Successful surgery in civil for a woman suffering from bead problem for 15 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 15 વર્ષથી મણકાની સમસ્યાથી પીડાતી મહિલાની સિવિલમાં સફળ સર્જરી

15 વર્ષથી મણકાની સમસ્યાથી પીડાતી મહિલાની સિવિલમાં સફળ સર્જરી

 | 8:56 am IST
  • Share

  • મણકાની સમસ્યાથી તન્વીબહેનને હલન-ચલન, સૂવામાં તકલીફ હતી

  • 32 વર્ષના તન્વીબેનને થયેલી મણકાની ગંભીર પીડાની સારવારમાં સફ્ળતા મેળવી

હાથીજણમાં રહેતા તન્વીબેનને મણકાની સમસ્યાના કારણે હલન-ચલનમાં તેમજ સૂવામાં તકલીફ્ પડતી હતી. તન્વીબેનના બે મણકા એકબીજા સાથે ચોટી જવાથી તેમનું શરીર આગળના ભાગે વળવા લાગ્યું હતુ. ઘણી ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો હતો. પરંતુ 3લાખ જેટલો ખર્ચ જણાવ્યો હતો. તન્વીબેનના પરીવાર માટે તે અશક્ય હતું. અંતે તેઓ સિવીલ ખાતે પહોંચ્યા હતા. જયાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તન્વીબેનને અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે.  એસોસિએટ પ્રોફ્સર ડો. પિયુષ મિત્તલ અને ટીમે તન્વીબેનના બે મણકાને તોડીને સીધા કર્યા હતા.  3કલાકની આ સર્જરી બાદ 66ડિગ્રી જેટલો આગળની તરફ્ વળી ગયેલો કમરનો ભાગ હવે 11ડિગ્રી સાથે સામાન્ય બન્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો