NIFTY 9,415.10 +28.95  |  SENSEX 30,474.93 +109.68  |  USD 64.9150 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • `જીવન’ આપનારીઓ વહેલાં ટૂંકાવે છે `જીવન’

`જીવન’ આપનારીઓ વહેલાં ટૂંકાવે છે `જીવન’

 | 11:03 am IST

બ્રિટનમાં સત્તાવાર સમીક્ષકોએ ચેતવણી આપી છે કે અન્ય મહિલાઓને મુકાબલે નર્સ દ્વારા આત્મહત્યા થવાની શક્યતા વધુ હોય છે. નેશનલ સ્ટેટેસ્ટિક કાર્યાલય દ્વારા કાઢવામાં આવેલાં તારણ સૂચવે છે કે તબીબો કે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલાં અન્ય લોકો કરતાં નર્સ પર માનસિક દબાણ વધુ હોય છે. વ્યવસાય અને કામગીરીના આધારે આત્મહત્યાની સૌથી વધુ શક્યતા વિશે થયેલી સમીક્ષા મુજબ ઓછું વેતન પ્રાપ્ત કરનાર કે ઓછું કૌશલ્ય ધરાવતા કામદાર દ્વારા આત્મહત્યા થવાની શક્યતા સૌથી વધુ રહે છે.

સમીક્ષામાં એ મુદ્દે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કૌશલ્યપ્રાપ્ત બાંધકામકામદારો, ખેતકામદારો અને સર્જશીલ કે મીડિયામાં કામ કરતી મહિલાના કિસ્સામાં આત્મહત્યાની સંભાવના સરેરાશ કરતાં વધુ રહે છે. સમીક્ષામાં એમ પણ કહેવાયું છે કે તબીબીક્ષેત્રના પુરુષ કામદારો અને ખેડૂતોના કિસ્સામાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.

વ્યક્તિના વ્યવસાય અને આત્મહત્યાની શક્યતા પર પ્રકાશ ફેંકતાં નેશનલ સ્ટેટિસ્ટિક કાર્યાલય દ્વારા પહેલીવાર જ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ સમીક્ષાની મદદથી આત્મહત્યાનાં કારણો પર સહેલાઇથી પ્રકાશ પડે છે.

સમીક્ષાઅહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2011થી 2015 દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 20થી 64 વર્ષનાં લોકોમાં 18,998 લોકોએ હત્યા કરી હતી. આત્મહત્યાના પ્રત્યેક દશમાંથી સાત કિસ્સામાં વ્યક્તિના વ્યવસાય અંગેની પણ નોંધ હતી.

વ્યક્તિના વ્યવસાય અને આત્મહત્યાનાં કારણ વચ્ચેના સંબંધ વિષે સમજાવતાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય દબાણ અને કામનો પ્રકાર પણ આત્મહત્યા માટે જવાબદાર હોય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં મહિલા દ્વારા થતી આત્મહત્યાની સરેરાશના મુકાબલે આરોગ્ય મહિલાકર્મીમાં આત્મહત્યાનું પ્રમાણ 23 ટકા ઊંચું જોવા મળે છે. 1990ના દાયકામાં વળી પુરુષ તબીબો અને ડેન્ટિસ્ટના કિસ્સામાં આત્મહત્યાનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ હવે પુરુષ દ્વારા થતી આત્મહત્યાની સરેરાશને મુકાબલે પુરુષ તબીબ દ્વારા થતી આત્મહત્યાનાં પ્રમાણમાં 16 ટકા જોખમ ઘટયું છે.

નર્સ વિવિધ ઔષધોથી પરિચિત હોવાથી નર્સ દ્વારા થતી આત્મહત્યાના મોટાભાગના કિસ્સામાં ઝેરનો ઉપયોગ થતો હોય છે. માનસિક રીતે બીમાર થતાં નર્સમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

અહેવાલમાં એમ પણ કહ્યું કે મેનેજર, ચીફ એક્ઝિક્યુટિવ કે વરિષ્ઠ અધિકારીપદે ફરજ બજાવતાં ઉચ્ચો કૌશલ્યપ્રાપ્ત લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી ઓછું નોંધાયું છે.

++++++++++

1