ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ પાણીની તંગી શરૂ!   - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ પાણીની તંગી શરૂ!  

ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ પાણીની તંગી શરૂ!  

 | 12:14 am IST

રીવિલેશન :- અક્ષર વિદ્યાર્થી

અહીં વાત કોઇ એક રાજ્યની તો નથી જ. પાણીની સમસ્યા માટે આખા દેશની સરખી જ સ્થિતિ છે. પાણીની અછત હાલ આખા દેશની છે એમ કહેવામાં કોઇ અતિશયોકિત નથી જ નથી. આપણા દેશમાં વરસાદની અછત છે એવું પણ નથી, હા અમુક વિસ્તારમાં ભારેખમ વરસાદ હોય તો અમુક વિસ્તારમાં વરસાદ ઓછો હોય છે તે સાચું, પણ જો મેનેજમેન્ટ પરફેક્ટ હોય તો આપણા દેશમાં કદી પાણીની અછત સર્જાય જ નહીં, આ પણ એક કડવી હકીકત છે.

દેશમાં દરેક જગ્યાએ પાણીનું સ્તર નીચે જઇ રહ્યું છે. જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ પાણીનું સ્તર ઊંડું જઇ રહ્યું છે. લોકો બોરવેલ કરીને ધરતીમાંથી પાણી ખેંચી રહ્યા છે, પરંતુ પહેલાની માફક થોડું જ ખોદતા હવે ધરતીમાંથી સરળતાથી પાણી નથી નીકળતું. વધારે ઊંડે સુધી ખોદવું પડે છે અને પાણીને ઉપર ખેંચવંુ પડે છે. વળી હવે તો ઘણી જગ્યાએ એવું બને છે કે પાણી નીકળતું પણ નથી, તો ઘણા બોરવેલ ખોદાયા હોય ત્યારે તેમાંથી પાણી નીકળ્યું હોય પણ અમુક સમય બાદ એવું બને કે પાણી નીકળવાનું બંધ થઇ જતું હોય છે. વેલ અહીં પાણીની અછતમાં આપણી દુરંદેશીની અછત વર્તાઇ જાય છે.

આગળ જણાવ્યું તે પ્રમાણે ભારતમાં વરસાદ થાય છે, હા ઘણી જગ્યા એવી છે જ્યાં વરસાદની તંગી હોય છે, પરંતુ ઘણી જગ્યા એવી પણ છે જ્યાં વરસાદ અઢળક થાય છે. વળી આપણા દેશમાં વરસાદ થાય છે ત્યારે જ જો સરકાર તેને આયોજનપૂર્વક અંડરગ્રાઉન્ડ સાચવી રાખે, એવી જ રીતે લોકો પણ તેને અંડરગ્રાઉન્ડ પોતાના ઘરોમાં સાચવવાની વ્યવસ્થા કરે તો આપણાં દેશમાં ક્યારેય પાણીની અછત સર્જાઈ શકે તેમ છે જ નહીં. અહીં લોકોની તેમજ સરકારી દુરંદેશીનો અભાવ ખરેખર તો જવાબદાર છે.

વળી જેમ પાણીની બાબતમાં થાય છે કે જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ પાણી ઊંડું જતું જાય છે તેવું જ આપણી સરકારમાં પણ છે જ. તે કોઇપણ પક્ષ હોય, અહીં તો પક્ષને ચૂંટણી સમયે માત્ર આરોપો કરતાં જ આવડે છે, બાકી સત્તા ઉપર આવ્યા બાદ ખરેખર કામ કરવાનો સમય આવે ત્યારે અનેક સમસ્યાઓ સામે આવી જતી હોય છે. વળી આજના જમાનામાં તો જે તે પક્ષ સત્તા ઉપર આવે એટલે સામે વાળો હારેલો પક્ષ બસ ટાંપ માંડીને બેસી જાય છે, દરેક દિવસે તે પક્ષને કઇ રીતે નીચે પાડવો, કઇ રીતે તે પક્ષના વાંક શોધવા અને ખોટા મુદ્દે કઇ રીતે દેશમાં વિરોધો કરવા એ એકમાત્ર કામ વિરોધ પક્ષનું બની જાય છે.

[email protected]