indigo airlines started purchase domestic flights at 999 rupees only
  • Home
  • Business
  • આ ફ્લાઇટ કંપની માત્ર 999 રૂપિયામાં કરાવશે હવાઇ સફર, જાણો અન્ય ઓફર્સ વિશે

આ ફ્લાઇટ કંપની માત્ર 999 રૂપિયામાં કરાવશે હવાઇ સફર, જાણો અન્ય ઓફર્સ વિશે

 | 4:11 pm IST

દરેક વ્યક્તિ રજાઓમાં પ્રવાસ કરવો પસંદ હોય છે. તેના માટે ઈન્ડિગોએ મુસાફરો માટે ખાસ ઓફર લોન્ચ કરી છે. હવે તમે ભારત અને વિદેશનાં ઘણાં શહેરોમાં સસ્તા ભાડા સાથે મુસાફરી કરી શકો છો. કંપની મુસાફરોને રજાઓમાં સસ્તી મુસાફરી કરવાની તક આપે છે. સેલ હેઠળ, કંપની સસ્તામાં 10 લાખ ટિકિટો આપી રહી છે. સસ્તી એર ટિકિટ સાથે મુસાફરોને કેશબેક પણ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ ભાડા 999 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડા 3,499 રૂપિયાથી શરૂ થાય છે.

ઉલ્લેખનિય છે કે રજાઓમાં બધાં ફરવા જતા હોય છે. જેના માટે ઈન્ડિગોએ યાત્રીઓ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે, જેના અંતર્ગત દેશ-વિદેશનાં ઘણાં શહેરોને જોડતી ફ્લાઇટ્સની ટિકિટ સસ્તી કરવામાં આવી છે. કંપની યાત્રીઓને સસ્તામાં વેકેશન પર જવાની તક આપી રહી છે. ઈન્ડિગોના આ ખાસ સેલનો લાભ લેવા 11 જૂનથી 14 જૂન વચ્ચે ટિકિટ બૂક કરાવવાની રહેશે અને તેના પર 26 જૂનથી 28 સપ્ટેમ્બર સુધી મુસાફરી કરી શકાશે.

તેમજ ઇન્ડસફંડ બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ટિકિટ ખરીદવાથી 20 % કેશબેક મળશે. આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી ટિકિટ ખરીદી પર 5 % કેશબેક મળશે. તેમજ મુંબઈથી અમદાવાદની ટિકિટ 1299 રૂપિયામાં મળશે. અને દિલ્હીથી અમદાવાદની ટિકિટ 1799 રૂપિયામાં મળી જશે. વધુ માહિતી કંપનીની વેબસાઇટ પર તમામ જાણકારી ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન