Suhana Khan Unseen and Glamorous Photos on Her Birthday
  • Home
  • Featured
  • Birthday Special: જુઓ શાહરુખની દીકરી સુહાનાની ક્યારેય ના જોવાયેલી તસવીરો

Birthday Special: જુઓ શાહરુખની દીકરી સુહાનાની ક્યારેય ના જોવાયેલી તસવીરો

 | 2:05 pm IST

બોલિવૂડના ‘બાદશાહ’ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આજે એટલે કે 22મી મેના રોજ તેનો 19મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલિવૂડના સુપરસ્ટારની દીકરી સુહાના ખાનની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર કોઈ સ્ટારથી ઓછી નથી. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ખૂબ વાયરલ થયા છે.

તમને જણાવી દઈએ કે સુહાના ખાન હાલ લંડનમાં અભ્યાસ કરી રહી છે પરંતુ તેના બોલિવૂડ ડેબ્યૂને લઈ ઘણા સમયથી ચર્ચા છે. કારણ કે તાજેતરમાં કેટલાક સ્ટાર્સકિડ્સે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેથી ઘણા ફેન્સમાં ઉત્સુક્તા જોવા મળે છે કે સુહાના ક્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ વિશે જ્યારે શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે,‘સુહાના તેના કરિયરને લઈ એકદમ ક્લિયર છે. તેને એક્ટ્રેસ બનવું છે. હાલ તે તેના અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. તેના પછી એક્ટિંગ કોર્સ કરશે. જેમાં બે-ત્રણ વર્ષનો સમય લાગશે.’ રિપોર્ટ મુજબ સુહાના તેના ભાઈ આર્યન અને અબરામની ખૂબજ નજીક છે. સોશિયલ મીડિયા પર બન્ને ભાઈઓ સાથે તેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. સુહાના સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન