Such underwear should be worn during a workout UTI Infection
  • Home
  • Featured
  • વર્કઆઉટ દરમિયાન પહેરવા જોઇએ આવા અંડરવેઅર, નહીંતર થઇ શકે છે ઇન્ફેક્શન

વર્કઆઉટ દરમિયાન પહેરવા જોઇએ આવા અંડરવેઅર, નહીંતર થઇ શકે છે ઇન્ફેક્શન

 | 4:30 pm IST

જેટલું જરૂરી છે આપણા માટે યોગ્ય વર્કઆઉટ સ્ટાઇલ પસંદ કરવી. જેનાથી તમને વધારેમાં વધારે ફાયદો મળી શકે. એટલું જ નહીં વર્કઆઉટ દરમિયાના સારા અને કંફર્ટેબલ કપડા પહેરવા જોઇએ જેથી તમને વર્કઆઉટ કરતા સમયે કોઇપણ પ્રકારની અસુવિધાનો અનુભવ ન થાય. આજ કારણ છે કે તમારે કોઇપણ પ્રકારના ઢીલા કે મેલા કપડા પહેરીને વર્કઆઉટ ન કરવું જોઇએ કારણકે કેલરી બર્ન કરવા માટે તમને ઘણી હદ સુધી મોટિવેશનની જરૂરત હોય છે. જે તામરા કપડાથી તમને મળે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે વર્કઆઉટ દરમ્યાન તમારા કપડાની સાથે-સાથે તમારા અંડરવેર પર પણ વધારે ધ્યાન રાખવું જોઇએ. જો તમે વર્કઆઉટ દરમિયાન કોઇ એવા અંડરવેર પહેરી રાખ્યા છે જેનાથી તમે કંફર્ટેબલ ફીલ કરી રહ્યા નથી તો ન માત્ર તમારા વર્કઆઉટનો પૂરો ફાયદો ઉઠાવી શકો પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી શકે છે. આ મહિલાઓ અને પુરૂષો બન્ને માટે સમાન રીતે કામ કરે છે.

વર્કઆઉટ દરમિયાન વધારે પ્રમાણમાં પરસેવો નીકળે છે જે બાદ પરસેવો શરીર પર અને આપણા કપડા પર જામી જાય છે. જેનાથી જીવાણુ વિક્સિત થવાનો ખતરો રહે છે અને ખંજવાળ આવવાની ફરિયાજ પણ થઇ શકે છે. જોકે તમે એવા કપડા પહેરી રહ્યા છો જે બ્રીદેબલ છે એટલે કે જ્યાથી હવા નીકળવાની જગ્યા હોય ત્યા પરસેવાની સમસ્યા વધારે પરેશાન કરી શકે છે. પરંતુ પરસેવો અને જીવાણું શરીરના લેયર્સ એટલે સાંધા વાળા ભાગમાં લાંબા સમય સુધી રહી જાય તો ઇન્ફેક્શન અને યુટીઆઇ થવાનો ખતરો રહે છે.

આ વાતોનું રાખો ધ્યાન

– રનિંગ કરી રહ્યા છો, યોગ કરી રહ્યા છો કે પથી જિમમાં પરસેવો પાડી રહ્યા છો તો તમારા રેગ્યુલર કપડાને વર્કઆઉટના કપડાથી અલગ રાખો.
– કઇક એવું પહેરો જે બ્રીદેબલ હોય એટલે જેમા હવા અવર-જવર કરી શકે.
– વર્કઆઉટ કર્યા બાદ સ્નાન કરવાનું ન ભૂલો.
– લાઇટ યોગ કે હળવી એક્સર્સાઇઝ માટે કોટન કપડા પહેરી શકો છો.
– વર્કઆઉટ માટે પૉલિસ્ટર કે નાયલોનના કપડા બેસ્ટ છે કારણકે તે ભેજથી તમને બચાવે છે.
– આજ નિયમ અંડરવેઅર પર પણ લાગૂ થાય છે.
– સિંથેટિક ફેબ્રિકથી બનેલા એન્ટિમાઇક્રોબિયલ ક્વૉલિટીના અંડરવેઅરનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન