સફળતા અને અસફળતા - Sandesh

સફળતા અને અસફળતા

 | 12:06 am IST

ચક્ર ચિકિત્સા

કેટલાક રેકી ડોક્ટરોનાં મનમાં એ ભ્રમ હોય છે કે તેઓ આ કાર્યમાં સફળ થશે કે નહીં. રેકી ઉપચારનો પાયો જ દ્રઢ વિશ્વાસ પર નાંખવામાં આવ્યો છે. તમે જ્યારે પણ રેકી ઉપચાર શરૂ કરો તો પોતાના મનમાં આધ્યાત્મિક શક્તિની જ્યોત સળગવો અને સાથે એ પ્રતિજ્ઞા પણ કરો કે હું રેકીની આ શક્તિથી પોતાનો કોઈ પણ સ્વાર્થ સિદ્ધ કરવા માંગતો નથી. હું જે કાંઈ પણ કરી રહ્યો છું, માત્ર સેવા ભાવનાથી પ્રેરિત થઈને કરી રહ્યો છું. હું કોઈ ધન લાભ નથી ઈચ્છતો, ના કોઈ અન્ય વ્યક્તિ પર કાબૂ મેળવીને તેને પોતાનો દાસ બનાવીને રાખવા માંગુ છું. ના પોતાની જાતને દુનિયાની નજરમાં મોટી બનાવવા માટે આ કાર્ય કરી રહ્યો છું. હે મારા સ્વામી યૂસુઈ! મને તે જ શક્તિ આપો જે કીરોયામા પર્વત પર તમને ઈશ્વરે આપી હતી. બસ આ પ્રાર્થનાની સાથે જ તમે તમારું કાર્ય શરૂ કરો. તમે સ્વયંમાં એક પરિવર્તન અનુભવવા માંડશો. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થતાં જ તમારા મસ્તિષ્કમાં, હૃદયમાં એક પ્રકાશ જન્મ લેશે અને આ જ પ્રકાશ તમારો માર્ગદર્શક બનશે જે તમને રેકી ડોક્ટર બનાવશે. રેકીની ભાવના અન્ય આધ્યાત્મિક શક્તિઓની સાથે મળીને જ ઉર્જા શક્તિ ઉત્પન્ન કરીને, તમારી ભાવનાઓની પૂર્તિ કરે છે. પરંતુ તમારું એ કર્તવ્ય છે કે રેકીને પ્રકૃત્તિનાં અનુરૂપ જ કામમાં લાવો, જેથી તમને સર્વાધિક લાભ મળી શકે.

જેટલી પણ તમે રેકીની વાસ્તવિક પ્રકૃત્તિને સમજશો તેટલી જ તમારા મનમાં નિઃસ્વાર્થ સેવા ભાવના ઉત્પન્ન થશે. આ ભાવનાની શક્તિથી જ તમે તમારો તથા બીજાનો ઉપચાર કરવા માટે યોગ્ય બની શકો છો. તેની સાથે તમારે જરૂરત છે અભ્યાસની. આ અભ્યાસ ત્યારે જ સફળ થઈ શકે છે, જ્યારે તમે રેકી ઉપચાર સૌથી પહેલાં સ્વયં પર કરશો, પછી પરિવારનાં સદસ્યો પર. આવું કરવાથી તમારા મનનો એ વહેમ દૂર થઈ જશે કે આપણે સફળ થઈશું કે અસફળ.

આગળનાં પેજ પર આપવામાં આવેલ ચિત્ર અનુસાર પોતાના શરીરને એ મુદ્રામાં લાવીને યૂસુઈ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો અને ત્યારબાદ આ પ્રાર્થના એક્સો એક વાર તમારા મનમાં કરો

‘પ્રભુ! મારું માર્ગદર્શન કરો તથા ઉપચારની શક્તિ આપો જેથી હું દીન-દુઃખીયાઓના કામમાં આવી શકું. હું બધાનાં સ્વાસ્થયની કામના કરું છું, મને શક્તિ આપો, આશીર્વાદ આપો. મારું એક જ લક્ષ્ય છે, પ્રભુ-તમારા બનાવેલા માણસોની સેવા. આ બધા કામો હું ત્યારે જ પૂરાં કરી શકીશ કે જ્યારે તમે મને તમારી શક્તિનો કણ માત્ર ભાગ પણ આપી દેશો. હું તમને વચન આપું છું કે પ્રભુ તમારી આપવામાં આવેલી આ શક્તિનો ઉપયોગ ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે નહીં કરું, હું હંમેશા જનસેવા કરીશ.’

હું સમજું છું કે જયારે પણ કોઈ રેકી ભક્ત (ડોક્ટર) એવી પ્રાર્થના સાચા મનથી કરે છે, તો તેનાં શરીરમાં તે આધ્યાત્મિક શક્તિ આવી જ જાય છે, જેને આપણે રેકી કહીએ છીએ. અગાઉ આપેલી પ્રાર્થના આધ્યાત્મિક વિકાસ માટે અતિ ઉપયોગી માનવામાં આવે છે. એક વાત કે જે તમારા રેકી અભ્યાસનાં સંબંધમાં આધ્યાત્મિક ભાવનાના વિકાસ માટે વિશિષ્ટ થઈ શકે છે તે છે પ્રતિસ્પર્ધાનો ડર. આ ડરનાં કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવાને લઈને રેકી વિશે એક મોટો ભ્રમ છે, પરંતુ સત્ય તો એ છે કે દરેક રેકી ડોકટરોનું કર્તવ્ય એ છે કે રેકી ઉપચારને વધારેમાં વધારે ફેલાવવાનું કાર્ય કરે, તેના માટે તમે ઈચ્છો તો રેકીનો સામૂહિક રૂપથી પ્રચારનો પ્રબંધ પણ કરી શકો છો.

