IAF Sukhoi Su-30MKIs Escort Rafale Jets as the jets move towards Ambala Airbase
  • Home
  • Videos
  • Featured Videos
  • 2 સુખોઈએ રાફેલને કર્યા એસ્કોર્ટ, હવામાં જ સર્જાયો અદભુત નજારો, દુનિયાને સ્પષ્ટ સંદેશ : Video

2 સુખોઈએ રાફેલને કર્યા એસ્કોર્ટ, હવામાં જ સર્જાયો અદભુત નજારો, દુનિયાને સ્પષ્ટ સંદેશ : Video

 | 3:00 pm IST

ભારતીય વાયુસેનાના આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ ભારત પહોંચી રહ્યાં છે. UAEથી ઉડાણ ભર્યા બાદ જ્યારે પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ વિમાનો હાલ મુંબઈ એરસ્પેસ પાર કરી લીધો છે.

ભારતીય વાયુસેનામાં પ્રવેશ કરતાની સાથે જ રાફેલ વિમાનોનું ભારતીય નૌકાદળના INS કોલકાતાએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ બે સુખોઈ યુદ્ધ વિમાનોએ પાંચેય રાફેલને એસ્કોર્ટ કર્યા હતાં. આગળ પાંચ રાફેલ અને તેની પાછળ બે સુખોઈ યુદ્ધ વિમાનો જાણે દુનિયા આખીને ભારતની અદમ્ય તાકાતનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યાં હતાં. તમામ વિમાનો વિક્ટરી સાઈનમાં સિંહ ગર્જના કરતા અંબાલા એરફોર્સ તરફ આગળ વધી રહ્યાં હતાં. આકાશના સન્નાટાને ચીરતા પાંચ રાફેલ અને 2 સુખોઈની જોડીના દ્રશ્ય પાકિસ્તાન અને ચીનને હચમચાવી નાખનારૂ અને સવા સો કરોડ દેસવાસીઓ માટે ગર્વનો પળ છે.

સંરક્ષણ મંત્રાલય તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ અદભુત નજારો જોવા મળ્યો હતો. આ વીડિયો ખરેખર દરેક ભારતીયના રૂંવાટા ખડા કરી નાખવા પુરતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન