see your palm have such heart line which gives Extra ordinary marriage life
  • Home
  • Astrology
  • હાથમાં આવી રેખા આપે છે ઉત્તમ દાંપત્યજીવન અને અગાધ પ્રેમ

હાથમાં આવી રેખા આપે છે ઉત્તમ દાંપત્યજીવન અને અગાધ પ્રેમ

 | 3:22 pm IST

માન્ય રીતે દરેક માતા પિતા ઈચ્છે છે કે તેની દીકરી ઉત્તમ દાંપત્યજીવન ભોગવે, તેને પતિનો એટલો પ્રેમ મળે કે જીવન ઓછું પડી જાય. જો કે ઘણી સ્ત્રીઓ આવું ઉત્તમ દાંપત્ય જીવન મેળવે છે. જ્યારે ઘણી સ્ત્રીઓને દાંપત્ય જીવનમાં વિસંવાદિતા અને પ્રેમની ઉણપ જોવા મળે છે. તમારું દાંપત્ય જીવન કેવું નિવડશે એ તમારે જાણવું હોય તો તમારા હાથની રેખા જ તે કહી દેશે. જો તમારી હથેળીમાં આવી રેખા હશે તો તમને એ બધું જ પ્રાપ્ત થશે જેની તમને ઝંખના છે. ઉત્તમ દાંપત્ય જીવન અને અગાધ પ્રેમ. તો ચાલો જાણીએ આવી રેખાઓ વિશે….

તમારે તમારા દાંપત્ય જીવન વિશે જાણવું હોય તો તમારે  તમારી હથેળીમાં રહેલી હૃદય રેખા અને ગુરુના પહાડ વિશે જાણવું પડે. તો ચાલો જાણીએ કેવી રેખાઓ આપે છે આ ઉત્તમ સુખ.

1. સૌથી મોટી અને મુખ્ય જરૂરિયાત એ છે કે હથેળીમાં ગુરુનો પહાડ ઉપસેલો, સુવિકસિત હોવો જોઈએ. એ ઉપરાંત હૃદય રેખા ગુરુના પહાડ પર જતી હોવી જોઈએ.

2. જો હૃદય રેખા ગુરુના પહાડ પર જતી હોય અને ગુરુના પહાડ પર ચોકડીનું નિશાન હોય તો પ્રેમલગ્ન થાય છે. પ્રેમલગ્નમાં ઉત્તમ દાંપત્ય જીવનની પ્રાપ્તિ થાય છે.

3. જો હૃદયની રેખા નાની હોય અને તે ફક્ત મધ્ય આંગળી સુધી પહોંચતી હોય તો દાંપત્ય જીવન સંપૂર્ણપણે સુખમય હોતું નથી. આવા વ્યક્તિઓ આત્મકેન્દ્રી, ક્રૂર અને ટૂંકી વિચારધારા ધરાવતા હોય છે. બીજાનું તેમના જીવનમાં સ્થાન હોતું  નથી. પછી તે પોતાની પત્ની કે પોતાનો પતિ જ કેમ ન હોય. આવા લોકો સુખની વંચિત રહી જાય છે.  

4.  જો તમારી હૃદય રેખા ખૂબ લાંબી છે અને હથેળીના સામા છેડા સુધી પહોંચતી હોય તો આવા વ્યક્તિ અતિ પ્રેમાળ અને સાવ સરળ હોય છે. જીવનમાં અતિ લોકચાહના મેળવે છે. દાંપત્ય જીવન અતિ સુખમય હોય છે. પતિપત્નીનો સાથ તેમને એક આદર્શ જોડું બનાવે છે. દાંપત્યજીવનની સુવાદિતાને કારણે આવા લોકો અનેક લોકોના તારણહાર બનીને પણ સામે આવે છે. આવા વ્યક્તિઓ જીવનમાં  શોર્ટકટ્સ પસંદ કરતાં નથી. સ્વભાવ પ્રેમાળ હોય છે. દરેક વાત પોતાના પાર્ટનરને કહે છે. અને પાર્ટનર પણ એવો મેળવે છે કે જે તેના દરેક કાર્ય કે નિર્ણયમાં સાથ આપે. બંને એક બીજા માટે ભારે માન સન્માન આદર અને ઉમદાપણું ધરાવતા હોય છે. ઉત્તમ સુખ ભોગવે છે. અને બીજા માટે ઘણું કરી જાય છે.

