મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત - Sandesh
  • Home
  • India
  • મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત

મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે ખાસિયત

 | 7:21 pm IST

પડોશમાં પાકિસ્તાન જેવા દેશનો સામનો કરી રહેલા ભારત હવે પોતાની શક્તિ વધારવા માટે આગળ વધી રહ્યું છે. ભારતે એક મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ( એમપી- એટીજીએમ ) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેન્કનો ઉપયોગ બોર્ડર પર તહેનાત સેનાના જવાન પણ કરી શકે છે. ડીઆરડીઓએ મોડી રાત્રે રાજસ્થાનના રણ વિસ્તારમાં આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

એમપી- એટીજી મિસાઇલની રેન્જ 2-3 કિલોમીટર સુધીની છે. તે 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા દુશ્મનના નિશાનને ભેદવામાં ઘણી જ મારક સાબિત થશે. તેની ખાસિયત એ છે કે તેને કોઇ પણ સ્થળે ફીટ કરીને છોડી શકાય છે. મતલબ કે તેને છોડવા માટે કોઇ નિવૃત સ્થળની જરુર રહેતી નથી, પરંતુ જરુરિયાતની હિસાબે તેનો ઉપયોગ કરી શકાય છે. સરળતાથી તેને લઇ જઇ શકાય એવી આ મિસાઇલથી દુશ્મનની ટેન્કનો પણ ખાત્મો બોલાવી શકાય છે.

પરીક્ષણમાં આ મિસાઇલે દક્ષતાની સાથે સાથે પોતાના નિશાનને પણ ભેદી દેખાડયું હતું. મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવા હથિયાર હોય તો દુર્ગમ સ્થળે પણ દુશ્મનોની ટેન્ક અને અન્ય સરંજામને ઉડાવી મૂકવામાં ઘણી મદદ મળશે. સાથે જ આ મિસાઇલને ખભા પર રાખીને છોડી શકાય છે.

પિનાકનું પણ સફળ પરીક્ષણ
ગઇ તા.12મીએ ડીઆરડીઓએ રાજસ્થાનના પોખરણ રેન્જમાંથી ત્રીજી વખત બેરલ રોકેટ પ્રણાલિ પિનાકનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ભારતીય સેના દુનિયાની સૌથી મોટી અને મુખ્ય સેનાઓમાંની એક છે. સંખ્યાની દ્રષ્ટિએ ભારતીય પાયદળના જવાનોની સંખ્યા ચીન બાદ સૌથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન