If you do not have child then check your horoscope, is there this yoga?
  • Home
  • Astrology
  • જો કુંડળીમાં હોય આવા યોગ થાય ઉત્તમ સંતાનની પ્રાપ્તિ

જો કુંડળીમાં હોય આવા યોગ થાય ઉત્તમ સંતાનની પ્રાપ્તિ

 | 10:05 pm IST

વ્યક્તિની કુંડળી એ વ્યક્તિના જીવનનો અરીસો છે. કુંડળીમાં જો સમય સાચો હોય તો તેના પરથી જીવનના અનેક રહસ્યોનો તાગ મેળવવામાં આવે છે. તેમાંથી એક સંતાન યોગ પણ છે. જેના પરથી જાણી શકાય કે સંતાન કેવું હશે. કુંડળીના પાંચમા ભાવ પરથી સંતાનના જીવન સંબંધિત ખાસ વાતોની જાણકારી મળે છે. તેના આધારે જાણી શકાય કે વ્યક્તિનું સંતાન કેવું હશે.

કુંડળીના પાંચમા ભાવમાં ગુરુ, શુક્ર અથવા બુધ શુભ સ્થિતિમાં હોય તો દંપતીને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. કુંડળીમાં જો શુક્લ પક્ષનો ચંદ્ર સ્વરાશિ, મિત્ર રાશિ ઉચ્ચ રાશિ અથવા નવાંશમાં બળવાન બનીને શુભ અવસ્થામાં હોય ત્યારે પણ સંતાન પ્રાપ્ત થાય છે. જો કોઈની કુંડળીમાં શુભ ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિ પંચમ ભાવના સ્વામી પર પડતી હોય તો તેને પણ ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે.

જો ચંદ્રમા પંચમેશ હોય એટલે કે પંચમ ભાવનો સ્વામી હોય અને તે દ્વાદશ હોય તો સંતાન ઉત્પત્તિમાં સમસ્યા આવે છે. જો પંચમ ભાવમાં ચંદ્ર કેતુથી દ્રષ્ટ હોય તો ગર્ભાધાનમાં સમસ્યા આવે છે.

જો ગુરુને અને પાંચમા સ્થાનના માલિકને કોઈ સંબંધ ન થતો પણ પાંચમા સ્થાનનો માલિક કુંટુંબ સ્થાનને જોતો હોય તો દત્તક સંતાન પ્રાપ્તિ થાય છે.