જે લોકો સામૂહિક રૂપથી રેકી કરે છે, તેમનું એવું કહેવું છે કે આવું કરવાથી રેકી વધારે શક્તિશાળી બને છે. તેનાથી વિપરીત જો રેકી પ્રતિયોગિતાત્મક થઈ જાય છે તો તેની શક્તિ એટલી નથી રહેતી પરંતુ આ વાત પણ પ્રમાણિત છે કે રેકીની શક્તિ એકાતમાં જ સૌથી વધુ થાય છે. એનું કારણ છે- રેકીની આધ્યત્મિક શક્તિ. સાચી વાત તો એ છે કે આધ્યાત્મિક શક્તિ વગર રેકી શક્તિહીન છે અને આધ્યાત્મિક શક્તિ સર્વથા એકાંતમાં જ વધારે શક્તિશાળી તથા પ્રભાવશાળી માનવામાં આવે છે. હવે તમે જ જુઓ કે કોઈ પૂજા-પાઠ, ભક્તિનું કાર્ય, એકાંતમાં જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો આવી વાત ના હોત તો યૂસુઈએ પહાડ પર જઈને તપસ્યા કેમ કરવી પડત. એકાંત એ જ આધ્યાત્મિક્તાનો જીવ છે.

આગળ આપવામાં આવેલાં જ્ઞાન ભરેલા ખજાનાથી તમે સ્વયંનાં વિશે યોગ્ય રીતે વિચારી શકો છો, જે સ્વયંને જાણે છે તે જ જ્ઞાની હોય છે, માટે પહેલાં સ્વયંને ઓળખો, ત્યારે જ જ્ઞાની બનશો. રેકી વિદ્યા કોઈ દયાને પાત્ર નથી, તે પ્રકૃત્તિની જ એક ભાગ છે. તે સંકલ્પનામાં વિશ્વાસ કરે છે.

સમગ્ર માનવજાતિ ઈશ્વરનું જ સંતાન છે, ત્યારે જ તો બધા મનુષ્યો એક સરખા છે અને રેકી સંપૂર્ણ આઝાદીથી એક શરીરથી બીજા શરીર સુધી જઈ શકે છે.

રેકી ઉપચાર પદ્ધતિ ખૂદમાં જ્ઞાનનો એક અખૂટ સમુદ્ર છે. આજ કારણ છે કે રેકી ડોક્ટરો ક્યારેય અન્ય ઉપચાર પદ્ધતિની ઈર્ષ્યા નથી કરતા કે અન્ય પદ્ધતિનો વિરોધ નથી કરતા. જો તમારા રેકી પ્રત્યેના અખૂટ વિશ્વાસ અને સદ્ભાવનાની પાછળ અન્યોની મદદ કરવાનો જ હેતુ હોય તો તમને એ વાત જાણીને આનંદ થશે કે તમારી માફક અન્ય કેટલાક રેકી ડોક્ટરો પણ શુભ કાર્યમાં લાગેલા છે. તેઓ પરોક્ષ રીતે તમારી મદદ જ કરી રહ્યા છે. તમારા બધાનું લક્ષ એક છે, ભાવના એક છે- ‘જનસેવા,’ માનવજાતિને રોગમુક્ત કરવી. તમે બધા યૂસુઈના અધૂરા કામોને પૂર્ણ કરવા જઈ રહ્યા છો. વધારેમાં વધારે લોકોના ઉપચારથી રેકીની શક્તિ ઓછી નથી થતી પરંતુ ઉત્તરોત્તર તેમાં વધારો થતો જાય છે અને આમ થવાથી વધારે લોકો તેનો લાભ લઈ શકે છે.

કેટલીકવાર એવું પણ થાય છે કે અન્ય ડોક્ટરો પાસેથી નિરાશ થઈને રોગી તમારી પાસે આવે છે, એવા સમયે તમારે કોઈ ચિંતા ન કરવી જોઈએ. આ તો ડોકટરની પોતાની અલગ ઓળખ હોય છે. જો તમારા ઈલાજની રીત લોકોને પસંદ છે, તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારે બળ છે તો રોગી ખૂબજ જલદીથી સાજો થઈ જશે. આમ થવાથી તમારી લોકપ્રિયતામાં વધારો જ થશે.

એ વાતને ક્યારેય નકારી શકાય તેમ નથી કે અગાઉના કેટલાક વર્ષોથી રેકીની સફળતાએ લોકોને એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે વગર દવા અને ઈન્જેકશને ભયંકર રોગોનો ઈલાજ થઈ શકે છે. બધા લોકોને તો એ વાતની ચિંતા થઈ રહી છે કે જ્યારે ભવિષ્યમાં રેકી ઉપચાર ચારે તરફ ફેલાઈ જશે, જ્યારે રેકી ડોક્ટરોની સેના સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે, જ્યારે દરેક રોગી રેકી ઉપચારને જ સ્વાસ્થય માટે શુભ માનવા લાગશે, ત્યારે શું થશે?

રેકીની સફળતા જોઈને કેટલાક ડોકટરોએ તેની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિની શોધ ચાલુ કરી દીધી છે. તેના વિષયમાં બોસ્ટનના બેથ ઈઝરાઈલ હોસ્પિટલના ડો.ડેવિડ એમ. આઈઝનબર્ગ દ્વારા હમણાં જ સંચાલિત એક અધ્યયનથી સંકેત મળે છે કે અમેરિકાના ઘણા લોકો આધુનિક ચિકિત્સા પદ્ધતિથી દૂર જઈ રહ્યા છે, તેની અવગણના કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેમનો મોહ ભંગ થઈ રહ્યો છે. તેમણે હવે તેની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિની શોધ શરૂ કરી દીધી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન