Sun tan If the hands and feet have fallen black, then what to do?
  • Home
  • Fashion & Beauty
  • તડકાના કારણે હાથ અને પગ કાળા પડી ગયા છે, તો જાણો શું કરવું?

તડકાના કારણે હાથ અને પગ કાળા પડી ગયા છે, તો જાણો શું કરવું?

 | 11:55 am IST

પ્રશ્ન– મારી ઉંમર ૧૬ વર્ષ છે. નાનપણમાં મારી ત્વચા ગોરી હતી. જે અત્યારે નથી રહી. હાથ અને પગ પણ કાળા પડી ગયા છે. તો નાનપણની સુંદરતા પાછી લાવી શકાય?

જવાબ– દરેકને નાનપણમાં હોય તેના કરતાં થોડાં મોટા થાય ત્યારે ત્વચાના રંગમાં ફેરફાર થતો હોય છે. કારણ કે નાના હોવ ત્યારે તમે વધુ સમય ઘરમાં પસાર કરતા હોવ અને થોડા સમય માટે જ બહાર જતા હોવ એવું બનતું હોય છે. થોડી ઉંમર થાય એટલે ભણતર માટે ક્યાંય અપ-ડાઉન કરવું પડતું હોય છે. તેના કારણે તમારા હાથ તેમજ પગ પર સૂર્યના કિરણોના કારણે કાળાશ પડવા લાગે છે. એ ઉપરાંત બહારના વાતાવરણના કારણે જે ધૂળ તમારા શરીર પર ચોંટે છે. તેના કારણે પણ ત્વચાના રંગમાં ફેરફાર થતો હોય છે. તેના માટે તમારે બહાર જાવ ત્યારે હાથ અને પગ ઢંકાયેલા રહે તેનું ખાસ ધ્યાન રાખવું પગમાં અવશ્ય મોજાં પહેરવાં અને હાથ પર પણ. પહેલાં જેવી તમારી ત્વચા તો નહીં થઈ શકે, પરંતુ બની શકે કે થોડો ફેરફાર થાય.

પ્રશ્ન– મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારા ચહેરા પર ખીલના કારણે કાળા ડાઘ પડી ગયા છે. તેને દૂર કરવા માટે ઘણી ક્રીમનો ઉપયોગ કર્યો, પરંતુ કોઈ ફેર પડતો નથી. કોઈ ઘરેલુ ઉપચાર હોય તો જણાવવા વિનંતી.

જવાબ– ટીનએજમાં મોટાભાગની છોકરીઓને ખીલની સમસ્યા રહેતી હોય છે. અને તેમાં જ્યારે પીરિયડ આવવાના શરૂ થાય ત્યારે તો આ સમસ્યા વધી જતી હોય છે. એ સમય દરમિયાન જો તમે તે ખીલ કે ફોલ્લીને ફોડી નાખશો તો તેના ડાઘ જરૂર પડશે. અને તે ડાઘથી ચહેરો કદરૂપો બની જતો હોય છે. તો તેવું ન થાય તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ. ખીલના કાળા ડાઘ દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપચાર છે મુલતાની માટી. જેનો ઉપયોગ તમે રોજ કરી શકશો. તેનાથી કોઈ નુકસાન થતું નથી. એ ઉપરાંત તમે એલોવેરા જેલમાં, હળદર પાઉડર, તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી ફાયદો થતો જણાશે. જો કે ડાઘ તરત ઓછા નહીં થાય, પરંતુ લાંબા ગાળે આછા થશે.

બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન