such a man become a thug and a cheater horoscope
  • Home
  • Astrology
  • જેમની હથેળીમાં હોય આવી રેખાઓ ક્યારેય વિશ્વાસ ન કરશો, દગો કરતા એક ક્ષણનો ન કરે વિચાર

જેમની હથેળીમાં હોય આવી રેખાઓ ક્યારેય વિશ્વાસ ન કરશો, દગો કરતા એક ક્ષણનો ન કરે વિચાર

 | 3:57 pm IST

હસ્તરેખા વિજ્ઞાનમાં ત્રિભુજની સ્થિતિ પર વિસ્તૃત વિવેચન કરવામાં આવે છે. જેમાં ત્રિભુજ મુખ્ય છે. આ ત્રિભુજ શુભ અશુભ ફળ આપે છે. જો હસ્તરેખામાં આયુષ્ય રેખા પર ત્રિભુજ ચીહ્ન હોય તો આવી વ્યક્તિ દીર્ધાયુ હોય છે. મસ્તિષ્ક રેખા પર ત્રિભુજ વ્યક્તિને ઉચ્ચ શિક્ષા અને તેજ બુદ્ધિનો દાતા બનાવે છે. હૃદય રેખા પર ત્રિભુજ વૃદ્ધાવસ્થામાં ભાગ્યોદય તરફ આંગળી ચીંધે છે.

ભાગ્ય રેખા પર ત્રિભુજનું નિશાન હોય તો તે ભાગ્યમાં બાધક બને છે. આવા લોકોને જીવનમાં સફળતા માટે અત્યંત સંઘર્ષ કરવો પડે છે. જો તે વિવાહ રેખા પર હોય તો તેનાથી લગ્નમાં વિલંબ થઈ શકે છે. તદ ઉપરાંત કોઈપણ રેખા જો બે ભાગમાં ફંટાતી હોય તો તેને પણ શુભ માનવામાં નથી આવતું.

તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે જેના ભાગ્ય રેખા અને મસ્તક રેખાની વચ્ચે સ્વાસ્થ્ય રેખા હોય છે. આ સિવાય જેની હથેળીમાં મોટા ત્રિભુજમાં કોઇ અશુભ ચિહ્ન કે ક્રોસ ના હોય તેઓ પણ દીર્ઘજીવી હોય છે. વિવાહ રેખા, ચંદ્ર પર્વત અને મંગળ પર્વત પર ગોળ નિશાન બનતું હોય તો તેને પાણીથી ઘાત થઈ શકે છે. તેમજ વૈવાહિક સુખમાં પણ સમસ્યા થઈ શકે છે. જો કે શનિ અને ગુરુ પર્વત પર આ નિશાન શુભ ફળ આપે છે.

ત્રિભુજ હાથમાં સ્પષ્ટ રેખાઓથી મળીને બને તો શુભ અને ફળદાયી બને છે. હથેળીમાં જેટલું મોટું ત્રિભુજ હશે એટલું જ વધારે લાભદાયક હશે. મોટું ત્રિભુજ હશે એ વ્યક્તિ એ વ્યક્તિ હ્રદયથી સાફ મન ધરાવનારું હશે. જો વ્યક્તિના હાથમાં એક મોટું ત્રિભુજ આવે અને તેમાં નાનું ત્રિભુજ બને તો વ્યક્તિ નિશ્ચય જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે.

દોષ યુક્ત ત્રિભુજ હાથમાં હોય તો જાતક દેવાળું ફુંકે છે. સમાજમાં બદનામ થાય છે. હંમેશા કોઇને નકસાન પહોંચાડે છે. ત્રિભુજની અંદર વૃત્ત હોય તો જાતક દગાખોર હોય છે તેમના પર ક્યારેય વિશ્વાસ કરવો નહી.

આ વીડિયો જુઓ: આજે કરીશું મુરલીધર કૃષ્ણ કાનુડાની આરતી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન