Success Farmer : Scientific Cultivation of Sponge gourd Galka
  • Home
  • Agro Sandesh
  • સુધારેલી જાતના ગલકાંની ખેતીમાં ભરપુર ઉતારા મેળવી આ ખેડૂતનો થયો અઢળક ફાયદો

સુધારેલી જાતના ગલકાંની ખેતીમાં ભરપુર ઉતારા મેળવી આ ખેડૂતનો થયો અઢળક ફાયદો

 | 9:00 am IST

મારું ગામ :- નાગજીભાઈ વઘાસિયા

રાજકોટ  જિલ્લાના ગોંડલ તાલુકાના હરમડીયા ગામના બે મિત્રો કણાભાઈ કમાણી તથા હરેશભાઈ પટેલે એકરમાં દેશી કાકડી તથા  સુધારેલ જાત ગલકાની ખેતી રોકડીયા પાકો શાકભાજીની ખેતી  અપનાવી હતી. આ ખેડૂતભાઈઓને તેમની વાડી પર મળીને ખેતી વિષે પૂછતાં આ ખેડૂતે જણાવયું હતું કે અત્યારે નબળુ વર્ષ છે ખેતીવાડીમાં ક્યાંક પાણી જોવા મળે અને  જ્યાં પણ થોડુગણુ પાણી છે ત્યાં લગભગ રોકડીયા પાકો  શાકભાજીનું વાવેતર જોવા મળે અત્યારે કાળા ઉનાળે લુ ફેંકાતી હોય  સીમતળ કે ગામતળમાં પાણી ન મળે તો દુષ્કાળમાં શાકભાજીના  ભાવ ઊંચા હોવા જોઈએ તેના બદલે અત્યારે શાકભાજીમાં  ગુવાર-ભીંડો-કાકડી-દૂધી-તુરીયા-ગલકા-ચોળી મફતના ભાવે  રૂ.૧૦થી ૨૦ના કિલોના ભાવે માર્કેટમાં વેચાણ થાય છે  અને ટમેટાના ભાવ માત્ર ૮/૧૦ દિવસથી થોડા ઘણા વધ્યા છે.  અત્યારે ગૃહિણીના બજેટમાં નફો દેખાય તેવા શાકભાજીના ભાવ છે.

શાકભાજીમાં  દેશી અને સુધારેલ જાત બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે મોટાભાગના લોકોને  પૂછો કે તેની પાસેથી સાંભળો એટલે કહેશે પહેલાં જેવી મીઠાશ  શાકભાજીમાં રહી નથી પણ ખેડૂતે જણાવેલ કે ભાઈ મીઠાશ તો  પહેલાંથી વધારે છે ખાવું છે દેશી પણ ભાવ દેવા નથી. મફતના  ભાવમાં બધુ જોઈએ છે તો ના મળે કારણ ઉત્પાદકને નુકસાની જાય  દેશી વેરાયટીમાં મીઠાશ વધુ હોય પણ ઉત્પાદન ક્ષમતા બહુ જ  ઓછી સામે ભાવ ન મળે એટલે  દેશી શાકભાજીના  વાવેતર નહીંવત પ્રમાણમાં થઈ ગયા અને ખેડૂતો સુધારેલ  જાતો તરફ ઝૂકયા છે.

સુધારેલ જાતોમાં દેશી જેવી મીઠાશ ન હોય પણ  ફલાવરીંગ-ઉત્પાદન-રોગપ્રતીકારક શક્તિ-ઉનાળે ગરમીમાં ટકવું  આવા ફાયદાની સાથે કમાણી મેઈન મુદે રોજગારી સારી મળે એટલે ખેતીમાં સુધારેલ જાતોના વાવેતર વધ્યા છે.

વેલાવાળા શાકભાજીમાં અત્યારે સુધારેલ જાત ગલકાનું સવા વીઘામાં વાવેતર છે. તે પહેલાં ડુંગળીનો પાક કાઢી સાદી ખેડ કરી કોઈપણ  જાતના પાયાના ખાતર વગર બે હાર વચ્ચે ૬૪ ઈંચ તથા બે છોડ વચ્ચે  ૧૮ ઈંચના અંતરે ડ્રીપથી પલાળી હાથેથી બીજની ચોપણી તા.૨૭/૩/૧૯ના કરી હતી. પાકની મુદત છ માસ.

વાવેતર કર્યા બાદ  શરૂશરૂમાં ૧૦/૧૫ મિનિટ ડ્રીપથી પિયત આપેલ ત્યારબાદ જેમ જેમ  છોડનો વિકાસ થતો ગયો અને ફ્લાવરીંગથી ફૂટ ચાલુ થતા ગયા તેમ ડ્રીપથી પિયતનો સમય વધારતા ગયા અત્યારે ઉત્પાદન  ચાલુ છે આકાશમાં સૂર્યનારાયણની ગરમી સહન ન થાય તેવો  તાપ પડે છે ડેયલી ૧૨૦ મીનીટ પિયત આપવામાં આવે છે.

અહીં  એક બીજી વાત કરવાની એ છે કે જો બધા ખેડૂતો ખેતીમાં સૂક્ષ્મ  ટપક પદ્ધતિ અપનાવે તો ભૂતળમાં પાણી વધે અને દુષ્કાળનો  સામનો કરવો ન પડે પણ ધરતીમાતાને એટલે ગોળાને ચો  તરફથી કાણા કરી નાખ્યા તેના પરિણામે નબળા ક્ષારવાળા પાણી જે  ન પીવાય કે ન પાક પાણી થાય ખેતીમાં પાટલા પદ્ધતિ પણ નહીં  પણ ટપક પદ્ધતિ બધી બાબતે ઉત્તમ. વાવેતર કર્યા બાદ ૩૫ દિવસે ફ્લાવરીંગ થયું અને ૧૦ દિવસ બાદ વેચાણ માટે વેલામાં ગલકુ તૈયાર.

પૂરક ખાતર બાબતે તેમણે જણાવ્યું કે ડુંગળીનો પાક કાઢીને કોઈપણ પાકનું વાવેતર કરો એટલે ખાતર બહુ ઓછું જોઈએ પણ ડ્રીપમાં જરૂર પ્રમાણેના ખાતરો દર ૪/૪ દિવસે બહુ જ ઓછા પ્રમાણમાં  આપવામાં આવે છે.

રોગ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે  ગલકાના પાકમાં ચૂસીયા-સફેદમચ્છી- ઈયળ-ગળો જેવા રોગ  આવે, પણ પાક ઉભો હોય ત્યારે રોગ આવે કે ન આવે ૮/૧૦ દિવસે  હળવા કે જરૂર પ્રમાણે છંટકાવ ચાલુ રાખવાના જેથી ઉત્પાદન જળવાઈ  રહે.

ઉત્પાદન બાબતે ખેડૂતે જણાવ્યું કે અત્યારે ઉત્પાદન  ચાલુ જ છે એકાતરે સવા વીઘામાંથી ૧૮૦થી ૨૪૦ કિલોનું ઉત્પાદન મળે છે ૩૦૦૦ કિલોનું ઉત્પાદન મળશે એટલે સવા વીઘામાં ૬ ટન  ગલકાનું ઉત્પાદન થશે આ સુુધારેલ જાતની મજા છે ભાવ મળે કે નહીં પણ ઉત્પાદન થવુ જરૂરી છે. વેચાણ ગોંડલ યાર્ડમાં શરૂઆતમાં ઉંચા ભાવ મળતા અત્યારે એક કિલોના રૂ.૮/૧૦ મળે છે એક વીઘામાં ૪૦થી ૫૦ હજારનું વેચાણ મળશે ખર્ચ વેચાણના ૧૫થી ૨૦% બધો જ  ખર્ચ આવી ગયો. કોઈપણ શાકભાજી રોકડીયા પાકમાં કુદરત  ધારેલ કરતા મહેનતથી વધુ આવે જ છે પણ કંઈજ નથી એ  વાત નકામી છે.

આ ઉપરાંત ટપક પદ્ધતિથી સવા વીઘામાં  દેશી કાકડીનો પાક પણ આજ પદ્ધતિના વાવેતર મુજબ ટાઈમે ખાતર,  પિયત, દવા આપવા છતાં બહુ જ ઉત્પાદન ઓછું છે માત્ર ૮૦૦થી ૯૦૦  કિલોનું ઉત્પાદન મળેલ છે જાત અનુભવ કહે છે કે દેશી નહીં સુધારેલ જાતનું  વાવેતર ઉત્તમ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન