such discrimination against TV actors rashmi desai said
  • Home
  • Featured
  • રશ્મિ દેસાઈનો ધમાકો: ટીવી કલાકારો સાથે જેવો ભેદભાવ થાય છે તેવો બીજે ક્યાંય નથી થતો

રશ્મિ દેસાઈનો ધમાકો: ટીવી કલાકારો સાથે જેવો ભેદભાવ થાય છે તેવો બીજે ક્યાંય નથી થતો

 | 4:36 pm IST

બિગબોસ-13થી જે અભિનેત્રી ભારે ચર્ચામાં આવી હતી એ રશ્મિ દેસાઈ હાલમાં એક વાતને લઈ વધારે ચર્ચામાં છે. ટીવી સ્ટાર્સ સાથે થતાં ભેદભાવ પર વાત કરીને આ અભિનેત્રીએ હાહાકાર મચાવી દીધો છે. રશ્મિના જણાવ્યા મુજબ ફેશન જગતમાં ટીવી કલાકારોને લઈને અનેક પ્રકારની પાબંદીઓ હોય છે. ટીવી કલાકારો માટે ફેશન જગતમાં બેડીઓ તૈયાર કરવામાં આવી છે જેને હવે તોડવાની જરૂર છે.

રશ્મિએ આગળ વાત કરી કે, ટીવી સ્ટાર્સ સાથે થનારો આટલો ભેદભાવ ખોટો છે. ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા ડિઝાઈનર છે જે ટીવી કલાકારોને પોતાનો ડ્રેસ આપવા નથી માગતાંથી અને કોઈને કોઈ બહાનું કાઢી ડ્રેસ આપવાનો ઈનકાર પણ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં ફિલ્મ નિર્માતા પણ છે જે ટીવી કલાકારોને પોતાની ફિલ્મમાં એટલા માટે સાઈન નથી કરતાં કેમ કે તેમને એવું લાગે છે કે આ સ્ટાર્સની ઘર-ઘરમાં અલગ અલગ છબી બની ગઈ છે અને તેને તોડવી મુશ્કેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન