17 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ ગુમાવ્યો હતો પગ, ડાન્સનાં ઝનૂનથી પહોંચી આ મંઝિલે - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • 17 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ ગુમાવ્યો હતો પગ, ડાન્સનાં ઝનૂનથી પહોંચી આ મંઝિલે

17 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ ગુમાવ્યો હતો પગ, ડાન્સનાં ઝનૂનથી પહોંચી આ મંઝિલે

 | 7:39 pm IST

ટીવી અને ફિલ્મ અભિનેત્રી સુધા ચંદ્રન ટ્રાઇબલ કમ્યુનિટિ બેસ્ડ ફિલ્મ ‘ક્રિના’માં જોવા મળશે. બહુ ઓછા લોકો જાણે છે કે સુધાએ પોતાનાં એક્ટિંગ કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘મયૂરી’થી કરી હતી જે તેમના જ જીવન પર આધારિત છે. ત્યારબાદ આ ફિલ્મ તમિલ, મલયાલમમાં ડબ થઇ અને તેની હિન્દી રીમેક ‘નાચે મયૂરી’ બની. આ ફિલ્મમાં પણ સુધાએ જ કામ કર્યું હતું. 17 વર્ષની ઉંમરે એક અકસ્માતને કારણે સુધાનો પગ કાપવો પડ્યો હતો, ત્યારબાદ સુધાનું ડાન્સિંગ કેરિયર સંકટમાં પડ્યુ હતું. સુધાએ નકલી પગ દ્વારા તૈયારી કરી હતી અને ફિલ્મ તેમજ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. તેમની આ હિંમતને કારણે તેમના પર ફિલ્મ બની હતી.

સુધાએ 3 વર્ષની ઉંમરે ભરતનાટ્યમ શિખવાનું શરૂ કર્યું હતું. તે રોજ સવારે સ્કૂલ જતા, પછી ડાન્સ સ્કૂલ જતા અને રાત્રે 9:30 વાગ્યે ઘરે પહોંચતા. તેઓ 10માં ધોરણમાં 80% સાથે ક્લાસમાં ટોપર્સ હતા. તેમણે સાયન્સની જગ્યાએ આર્ટ્સ પસંદ કર્યું જેથી ડાન્સ ચાલુ રહી શકે.

એકવાર તેઓ બસમાં જઇ રહ્યા હતા ત્યારે બસનો એક્સિડન્ટ થયો. આ એક્સિડન્ટમાં તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. બધા જ પેસેન્જરમાંથી સૌથી ઓછુ તેમને વાગ્યું હતું. થોડાક સમય પછી ઘા પર ગેંગ્રેઇન થયું હતું અને આ કારણે તેમના પગનો પંજો અલગ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમની ઉંમર ફક્ત 17 વર્ષની હતી.

સુધાએ ફરી ચાલવાનું શરૂ કર્યું. વ્યવસ્થિત ચાલતા તેમને 4 મહિના લાગ્યા. થોડા સમય પછી સુધાએ ફરી ડાન્સ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેમને સેંટ ઝેવિયર્સમાં પરફોર્મ કરવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેઓ સ્ટેજ પર જતા પહેલા ઘણાં ઘભરાયેલા હતા. જો કે પરફોર્મન્સ ઘણું સારું રહ્યું અને તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

પરફોર્મન્સ પછી પિતાએ સુધાનાં ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે, “હું સરસ્વતીનાં ચરણ સ્પર્શ કરી રહ્યો છું. તે અશક્યને શક્ય કરી દીધું.”

સુધા ‘નાગિન’, ‘બહુરાનિયા’, ‘હમારી બહુ તુલસી’, ‘ચંદ્રકાન્તા’, ‘જાને ભી દો યારો’, ‘કભી ઇધર કભી ઉધર’, ‘ચશ્મે બદ્દુર’, ‘અંતરાલ’, ‘કૈસે કહું’ અને ‘શાસ્ત્રી સિસ્ટર’ જેવા શૉમાં કામ કરી ચુક્યા છે. તેમણે ‘નાચે મયૂરી’, ‘શોલા ઔર શબનમ’, ‘અંજામ’, ‘હમ આપકે દિલ મે રહતે હૈ’ અને ‘માલામાલ વીકલી’ જેવી ફિલ્મોમાં તેમજ ઘણી સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.