sun-transits-in-aquarius-this-8-zodiacs-will-be benefited
  • Home
  • Astrology
  • 13મીએ સૂર્ય કરશે કુંભ રાશિમાં ગોચર, આ 8 રાશિઓને થશે લાભ

13મીએ સૂર્ય કરશે કુંભ રાશિમાં ગોચર, આ 8 રાશિઓને થશે લાભ

 | 7:34 pm IST

ગ્રહોના રાજા ઉત્તર તરફ આગળ વધી ગયા છે. હવે તે મકર રાશિમાં ભ્રમણ પુરુ કરીને 13મી ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. સૂર્ય એ પિતા, પૂર્વજ અને સન્માન, ઉપરી અધિકારી અને કારકિર્દિનો કારક ગ્રહ છે. સૂર્યની સ્થિતિ મજબૂત કે પ્રભાવી સૂર્ય સારી કારકિર્દિ આપે છે. વ્યક્તિની નામના વધે છે. સૂર્ય 13મી ફેબ્રુઆરીએ સવારે 8 વાગીને 49 મિનિટ પર કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જે આવતા મહિનાની 15મી તારીખ સુધી તેમાં રહેશે. 15મીએ સવારે 5.40 મિનિટે તે મીન જશે.

સૂર્ય કર્મના કારક ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યો છે. ત્યારે આ પરિવર્તનને શુભ માનવામાં આવે છે. શુભ માનવાનું બીજું કારણ એ છે કે તે રાહુની દ્રષ્ટિમાંથી છૂટીને આગળ વધી રહ્યો છે. તેથી સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ લાવનારું નિવડશે. સામાન્ય રીતે તે લાભકારી જ નિવડશે. આમછતાં રાશિવાર જાણીએ કઈ રાશિઓ માટે આ પરિવર્તન નિવડશે શુભ…

રાશિવાર ફળઃ

મેષ(અ,લ,ઈ) :
સૂર્ય તમારી રાશિથી અગિયારમે ભાવે લાભ સ્થાનમાં ગોચર કરશે. તેથી તમારી આવકમાં વધારો થશે. માન- સન્માન વધશે. ઈચ્છા પૂર્ણ થશે. સૂર્યના આ ગોચરથી તમારા પર સૂર્ય દેવની કૃપા ઉતરશે. કાર્ય લાભ, ધન લાભ, નોકરીયાત વર્ગ માટે પણ શુભ. આ પરિવર્તન શુભદાયી નિવડશે.

વૃષભ(બ,વ,ઉ) :
સૂર્ય તમારી રાશિથી 10મા સ્થાને ગોચર કરી રહ્યો છે. તમારા માટે સંયોગ બહુ જ લાભકારી નિવડશે. તમારી કારકિર્દિ અને પૈસા અને નામ ત્રણેયમાં લાભ મળે. જો તમે વાહન ખરીદવા કે  પછી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ સમય તમારે માટે શુભ છે. એ સિવાય જો તમે રાજનીતિમાં કે પછી સામાજિક કાર્યોથી જોડાયેલા હોય તો આ સમય તમારે માટે બેહદ સકારાત્મક નિવડશે.

મિથુન(ક,છ,ઘ) :
સૂર્ય દેવતા તમારી રાશિના નવમ સ્થાનમાં ગોચર કરશે. જેને પરિણામે તમારું ભાગ્ય પ્રબળ બને. નસીબનો સાથ મળે. પિતાથી લાભ થાય. ફરવાનું- યાત્રા- કે પ્રવાસ થાય. જેને પરિણામે તમે સકારાત્મકતાનો અનુભવ કરો. જો તમને 15મી માર્ચ સુધીમાં કોઈ સારી તક સાંપડે. સમય શુભ નિવડે.

કર્ક( ડ, હ) :
સૂર્ય તમારી કુંડળીમાં આઠમા સ્થાન પરથી ગોચર કરવા જઈ રહ્યો છે. જે તમને સ્વાસ્થ્ય લાભ આપે. તમારી કેટલીક મુશ્કેલીઓ હલ થાય. વાહન સંભાળીને ચલાવવું. કોઈ આકસ્મિક લાભ મળે. જો કુંડળીમાં મહાદશા વિપરિત હોય તો કોઈ અકસ્માત કે ઓપરેશન કરાવવું પડે.
સમય સાધારણ રહે.

સિંહ (મ,ટ) :
સૂર્ય તમારી રાશિથી 7મે સ્થાને ગોચર કરશે. આ સમયે તમારા સ્વાસ્થ્યમાં સુધાર, જાહેર જીવન ઉજળુ, પતિ કે પત્ની સાથે મતભેદની સ્થિતિ સર્જે. આ સમયે તમારા પાર્ટનરને કોઈ ગંભીર બીમારી વિશેની જાણકારી મળી શકે. થોડી સાવધાની રાખવી જરૂરી છે. જો ભાગીદારીમાં લાભ થાય.

કન્યા(પ,ઠ,ણ) :
સૂર્ય તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે તેથી તમારી કુંડળીમાં વિપરિત રાજયોગ બની રહ્યો છે જે તમારા માટે શુભ નિવડે. લાંબા સમયથી ચાલી આવતી શત્રુતા આ સમયે સમાપ્ત થઈ શકે છે. આ સમયે જો કોઈ કોર્ટ કાર્યવાહી ચાલતી હોય તો તેમાં તમારી જીત થશે. સૂર્ય તમારી સંપત્તિમાં પણ વધારો કરશે. આમછતાં આંખો અને પેટની બીમારીઓથી સાવવવું. સૂર્યનું આ ગોચર નોકરીમાં લાભ અપાવે.

તુલા(ર,ત) :
સૂર્ય તમારી રાશિથી પાંચમે સ્થાને ગોચર કરી રહ્યો છે. તેથી આ ગોચર નિશ્ચિત પણે તમારે માટે શુભ સાબિત થશે. તમારી યશ અને કીર્તિમાં વધારો થશે. તમને કોઈ એવી તક આવી મળે કે જે ખરેખર ભાગ્ય ઉઘાડનારી હોય. સ્વાસ્થ્ય જાળવવું. સંતાનો માટે શુભ નિવડે. પૂર્વપૂન્યનું શુભ ફળ મળે. સમય એકંદરે શુભ નિવડે..

વૃશ્રિક (ન,ય) :
તમારી રાશિથી ચોથે સ્થાને થતું સૂર્યનું ગોચર તમારી માટે મિશ્ર ફળદાયી નિવડે. જો તમને હૃદયની બીમારી હોય તો આ સમય દરમિયાન સાચવવું. જો તમે નોકરીયાત હોય તો સમય તમારે માટે અનુકૂળ નિવડે. કોઈ વાહન કે ઘર સંબંધી કાર્ય થાય. તમારા ઉચ્ચ અધિકારી તમારાથી ખુશ થાય. સામાન્ય રીતે આ ગોચર તમારા સુખમાં વધારો કરનારું નિવડશે. પણ સુખ થોડું ધીમું મળતું હોવાની ફરિયાદ રહે.

ધન(ધ,ભ,ફ,ઢ) :
સૂર્યનું આ ગોચર તમારી રાશિથી ત્રીજે સ્થાને થઈ રહ્યું છે. જન્મકુંડળીમાં જો ત્રીજા સ્થાને શુભ ગ્રહ હોય તો આ ગોચર વધું ફળદાયી નિવડે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં સુધાર આવે. 15મી માર્ચ સુધી ભાઈ બહેનોના સાથે સારો સંબંધ સ્થાપિત કરી શકો. જો કોઈ નવો ધંધો કે સાહસ કરવા ઈચ્છતા હોય તો આ સમય દરમિયાન કરી શકો. સૂર્યદેવની પૂજા કે મંત્રો કરવાથી લાભ થાય. યાત્રા યોગ થાય. સમય શુભ નિવડે.

મકર(ખ,જ) :
સૂર્ય તમારી રાશિથી બીજે ભાવે ગોચર કરશે. આ સમયે વાણી અને વર્તનમાં ધ્યાન રાખશો તો શુભ પરિણામ મળશે. ધનની પ્રાપ્તિ થશે. આવકમાં વધારો થાય. ડાબી આંખે સાચવવું. કોઈની સાથે નાણાકિય લેતી દેતીમાં સાચવવું. પરિવારમાં માન સન્માન વધે. પારિવારિક મિલન મુલાકાતો થાય. સમય મધ્યમ નિવડે.

કુંભ( ગ,શ,સ) :
સૂર્ય તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ સમય તમારે માટે શુભ નિવડે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થાય. પ્રેમ સંબંધો અને માન સન્માનમાં વધારો થાય. જો તમે વેપારી હોય તો લાભ થાય. માથાના દુઃખાવાની ફરિયાદ રહે. સૂર્યને જળ ચઢાવવાથી લાભ થાય. સમય શુભ નિવડે. સર્વ પ્રકારે લાભ થાય.

મીન(દ,ચ,ઝ,થ) :
સૂર્ય તમારી રાશિથી 12મે સ્થાને ગોચર કરી રહ્યો છે. તમારા ખર્ચ પર કાબૂ રાખો. વિદેશથી લાભ થાય. શત્રુઓ પાછા પડે. પત્નીથી સુખ.. સમય આર્થિકે રીતે મધ્યમ અન્ય રીતે શુભ નિવડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન