Successful Night Trial of Agni-2 Missile conducted By India
  • Home
  • Featured
  • 2000 KM દૂર બેસેલો દુશ્મન થરથર કાંપશે, રાત્રિના સમયે ભારતે અગ્નિ-2 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

2000 KM દૂર બેસેલો દુશ્મન થરથર કાંપશે, રાત્રિના સમયે ભારતે અગ્નિ-2 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

 | 9:31 pm IST

ભારતે શનિવારે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સરકારી સુત્રોનાં પ્રમાણે ઓડિશાના બાલાસોરથી આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ એટલાં માટે પણ મહત્વપુર્ણ છે કેમ કે ભારતે પહેલીવાર આ મિસાઈલનું રાત્રે પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ 2000 કિમી સુધી મારક ક્ષમતા ધરાવે છે.

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા ઓડિશાના તટથી અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઈલ 20 મીટર લાંબી હોય છે. અને તે 1000 કિલો સુધીનું વજન લઈ શકવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, અગ્નિ-2 મિસાઈલ પહેલેથી જ સેનાના બેડામાં સામેલ કરી દેવામાં આવી છે. તેને DRDOની એડવાન્સ સિસ્ટમ લેબોરેટરીએ બનાવી છે. આ મિસાઈલ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે.

અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી યુક્ત આ મિસાઈલમાં કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સારી છે. આ મિસાઈલ અગ્નિ સીરિઝ મિસાઈલનો ભાગ છે. આ સીરિઝમાં 700 કિમી સુધી જનારી અગ્નિ-1 અને 3000 કિમી સુધી જતી અગ્નિ-2 મિસાઈલ પણ સામેલ ચે. આ ઉપરાંત લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી અગ્નિ-4 અને અગ્નિ-5 પણ આ સીરિઝનો ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન