દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો, આખો દિવસ વાદળા છવાયા - Sandesh
  • Home
  • Gujarat
  • દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો, આખો દિવસ વાદળા છવાયા

દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો, આખો દિવસ વાદળા છવાયા

 | 8:01 pm IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રટના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આજે પલ્ટો આવતા એકાએક વાદળ છવાયા હતા. દિવસભર તડકાંની વચ્ચે વાદળની સૂર્ય સાથે સંતાકુકડી ચાલુ રહેતા વાતાવરણમાં બફારો છવાયો હતો. જેને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જો કો, વાતાવરણની આ બદલાયેલી પરિસ્થિતિને કારણે રાત્રિના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. મહત્વનું છે કે, સુરતમાં ઠંડી ગાયબ થઈ જતાં આજે પારો ૩૨.૬ અને ૨૨.૦ ડિગ્રી નોંધાયો હતો. જેમાં દિવસનો પારો સામાન્યથી બે ડિગ્રી અને રાત્રિનું લધુતમ તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી ઊંચુ નોંધાયું છે. જયારે આજે ભેજનું પ્રમાણ ગઈકાલની સરખામણીમાં વધીને ૪૭ ટકા જેટલું ઊંચુ અને પવન ઉતર પૂર્વનો પ્રતિ કલાક પાંચ કિલો મીટરની ઝડપનો નોધાયો હતો.

વાસ્તવમાં સમગ્ર ભારતીય ઉપખંડમાં જમીની પવનનો મારો શરૃ થતાં હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું છે પરંતુ આ સંજોગોમાં આગામી બે દિવસ સુધી ઠંડીની માત્રામાં ઘટાડો થવાની શકયતા છે. ખાસ કરીને સમગ્ર રાજયમાં પતંગ રસિયાઓને આવતી કાલ શનિવાર અને રવિવારે ઉત્તરાયણના દિવસે ઉતર પૂર્વના પવન મળી રહેશ અને તેની ઝડપ ચારથી છ કિલોમીટરની રહેવાની સંભાવના છે. આમ છતાં બપોર બાદ પવનની દિશામાં આશિંક ફેરફાર થવાની સાથે થોડો તડકો પણ નીકળવાની સંભાવના છે.

સુરતની સાથે વલસાડમાંથી પણ ઠંડી ગાયબ થઈ જતાં તાપમાન આજે મહત્તમ ૩૩.૦ અને ન્યૂનતમ ૧૮.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે બંને સામાન્ય કરતા ત્રણ ત્રણ ડિગ્રી વધારે છે. આમ છતાં સુરતમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યે પારો ૨૯.૦ ડિગ્રી નોંધાતા રાત્રિ દરમિયાન ર્બિડગ્રીના ઘટાડાનું અનુમાન છે. જે ઉત્તરાયણને દિવસે પણ જળવાયેલું રહેવાની શકયતા છે.

જામનગરમાં આખો દિવસ સુર્યનારાયણના દર્શન થયા નહીં
જામનગર શહેર જીલ્લાના વાતાવરણમાં આજ સવારથી પલ્ટો આવી જતાં સુર્યનારાયણના દર્શન થયા ન હતાં. જેને કારણે દિવસ પણ ઠંડી ભર્યો રહેવા પામ્યો હતો. જીલ્લામાં પુરા થતાં ર૪ કલાકમાં મહતમ તાપમાન ૩૦.૬ ડીગ્રી, ન્યુનતમ તાપમાન ૧૬.૮ ડીગ્રી રહેતાં લોકો ઘણા દિવસે સ્વેટર મુક્ત રહી શક્યા હતાં. જો કે, પવનની ગતિ રપ કિ.મી. સુધીની થવા પામતાં લોકોને શુક્રવારે ફરી ડબલ પહેરવાની જરૃર પડી હતી.