Suhrita Das to Rhea Chakraborty: Every time you came to seek mahesh bhatt
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરતી મહિલાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- રિયા હંમેશા ભટ્ટ સાહેબ પાસે….

મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરતી મહિલાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- રિયા હંમેશા ભટ્ટ સાહેબ પાસે….

 | 10:39 pm IST

હાલમાં સુશાંતની આત્મહત્યા મુદ્દે આખું ગામ ગુસ્સે છે. એવામાં અલગ અલગ તર્કો અને વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે એક નવો ખુલાસો થયો છે. મહેશ ભટ્ટની ઓફિસમાં કામ કરતી સુહતા દાસે આ ખુલાસો કર્યો છે. સુહતાની એક ફેસબુક પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે એવો ખુલાસો કર્યો છે કે સુશાંત મામલે કોઈ પણ વાત હોય ત્યારે રિયા ચક્રવર્તી હંમેશાં મહેશ ભટ્ટની સલાહ લેતી હતી.

સુહતા દાસે પોસ્ટમાં લખ્યું છે કે “ પ્રિય રિયા, દુનિયા સુશાંતને લઈને શોક વ્યક્ત કરી રહી છે. આવા સમયે તને મજબૂત બનાવવા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ. સુશાંતને સપોર્ટ આપવા અને તેને સાજા કરવાના તારા પ્રયાસો મે જોયા છે. એક મા અને એક નાગરિકના રૂપમાં મારું કર્તવ્ય છે કે, હું લોકોને ફરી એકવાર યાદ અપાવું કે ક્લિનિકલ ડિપ્રેશન વિનાશકારી છે. વિજ્ઞાન જગતમાં તેનો કોઈ ઉપાય નથી. દર વખતે તું જયારે ભટ્ટ સાહેબ પાસે સલાહ લેવા આવતી કે ફોન પર વાત કરતી ત્યારે તે વાતની હું પણણ સાક્ષી છું.

આગળ વાત કરી કે, સુશાંતના ધાબાની એ રાતને ભૂલવી મુશ્કેલ છે જયારે એવું મહેસુસ થતું હતું કે, તે સાજો થઇ રહ્યો છે. પણ હકીકતમાં એ આપણાથી દૂર જતો હતો. મહેશ સરે આ જોઈ લીધું હતું અને આ જ કારણ હતું કે તેમણે રિયાને ચેતવી દીધી હતી કે આનાથી તું દૂર જતી રહે. તે સુશાંત માટે ઘણું બધું કર્યું છે. લવ યુ માય જલેબી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન