Suhsant Singh Rajput Singing Song About Lord Shiva
  • Home
  • Featured
  • ભગવાન શંકરની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો સુશાંત સિંહ રાજપૂત, જૂનો વિડીયો વાયરલ

ભગવાન શંકરની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યો સુશાંત સિંહ રાજપૂત, જૂનો વિડીયો વાયરલ

 | 11:26 am IST

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 2 અઠવાડિયા થઈ ચુક્યા છે. ફક્ત 34 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ચુકેલા એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં સતત જૂના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા છે અને હજુ સુધી વિશ્વાસ નથી થતો કે આવો હોનહાર અભિનેતા આત્મહત્યા કરી શકે. અનેક લોકોનું માનવું છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી અને તેને ન્યાય અપાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે.

આ દરમિયાન સુશાંતનો એક જૂનો વિડીયો ચર્ચામાં છે. આ વિડીયોમાં ‘કેદારનાથ’ એક્ટર ભગવાન ભોલેનાથની ભક્તિ કરતો જોવા મળી રહ્યો છે અને સાથે જ પોતાની ફિલ્મનું સૉન્ગ ‘મહાદેવ શંભૂ’ ઊંડી ભાવનાથી ગાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ફક્ત અભિનેતા જ નહોતો, પરંતુ તેને અનેક ચીજો આવડતી હતી. તેણે પોતાના 50 સપના લખ્યા હતા અને તેને એક પછી એક પુરા પણ કરી રહ્યો હતો. અશક્ય લાગતી વસ્તુઓને પણ સુશાંત પોતાની ધગશ અને ઇચ્છાશક્તિનાં કારણે કરી શકતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન