ગૂગલની નોકરી છોડીને મટન સમોસા વેચે છે આ માણસ, ટર્નઓવર જાણીને લાગશે આંચકો - Sandesh
NIFTY 10,557.95 +9.25  |  SENSEX 34,420.14 +25.08  |  USD 65.6575 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ગૂગલની નોકરી છોડીને મટન સમોસા વેચે છે આ માણસ, ટર્નઓવર જાણીને લાગશે આંચકો

ગૂગલની નોકરી છોડીને મટન સમોસા વેચે છે આ માણસ, ટર્નઓવર જાણીને લાગશે આંચકો

 | 3:28 pm IST

જિંદગીમાં રિસ્ક લેવાનું બહુ જરૂરી માનવામાં આવે છે અને સફળતા એ લોકોને જ મળે છે. આવી જ વ્યક્તિ છે મુનાફ કાપડિયા. તેણે પોતાની નોકરી છોડીને મટન સમોસા વેંચવાનો જોખમભર્યો નિર્ણય લીધો જેમાં તેમને સફળતા મળી છે. મુનાફે મુંબઈના નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. ભણવાનું પુરું કર્યા પછી તેણે કેટલીક કંપનીઓમાં નોકરી કરી અને વિદેશ ચાલ્યો ગયો. આખરે તેને ગૂગલમાં નોકરી કરવાની સોનેરી તક મળી પણ અહીં પણ તેને કામ કરવાની મજા ન આવી. આખરે મુનાફને બિઝનેસનો આઇડિયા આવ્યો અને તેણે આની શરૂઆત કરી.

આ જોખમ ઉઠાવ્યા પછી મુનાફ હવે ‘ધ બોહરી કિચન’ રેસ્ટોરન્ટનો માલિક છે જેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 50 લાખ રૂ. છે. આ સિવાય ફોર્બ્સ મેગેઝિને મુનાફને પોતાના કવરપેજ પર ખાસ જગ્યા આપી હતી. મુનાફે પોતાની રેસ્ટોરાં શરી કરવા માટે માતા નફીસાની મદદ લીધી હતી. માતાની ટિપ્સની મદદથી મુનાફે ફૂડ ચેઇનનું કામ શરૂ કર્યું હતું.

So this just happened.Thank you Farah Khan!

Posted by Munaf Kapadia on Sunday, June 11, 2017

આજે મુનાફનું ‘ધ બોહરી કિચન’ માત્ર મુંબઈમાં જ નહીં પણ આખા દેશમાં લોકપ્રિય છે. આ રેસ્ટારાંની સૌથી સ્વાદિષ્ટ ફૂડ આઇટમ છે મટન સમોસા. જોકે રેસ્ટોરાંની નરગિસ કબાબ, ડબ્બા ગોશ્ત તેમજ કરી ચાવલ જેવી વાનગીઓ પણ વિખ્યાત છે. છેલ્લા બે વર્ષમાં રેસ્ટોરાંનું ટર્નઓવર 50 લાખ રૂ. સુધી પહોંચી ગયું છે. ‘ધ બોહરી કિચન’ના સ્વાદનો ચારે તરફ ડંકો વાગી ગયો છે. આશુતોષ ગોવારીકર તેમજ ફરાહ ખાન જેવી સેલિબ્રિટીઓ પણ આ ભોજનનો સ્વાદ ઉઠાવીને સોશિયલ મીડિયા પર એના વખાણ કરી ચૂકી છે.