5. જો હૃદય રેખા ગુરુ પર્વત અને શનિ પર્વતની મધ્યમાં સમાપ્ત થાય તો તમારા જીવનમાં સાચા પ્રેમની પ્રાપ્તિ થાય છે. તમને અતિ પ્રેમ મળે છે. તમને જીવનમાં એટલો પ્રેમ મળે છે કે તમને બીજા કોઈના પ્રેમની ઝંખના નહિ રહે. આવા વ્યક્તિને પરિવારમાંથી અને પતિ કે પત્ની તરફથી અતિ પ્રેમ મળે છે. સુખ ભોગવે છે.

6. જો તમારી હૃદય રેખા અંતમાં જઈને બે ભાગમાં વિભાજિત થઇ જાય છે અને જો તે સહેજ વળાંક લઇ નીચે વળે તો આવા વ્યક્તિઓ સંબંધો માટે બધી રીતે કુરબાન થતા અચકાતાં નથી.  

7. જો તમારી હૃદયરેખા અંતમાં જઈને બે ફાંટ પડતી હોય અને તે માંથી એક રેખા સીધી અને બીજી ઉપર તરફ વળતી હોય તો આવી વ્યક્તિ પ્રેમ માટે હમેંશા કઈં પણ કરી છૂટવા તૈયાર હોય છે આમછતાં આવા લોકોને પ્રેમના નામે બેવકૂફ બનાવી શકાતા નથી. તેઓ પ્રેમ આપે છે અને મેળવે છે. જીવનમાં ઉચ્ચતાને પ્રાપ્ત કરે છે. સમાજમાં અનેકના જીવનને યોગ્ય દિશાને વાળવા માટે શક્તિમાન હોય છે. આવા લોકો પ્રેમાળ હોવા છતાં અતિ બુદ્ધિશાળી હોય છે. જીવનમાં ભારે સુમેળ અને તાલમેળ સાથે આગળ વધે છે.

8. તમારી હૃદયરેખાની આગળ મોરપિંછ જેવું નિશાન થતું હોય તો આવા વ્યક્તિ ખુબજ આગળ પડતી, સમાજમાં મોભાદાર અને પાંચમાં પુછવા યોગ્ય હોય છે. આવા વ્યક્તિઓને એ માન સન્માન મળે છે કે અનેક લોકોને તેમની ઈર્ષ્યા આવે છે. આવા લોકો જ્યાં જાય ત્યાં લોકોનું કલ્યાણ કરતાં રહે છે. અને અતિ સન્માનિત માનવામાં આવે છે. આ લોકો સારી એવી નામના મેળવતી હોય છે.

9. ગુરુના પહાડ પર મોરપીંછ જેવું નિશાન હોય અને તે હૃદયરેખા સાથે જોડાયેલું હોય તો વ્યક્તિ દિવ્યતાથી ભરેલી હોય છે. એનો પ્રેમ પણ દિવ્ય હોય છે. આવી વ્યક્તિ અનેક લોકોને નિઃસ્વાર્થ પ્રેમ કરીને કોઈ પણ અપેક્ષા વગર કઈંક કરી છૂટવાની ભાવના રાખતી હોય છે. આવી વ્યક્તિ ઉચ્ચ જીવન વિતાવે છે. અનેક લોકો માટે ઈશ્વરીય દૂત સમાન હોય છે. અનેક લોકોની જિંદગીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આવા વ્યક્તિઓની કુંડળીમાં પંચમહાપુરુષયોગ થયો હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન