાગો સરખા જોવા મળે છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે. પરંતુ લેટરલ ફ્રન્ટલ પોલ પ્રેફ્રોન્ટલ કોર્ટેક્ષ હિસ્સો વાંદરામાં જોવા મળતો નથી. મેકાક પ્રજાતિના વાંદરા આપણા નજીકના પૂર્વજ ગણાય છે, છતાં આ તફાવત જોવા મળ્યો છે.

ખોટા નિર્ણય અંગે આપણને ઢંઢોળતો મગજનો હિસ્સો વાંદરામાં નથી !

એમ તો માનવી અને વાંદરાનાં મગજમાં રહેલા તફાવત આ પહેલાં શોધી કઢાયા હતા, પરંતુ આ વિશેષ એટલા માટે છે કે પહેલી વખત વિચારોમાં લચકતા માટે જવાબદાર ગણાતા હિસ્સામાં આ સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો છે. ઉત્ક્રાંતિના તબક્કાને સમજીએ તો સંશોધકો જણાવે છે કે, ખોટા નિર્ણયો અંગે આપણને બોધપાઠ આપતો હિસ્સો વાંદરાઓમાં કે પૂર્વજોમાં નહોતો.

માનવીના મગજમાં ખોટા નિર્ણયને પકડવાનું ડિટેક્ટર હોવાનું અભ્યાસમાં જણાયું

  • મગજમાં એક હિસ્સો છે, જે ખરાબ નિર્ણયને પકડી પાડવાની ક્ષમતા ધરાવે છે અને ફક્ત માનવીમાં જ એ વિશેષતા હોય છે.
  • મગજનો એક ભાગ આપણને ખોટા નિર્ણય લેતા રોકે છે, તેને આપણે અંતઃકરણ કે આત્માનો અવાજ કહીએ છીએ. વિજ્ઞા।નીઓએ એ હિસ્સો શોધી કાઢયો છે.
  • સંશોધકો કહે છે કે, લેટરલ ફ્રન્ટલ પોલ તરીકે ઓળખાતા નાના બોલ જેવા ન્યુરલ કોષો જીવનમાં શું થાય એ અંગે નિર્ણય લેવામાં ભાગ ભજવે છે.
  • મગજના બીજા હિસ્સા એ નિર્ણય કેવો છે, તે અંગે કામ કરતા રહે છે, પરંતુ મગજનો એ નવો શોધાયેલો હિસ્સો આપણે એક નિર્ણયના બદલે આપણે શું કરી શકીએ એ અંગે વિચારતો રહે છે.
  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞા।નીઓએ ગયા વર્ષે બે જુદી જુદી રીતે માનવીના મગજનું સ્કેનિંગ કર્યા બાદ આ શોધ કરી હતી.
  • ૨૫ પુરુષો અને મહિલાઓના મગજનું સ્કેનિંગ દર્શાવે છે કે મગજનો એ હિસ્સો ડઝનેક જેટલા નાના નાના ભાગોનો બનેલો છે. મગજના એ સ્કેનિંગની સરખામણી વાંદરાના મગજ સાથે કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન