આવું બેડોળ નાક લઈ હિરોઈન બનવાનું સપનું જુએ છે - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • આવું બેડોળ નાક લઈ હિરોઈન બનવાનું સપનું જુએ છે

આવું બેડોળ નાક લઈ હિરોઈન બનવાનું સપનું જુએ છે

 | 3:54 am IST

૧૯૬૦ના દસકમાં જ્યારે સિલ્વર સ્ક્રીન ઉપર સુંદરતા અને ટેલેન્ટ બંનેની જરૂર પડતી હતી. માલાએ એ સમયગાળાના સિનેમાને પોતાની અદાકારી અને અભિનયથી નવાઝયો હતો અને માલા પણ હિન્દી સિનેજગતની માળાનું એક યાદગાર મોતી બની ગઈ હતી.

જોકે દરેકનો વખત હોય છે એમ રૂપેરી પડદેથી અદ્રશ્ય થયેલી માલા સિન્હા જીવનની ૮૦થી વધુ વસંત જોઈ ચૂકી છે. તે છેલ્લીવાર ૨૦૧૩માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહમાં જાહેરમાં જોવા મળી હતી. એક નેપાળી નયન-નકશ ધરાવતી માલાની ખૂબી એ છે કે તેણે એ વખતના તમામ જાણીતા અને ઓછા જાણીતા હીરો સાથે કામ કરેલું છે. માલાની સરખામણી નરગિસ સાથે થતી હતી અને મીના કુમારી સાથે પણ થતી હતી. મધુબાલા અને એ પછીની પ્રખ્યાત હિરોઈનોની હાજરીમાં પણ માલાએ પોતાનો રસ્તો કંડારી લીધો હતો.

માલાનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૬ના રોજ એક ભારતીય ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો.  માલાસિન્હાના પિતા આલ્બર્ટ સિન્હા કોલકાતામાં સ્થાયી થયા હોવાથી માલાસિન્હાનો બાલ્ય કાળ કોલકાતામાં વિત્યો. મેટ્રિક સુધી અભ્યાસ કર્યા પછી બંગાળી ફ્લ્મિ ‘રોશનઆરા’માં સોળમા વર્ષે કામ કર્યું. પછી લગભગ ૧૭ જેટલી બંગાળી ફ્લ્મ્સિ પણ કરી.

નેપાળમાં જન્મેલી માલા સિન્હાની ખૂબસૂરતી અને એક્ટિંગનો જાદુ દર્શકો પર ખૂબ છવાયો. ‘જય વૈષ્ણો દેવી’, ‘શ્રીકૃષ્ણ લીલા’, ‘જોગ બિયોગ’ અને ‘ઢોલી’ જેવી બંગાળી ફ્લ્મ્સિ સાથે પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી લગભગ પાંચ દાયકા સુધી સિનેમા જગતમાં પોતાનો સિક્કો કાયમ રાખી શકી. ફ્લ્મિી કરિયર દરમિયાન તેણે દરેક પ્રકારના રોલ ભજવ્યાં અને ઘણી સુપરહિટ ફ્લ્મ્સિ પણ આપી.

માલા સિન્હાનો જન્મ ભલે નેપાળમાં થયો હોય, પણ તેના પિતા આલ્બર્ટ સિન્હા બંગાળી હતા. આ જ કારણે તેને લોકો નેપાળી-ભારતીય બાલા કહે છે. તેની મા નેપાળી હતી. માલા સિન્હાનું બાળપણનું નામ આલ્ડા છે, પણ જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેના મિત્રો તેને ડાલ્ડા કહીને હેરાન કરતાં હતાં. કંટાળીને તેની માએ તેનું નામ માલા રાખ્યું.

માલા સિન્હા મુંબઇ એક બંગાળી ફ્લ્મિ માટે આવી હતી. તેની મુલાકાત એ વખતની પ્રસિદ્ધ અભિનેત્રી ગીતા બાલી સાથે થઇ હતી અને તેને માલાની મુલાકાત ડિરેક્ટર કેદાર શર્મા સાથે કરાવી હતી. કેદાર શર્માએ માલાને તેમની ફ્લ્મિ ‘રંગીન રાતે’માં અભિનેત્રી તરીકે કામ આપ્યું હતું. એવું કહેવાય છે કે માલા સિન્હાને બોલિવૂડમાં કેદાર શર્માએ સ્થાપિત કરી.

૧૬ વર્ષની ઉંમરમાં તે આકાશવાળી કેન્દ્ર, કોલકાતા માટે ગીત ગાતી હતી. જોકે તેણે હિંદી ફ્લ્મિોમાં ગીતો નથી ગાયા, પણ અન્ય ભાષાઓમાં તેની ગાયકીનું પણ વિશેષ યોગદાન રહ્યું. જ્યારે માલા રેડિયો પર ગાતી હતી, ત્યારે કોઇએ તેને હિરોઇન બનવાની સલાહ આપી હતી. તે તેના પિતાએ લખેલો પત્ર લઇને મુંબઇ એક પ્રોડયૂસર પાસે પહોંચી હતી. તેણે માલાને કહ્યું હતું કે, ‘પહેલા અરીસામાં પોતાનો ચહેરો જુઓ, આવું બેડોળ નાક લઇને હિરોઇન બનવાનું સપનું જુએ છે.’ આ વાત માલા જીવનભર ન ભૂલી શકી.

માલા સિન્હાએ ઘણી શાનદાર ફ્લ્મ્સિ આપી અને આ ફ્લ્મ્સિ માટે ઘણો સંઘર્ષ પણ કર્યો, પણ ૧૯૫૭માં ગુરુદત્ત સાથે આવેલી તેની ફ્લ્મિ ‘પ્યાસા’એ તેને બોલિવૂડમાં હંમેશાં માટે સ્થાપિત કરી દીધી. ૧૯૫૭માં આવેલી ફ્લ્મિ ‘પ્યાસા’ની સ્ક્રિપ્ટ પહેલા મધુબાલા માટે લખવામાં આવી હતી, પણ તે માલા સિન્હાને મળી અને તેનું નસીબ બદલાઇ ગયું. શરૂઆતમાં ફિલ્મ ફ્લોપ થઈ હતી.પછી તે જામી ગઈ . માલાએ હિન્દી ફિલ્મ બાદશાહથી શરૂઆત કરી. પ્યાસા ફિલ્મથી કરિયર ઊંચકાયંુ ત્યારબાદ ઈસ રાત કી સુબા નહીથી તેનું કરિયર ટોચ ઉપર પહોંચ્યું હતું.

દરેક હિરો સાથે કામ કયુંર્. સંજોગ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કયુંર્ છે જ્યારે રાજ કપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર, ધર્મેન્દ્ર , જીતેન્દ્ર, રાજેશ ખન્ના, સુનીલ દત્ત, પ્રદીપ સાથે કામ કયંર્ુ છે. જહા આરા ફિલ્મમાં મીના કુમારીને ઓફર થઈ હતી પણ તેણે તે ફિલ્મ માલા સિન્હા માટે યોગ્ય છે તેમ કહીને ફિલ્મ ઠુકરાવી દીધી હતી અને ફિલ્મ માલાને મળી જેનાથી તેની ફિલ્મી કરિયરને ઓર વેગ મળ્યો હતો.

૧૯૬૬માં માલા સિન્હાએ નેપાલમાં નેપાલી ફિલ્મમાં કોસ્ટાર સીપી નીહાની સાથે લગ્ન કરી લીધા. પણ લગ્ન બાદ પણ તેણે અભિનય નહોતો છોડયો. માલા સિન્હાએ જીનત અમાન અને પરવીન બાબી પર એક કમેન્ટ કરી હતી, ‘તે અભિનેત્રી ઓછી અને મોડલ વધારે છે, મોડલ પાસે બતાવવા માટે માત્ર શરીર હોય છે.’ માલા પાસે દેખાવડી કાયા તો હતી, પણ તે વહીદા રહેમાન અને નૂતન જેવી એક્ટિંગ કરવામાં હંમેશાં ફ્ક્કિી રહી. માલા તેના પિતાથી ખૂબ ડરતી હતી. તે શૂટિંગ પરથી સાદા કપડાંમાં જ ઘરે પરત ફ્રતી હતી. તે ઘરે આવી પોતે જમવાનું બનાવતી હતી.

૭૦ના દાયકામાં ધીરેન્દ્ર કિશન ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય ફેટોગ્રાફ્ર હતા. તેની નામનાને લીધે ઈન્ડસ્ટ્રીમાં નવી એન્ટ્રી લેનાર દરેક લોકો ધીરેન્દ્ર પાસે જ ફેટોશૂટ કરાવતા હતા. તેઓએ માલા સિન્હા, સાધના, આશા પારેખ, શર્મિલા ટાગોર, રાખી, નંદા વગેરે જેવી લોકપ્રિય અભિનેત્રીઓના ફેટોશૂટ કર્યા હતાં.

ધીરેન્દ્રજીએ એક સમયે માલા સિન્હાનું ફેટોશૂટ કર્યું હતું અને તેના ૭૦૦ રૂપિયા બાકી હતાં. તેઓએ તેના બાકીના રૂપિયા લેવા માટે એક માણસને તેમના ઘરે મોકલ્યો હતો. જ્યારે તે તેમના ઘરે ગયો ત્યારે, ત્યાં ઘણી જ ભીડ હતી  ત્યાં ઈન્કમટેક્સનો દરોડો પડયો હતા. નવાઈની વાત એ છે કે, માલા સિન્હાના ઘરમાં ઈન્કમટેક્સવાળાઓને બાથરૂમની દીવાલમાંથી રૂપિયા ૧૨ લાખ રોકડાં મળ્યા હતા. તે સમયે આટલી રકમ ખૂબ મોટી હતી. આલ્બર્ટ આ રૂપિયાને જવા દેવા માંગતા નહોતા. તેઓએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પૂછયું હતું કે, આટલી બધી રકમ ઘરમાં ક્યાંથી આવી. જવાબમાં આલ્બર્ટે કહ્યું હતું કે, આ રૂપિયા તેની પુત્રીએ ફ્લ્મિોમાંથી કમાયા છે.

કોર્ટે માલા સિન્હાને કહ્યું હતું કે, આ રૂપિયાઓ એક જ શરતે પરત મળી શકે છે, જો તે લેખિતમાં સ્વીકાર કરે કે, આ રકમ તેણે વ્યક્તિગત રીતે ગણિકાના વ્યવસાયથી કમાઈ છે.

તે સમયે આટલી મોટી સ્ટારે આ વાત સ્વીકાર કરવી ઘણી જ મુશ્કેલ હતી. જોકે, માલા સિન્હા પણ પિતાની પોતે જેમ જ પૈસાને પ્રેમ કરતી હતી. તેથી જ માલા સિન્હાએ કોર્ટની વાત માની લીધી અને  માલા સિન્હાએ લેખિતમાં આપ્યું કે, આ પૈસા પ્રોસ્ટિટયૂશન દ્વારા મેળવ્યા છે.

[email protected]