suhana birthday special shah rukh clashed with staff in wankhede stadium
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાન સુહાના માટે સ્ટેડિયમના કર્મીઓ પર થયો લાલચોળ, પાછળથી ભોગવ્યું મોટું નુકસાન

શાહરૂખ ખાન સુહાના માટે સ્ટેડિયમના કર્મીઓ પર થયો લાલચોળ, પાછળથી ભોગવ્યું મોટું નુકસાન

 | 11:58 am IST

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજે પોતાનો 20મો જન્મદિવસ ઉજવી રહી છે. 2000ની સાલમાં 22 મેના રોજ સહુાનાનો જન્મ થયો હતો. શાહરૂખ ખુદ પણ કહી ચૂક્યો છે કે, તે સુહાનાના ખુબ પ્રેમ કરે છે. સુહાના સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ છે. ભલે તે ફિલ્મમાં નથી આવી પણ સેલેબ્રિટીથી તે કંઈ ઓછી નથી.

શાહરૂખ તેની દીકરીને એટલો પ્રેમ કરે છે કે તેની સેફ્ટી વિશે થોડું પણ આમતેમ ન ચલાવી લે. પછી ભલે તેને ગમે તેટલું નુકસાન ભોગવવું પડે. વર્ષ 2012ની એક ઘટના આ વાતનો પુરો પુરાવો છે. ત્યારે શાહરૂખ ખાન સુહાના માટે વાનખેડે સ્ટેડિયમના કર્મચારી સામે ઝઘડી પડ્યો હતો.

આ ઘટના બાદ શાહરુખે કહ્યું હતું કે, ત્યાં મેદાનમાં હાજર કોઈ સુરક્ષાકર્મીઓ સુહાના સાથે ગેર વર્તન કર્યું હતું, જેના કારણે તેણે આ બધું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ લડતના કારણે શાહરૂખને પણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, શાહરૂખે સોશિયલ મીડિયા પર પણ સુહાનાને ટ્રોલ કરનારા લોકોને ઘણી વખત પ્રતિક્રિયા આપી છે.

આ વીડિયો પણ જુઓ: અમરેલી જિલ્લામાં તીડનું આક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન