Such a woman who is seen in a dream, gets the millionaire
  • Home
  • Astrology
  • સપનામાં વ્યક્તિને થશે આવી સ્ત્રીના દર્શન તો રાતોરાત થઇ જશે માલામાલ

સપનામાં વ્યક્તિને થશે આવી સ્ત્રીના દર્શન તો રાતોરાત થઇ જશે માલામાલ

 | 4:39 pm IST

સપનાની દુનિયામાં આપણે ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે જેનો વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી. પરંતુ કેટલીક વખત એવી વસ્તુઓ જોવા મળે છે જે વાસ્તવિકતામાં હોય છે. ખાસ કરીને સપનામાં દેખાયેલી મહિલાઓ.. તમે નહીં જાણતા હોવ પરંતુ સપનામાં જોવા મળેલી સ્ત્રીઓના ઘણા અર્થ નીકળે છે. જેનાથી જોડાયેલી કેટલીક શુભ-અશુભ અસર વ્યક્તિના જીવન પર પડે છે. આજે અમે તમેને સપનામાં દેખાયેલી સ્ત્રીઓ અંગે જણાવીશું.

– જ્યારે કોઇ વ્યક્તિને સપનામાં કોઇ શણગાર સજેલી દુલ્હન દેખાય તો તેને સુખ પ્રાપ્તિ થાય છે. પરંતુ દુલ્હન રડતી દેખાય તો તેના સારુ-સસરાથી ઝઘડો થાય છે.

– જ્યારે કોઇ પુરૂષ તેની પ્રેમિકાને કોઇ અન્ય પુરૂષ સાથે ભાગતી જોવે છે તો તેની પત્ની કે પ્રેમિકા તેનાથી સંબંધ તોડીને કોઇ ધનવાન વ્યક્તિથી સંબંધ જોડી લે છે.

– સપનામાં જો કોઇ એવું જોવે કે તે તેની પત્નીથી વિદાય લઇ રહ્યો છે તો તેને ગંભીર બીમારથી થશે કે પછી તેની કોઇ પ્રેમિકાથી તેનો અણબનાવ થશે.

– જો કોઇ વ્યક્તિ સપનામાં કોઇ નગ્ન મહિલાનું ચિત્ર બનાવે છે તો તેનુ દુર્ભાગ્ય તેની પકડમાં લે છે જે વ્યક્તિને સપનામાં ભૂંડ પર બેસેલી સ્ત્રી અને તેની તરફ ખેંચાતી દેખાય છે તો તે રાત અંતિમ હોય છે.

– વ્યક્તિને સપનામાં કોઇ બુરખો પહેરેલી મહિલાને જોવે તો તેનો મિત્ર તેનાથી વિશ્વાસઘાત કરે છે. કોઇ વ્યક્તિ જો સપનામાં કોઇ સ્ત્રીને કિસ કરે છે કે તેની સાથે અચાનક વધારે ધનની પ્રાપ્તિ થાય છે.

– તે સિવાય કોઇ વ્યક્તિને સપનામાં પરીઓના દર્શન થાય તો તેને અતુલ્ય ધનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં તે ભિખારી પણ હોય તો તે માલામાલ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન