Suhana Khan wants to date this singer, knowing name of Shah Rukh will
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ સિંગરને ડેટ કરવા માંગે છે સુહાના ખાન, નામ જાણીને શાહરૂખના ઉડી જશે હોશ

આ સિંગરને ડેટ કરવા માંગે છે સુહાના ખાન, નામ જાણીને શાહરૂખના ઉડી જશે હોશ

 | 10:48 am IST

બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર કિડ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન હાલ લંડનમાં તેની એક્ટિંગનો અભ્યાસ પુરો કરી રહી છે. જ્યાંથી તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એવામાં હવે ખબર આવી રહી છે કે તે ખૂબ જલદી તેનો અભ્યાસ પૂરો કરી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. હાલમાં શાહરૂખની જેમ સુહાનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન દરમિયાન આ અંગે જણાવ્યું હતુ કે તે કોને ડેટ કરવા માંગે છે.

ઇન્સ્ટાગ્રામ પર હાલમાં સુહાનાએ જણાવ્યું કે તે કોરિયન પૉપ સિંગર Kim Jun-Myeonને ડેટ કરવા માંગે છે તમને જણાવી દઇએ કે આ સિંગરને સુહૂના નામથી ઓળખવામાં આવે છે. સુહાનાએ સિંગરની ફોટો શેર કરતા આ વાત કહી હતી. હાલમાં શાહરૂખ ખાને સુહાના અંગે ફિલ્મ ફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સુહાનાએ થોડાક વર્ષ ટ્રેનિંગની જરૂર છે.

હાલ સુહાના તેના ફિટનેસને લઇને પણ ખૂબ ધ્યાન આપી રહી છે. સુહાના તેના આઉટફિટને લઇને ખૂબ પ્રખ્યાત છે. સુહાના મિત્રો સાથે આઉટિંગ કરતા ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે બોલીવુડમાં તે ક્યારે નજરે પડે છે.