ઉનાળો શરૂ થતાં જ ચરોતર પંથકમાં બટાકાની કાતરીની સિઝન જામી ગઈ

11

નડિયાદ, તા.૧૯

ઉનાળાની શરૂઆત સાથે જ અનેક ગૃહિણીઓએ બટાકાની કાતરી બનાવવાની કામગીરી હાથ ધરી છે. બજારમાં નવા બટાકા આવતાં અને ભાવ ઓછો હોઈ હાલમાં ગૃહિણીઓ મોટા પાયે કાતરીના સ્પેશ્યલ બટાકાની ખરીદી કરી, કાતરીની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.

ઉનાળાની શરૂઆતમાં ચોખાના લોટની પાપડી, બટાકાની કાતરી, ઘઉંની સેવ જેવા અનેક વર્ષભર માટેના નાસ્તા ગૃહિણીઓ ઘરે તૈયાર કરતી હોય છે. હાલમાં બજારમાં કાતરીના બટાકા વિપુલ પ્રમાણમાં આવ્યા હોઈ અને હાલમાં ભાવ પણ ઓછા હોઈ ગૃહિણીઓ કાતરી બનાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. બટાકાની સળી, સાદી વેફર તેમજ જાળીવાળી વેફર મોટા પ્રમાણમાં તૈયાર કરી ગૃહિણીઓ તેને વર્ષભર માટે સ્ટોર કરી મૂકે છે અને આખા વર્ષ દરમ્યાન હોમ મેઈડ વેફર્સ અને કાતરીનો સ્વાદ માણે છે. હાલમાં બજારમાં કાતરીના સ્પેશ્યલ બટાકા રૃા.૬૦ થી ૮૦ રૃા.ના પાંચ કિલો મળી રહ્યા છે. જ્યારે તૈયાર કાતરી એક કિલો રૃા. ૮૦ થી ૧પ૦ ના ભાવે મળી રહી છે. ક્યાંક વળી સારી અને હાઈ ક્વોલિટીની કાતરી-વેફર ર૦૦ રૃા.કિલના ભાવે પણ વેચાય છે. મહત્તમ ગૃહિણીઓ ઘરમાં જ કાતરી-વેફર બનાવવાનું પસંદ કરે છે, પણ નોકરીયાત ગૃહિણીઓ સમયના અભાવને કારણે તૈયાર કાતરી ખરીદવાનું જ પસંદ કરે છે. હજી આગામી દિવસોમાં બટાકાના ભાવ ઘટવાની સંંભાવના પણ વ્યક્ત કરવામાંં આવી રહી છે. કેટલાક પરિવારો સીધા ખેતરમાંથી જથ્થાબંધ બટેકાની ખરીદી લે છે, જે બજારથી સસ્તા પડે છે.