આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, જ્યાં પણ જાય છે સાથે આવે અપાર સુખ-સમૃદ્ધી - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.1000 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, જ્યાં પણ જાય છે સાથે આવે અપાર સુખ-સમૃદ્ધી

આવી યુવતીઓ હોય છે ભાગ્યશાળી, જ્યાં પણ જાય છે સાથે આવે અપાર સુખ-સમૃદ્ધી

 | 4:06 pm IST

સમુદ્રશાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરુષોના અનેક શુભ અંગ વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે સમુદ્રશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ તેમજ પુરુષોના કેટલાક અંગો પરથી જાણી શકાય છે કે તે જીવનમાં કેટલા ભાગ્યશાળી અને સુખી થશે. આવા જ લક્ષણોનો ઉલ્લેખ ગરુડ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ મળે છે. આજે આપણે મહિલાઓના એવા લક્ષણો અંગે ચર્ચા કરશું જેનાથી તે ભાગ્યશાળી હોવાનું સ્પષ્ટ થાય છે.

– યુવતીઓના લાંબા અને રેશમી વાળ તેમની ભાગ્યવાન હોવાની નિશાની છે.
– લાંબા વાળ યુવતીઓ માટે સૌંદર્ય તેમજ શુભતાની નિશાની છે.
– યુવતીઓની લાંબી ગરદન પણ શુભ લક્ષણ માનવામાં આવે છે. આવી મહિલાઓ ઐશ્વર્ય ભોગવે છે.
– નાભિ મોટી અને ઊંડી હોય તો તે સ્ત્રી માટે સારું લક્ષણ માનવામાં આવે છે. આ સંકેત ધરાવતી સ્ત્રી જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવશે.
– માથું મોટું હોવું એ પણ શુભ લક્ષણ માનવામાં આવે છે.
– સ્ત્રીના લાંબા હાથ પણ સૌભાગ્ય અને સમૃદ્ધિના સૂચક છે.