હાથમાં આવી નિશાની હશે તો સમસ્યાઓ આવશે, પરંતુ મળશે સફળતા - Sandesh
  • Home
  • Astrology
  • હાથમાં આવી નિશાની હશે તો સમસ્યાઓ આવશે, પરંતુ મળશે સફળતા

હાથમાં આવી નિશાની હશે તો સમસ્યાઓ આવશે, પરંતુ મળશે સફળતા

 | 6:33 pm IST

વિવાહ રેખા: હથેળીમાં વિવાહ રેખા સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વત પર સ્થિત હોય છે. જો વિવાહ રેખા સીધી ન હોય અને નીચે તરફ વળાંક લેતી હોય અથવા તો આકારમાં ગોળ થઈ રહી હોય તો આ સ્થિતિ જીવનસાથીના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. વિવાહ રેખામાં આ દોષ હોય અને તેના પર ચતુષ્કોણ બનતું હોય તો જીવનસાથીના જીવન સાથે જોડાયેલી મુશ્કેલીઓમાં રાહત મળે છે.

ભાગ્ય રેખા: હથેળીમાં ભાગ્ય રેખા તૂટેલી હોય તો કાર્યોમાં અડચણો ઉદ્દભવે છે. એવામાં ભાગ્ય રેખાની આજુ-બાજુ ચતુષ્કોણ બનતું હોય તો સમસ્યાઓ આવે છે, પરંતુ સફળતા પણ મળે છે.

મંગળ પર્વત: મંગળ પર્વત હથેળીમાં બે સ્થાને હોય છે. એક તો જીવન રેખાની બરાબર નીચે અંગૂઠાની પાસે હોય છે. અની બીજી હ્રદય રેખાની બરાબર નીચે મસ્તિષ્ક રેખાની પાસે હોય છે. મંગળ પર્વતની દબાયેલી સ્થિતિ સાહસમાં ઘટાડો સૂચવે છે. મંગળ પર્વત પર ચતુષ્કોણ હોવાથી સાહસના ઘટાડાની સાથે પણ અસફળ હોવાની સંભાવનાઓ વધી જાય છે. શત્રુઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન