નોકરી હોય કે વ્યવસાય આ ઉપાય દરેક ક્ષેત્રમાં કરશે તમને સફળ - Sandesh
  • Home
  • Spiritual
  • નોકરી હોય કે વ્યવસાય આ ઉપાય દરેક ક્ષેત્રમાં કરશે તમને સફળ

નોકરી હોય કે વ્યવસાય આ ઉપાય દરેક ક્ષેત્રમાં કરશે તમને સફળ

 | 6:17 pm IST

ઘરમાં આવકનો આધાર મુખ્ય વ્યક્તિના વ્યાપાર અથવા નોકરી પર જ હોય છે. વ્યક્તિ નોકરી કરતી હોય કે વેપાર સાથે જોડાયેલી હોય તેમની ઈચ્છા તો ઘરમાં આર્થિક સદ્ધરતા લાવવાની જ હોય છે. પરંતુ ક્યારેક કપરાં સમયમાં વેપાર-વ્યવસાયમાં કે નોકરીમાં ધાર્યા લાભ નથી મળતાં, તો ક્યારેક તો મસમોટું નુકસાન માથે આવી પડે છે. ક્યારેક સારી રીતે ચાલતો વેપાર પણ બંધ થઈ જાય છે, તેમજ સારી એવી નોકરી પણ ગુમાવવાનો સમય આવી જાય છે. અચાનક આવી પડેલી સમસ્યાનું નિવારણ નીચે મુજબના ઉપાય કરી લાવી શકાય છે.

ધંધા-રોજગારમાં પ્રગતિ માટે

– સોમવારે સવારે ત્રાંબાના એક પાત્રમાં પાણી ભરી, તે પાત્રને પોતાના કાર્યસ્થળે અથવા ઓફિસમાં કોઈપણ ખૂણામાં મૂકી દેવું. 43 દિવસ સુધી પાણી ખાલી ન થવું જોઈએ. જ્યારે પણ પાણી ઓછું થાય તેમાં નવું પાણી ઉમેરતાં રહેવું.

– મંગળવારે ઓફિસના મુખ્ય દ્વારા પર સિંદૂરથી પાંચ ચાંદલા કરવા અને લાલ સૂતરનો દોરો લઈ તેમાં સાત ગાંઠ વાળી ધૂપ કરી આ દોરાને મુખ્ય દ્વાર પર બાંધી દેવો. તેનાથી અવશ્ય લાભ થશે.

– ગણેશજીના મંદિરમાં ઘઉં અને ગોળનું દાન કરવું અને 40 દિવસ સુધી વહેતા પાણીમાં ગોળ પધરાવવો.

નોકરીમાં સફળતા માટે

– શનિવારે પ્રાતઃકાળે કોઈપણ એક ફળ, એક શ્રીફળ, સો ગ્રામ દૂધ લેવું. આ બધી જ વસ્તુઓને હનુમાનજીના મંદિરમાં ચડાવી દેવી.

– સારી નોકરીની શોધમાં હોય તો ભાખરીનું ચુરમું બનાવી તેના ત્રણ ભાગ કરવા. તેમાંથી એક ભાગ ગાયને એક બાળકોને પ્રસાદમાં અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ સતત 4 રવિવાર સુધી કરવો.

– નોકરીમાં પ્રમોશન થાય તેવી ઈચ્છા લાંબા સમયથી પૂરી ન થતી હોય તો નદીમાં નાળિયેર પ્રવાહિત કરી દેવું.