NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • Facebook પર લાઈવ આત્મહત્યાઓ રોકવા માટે લેવાશે આ મોટું પગલું

Facebook પર લાઈવ આત્મહત્યાઓ રોકવા માટે લેવાશે આ મોટું પગલું

 | 1:32 pm IST

છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, જેમાં ફેસબુક પર લાઈવ બ્રોડકાસ્ટ થયા છે. આ પ્રકારના કોન્ટેટથી પોતાના યુઝર્સને બચાવવા માટે ફેસબુકે હવે પોતાની રિવ્યૂ ટીમમાં 3000 લોકોની ભરતી કરવાની જાહેરાત કરી છે.

ફેસબુકની આ ટીમ બાળકો સાથે જોડાયેલી પીડાની પોસ્ટ અને પોતાને નુકશાન પહોંચાડનારા વીડિયો પર નજર રાખશે. ફેસબુકની રિવ્યૂ ટીમ આ મુદ્દા પર લો ઈન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને કામ કરશે. કંપનીનાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ફેસબુક પર લાઈવ કે પછી વીડિયોના માધ્યમથી એવી એવી બાબતો સામે આવી છે કે જેમાં લોકો પોતાને કે બીજાને નુકશાન પહોંચાડે છે. આ જોવું બહુ જ તકલીફદાયક લાગે છે.

પોતાના ફેસબુક પ્રોફાઈલ પર તેમણે લખ્યું કે, કંપની નવા ટૂલ બનાવશે, જેથી વાંધાજનક કન્ટેન્ટ પર જલ્દી કાર્યવાહી કરી શકાય. અમારી રિવ્યુ ટીમમાં પહેલા જ 4500 લોકો છે અને આવતા વર્ષ સુધીમાં નવા 3000 લોકો તેમાં જોડાશે. અણને દર અઠવાડિયે લાખો ફરિયાદો મળે છે, જેને પહોંચી વળવા માટે હવે અમે તેજ ગતિથી કામ કરીશું. અમે લોકો કમ્યુનિટી અને લો ઈન્ફોર્સમેન્ટની સાથે કામ કરતા રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફેસબુક પર લાઈવ વીડિયોના માધ્યમથી અનેક હત્યા તેમજ આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. એપ્રિલમાં એક સ્ટુડન્ટે મુંબઈની એક હોટલા 19મા ફ્લોરથી છલાંગ લગાવી તેની કેટલીક મિનીટ પહેલા ફેસબુક લાઈવ કર્યું હતુ. ત્યા યુએસ અને થાઈલેન્ડમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ફેસબુકે આ બાબતને ગંભીરતાપૂર્વક લેતા તને દૂર કરવા માટે મોટાપાયે તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે.