according to astrology Sun Transit in Leo effect of all rashi
  • Home
  • Astrology
  • સૂર્ય કરશે સિંહ રાશિમાં ભ્રમણ, જાણો તમારી રાશિ પર કેવી પડશે અસર

સૂર્ય કરશે સિંહ રાશિમાં ભ્રમણ, જાણો તમારી રાશિ પર કેવી પડશે અસર

 | 4:12 pm IST

ભગવાન સૂર્ય 11 મહિના પછી 17 ઓગસ્ટ પછી બપોરે 1 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્યની પોતાની રાશિ છે એટલે આ રાશિમાં સૂર્ય વધારે બળવાન માનવામાં આવે છે. સિંહ રાશિમાં જવાથી આનો કુપ્રભાવ પણ એટલો જ વધી જશેજો તમારી રાશિમાં સૂર્યનું ગોચર શુભ હશે તો અત્યાધિક શુભ ફળ આપશે પણ જો અશુભ હશે તો ખુબજ અશુભ ફળ આપશે. આથી તમારી રાશિ પર આ ગોચરની કેવી અસર પડશે તે જાણવુ જરૂરી છે.

મેષ રાશિ
મેષ રાશિમાં સૂર્ય પાંચમા ભાવમાં બેસે છે જે સફળતા અપાવશે. પ્રેમના મામલે આ ગોચર તમારા માટે અશુભ ફળ આપનાર છે. તમારા માટે સફળ થવા વધારે તક આવી મળશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે આ ચતુર્થ સ્થાને ગોચર થઈ રહ્યુ છે જે મિશ્ર ફળ આપશે. માતા-પિતાની તબિયત સંભાળવી. માનસિક અશાંતિ રહેશે, મકાન વાહનનું વેચાણ કરી શકશો. નોકરી માટે સારા અવસર ઉભા થશે.

આ પણ વાંચો: શિવ અને શક્તિની આરાધના માટે મંગળવારે કરો આ વ્રત, થશે મનોકામના પૂર્ણ

મિથુન રાશિ
મિથુન રાશિ માટે સૂર્ય સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય તમને કાર્યમાં સફળતા અપાવશે. કોઈ કાર્ય શરૂ ન કરો ત્યાં સુધી ગુપ્ત રાખો કેમકે જાહેર થયુ તો તેમાં વિઘ્ન આવશે.

કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે સિંહનો સૂર્ય ધન ભાવમાં છે તે તમારી આર્થિક સ્થિતિ મજબુત બનાવશે. વાણી પર સંયમ રાખજો નહીતો મુશ્કેલી આવશે. તબીયત સાચવવી.

સિંહ રાશિ
તમારી રાશિમાં સૂર્ય તમારી ગરિમા વધારશે. તમે ગમે તેટલુ સાહસ ઉઠાવી શકશો. એક મહિના સુધી સૂર્યદેવ સિંહ રાશિમાં રહેશે. સરકારી કામોમાં સફળતા મળશે.

કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે સૂર્ય વધારે યાત્રા કે મુસાફરીના યોગ કરાવશે. કોર્ટ કચેરીથી બચવુ, તકરાર લડાઈથી તો દૂર જ રહેજો.

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે સૂર્ય આવકની નવી નવી તકો ઉભી કરશે. ભાઈ અને પરિવારમાં મતભેદ ઉભા કરશે. વેપાર ક્ષેત્રે પ્રગતિ કરી શકશો.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે સૂર્યનું ગોચર વેપારમાં વૃદ્ધિ કરી શકશો. નોકરીમાં પદોન્નતિ થશે.

ધન રાશિ
ધન રાશિવાળાને માટે સૂર્યને મૂળ ત્રિકોણ ગોચર ખુબજ શુભ ફળ આપશે. નોકરી માટે તમે આવેદન કરી શકશો. સંતાન સંબંધી ચિંતા દૂર થશે યાત્રાના યોગ બનશે.

મકર રાશિ
મકર રાશિવાળા માટે સૂર્ય અષ્ટમમાં ભાગવત ગોચર પ્રતાપી બનાવશે. પણ સાથે આ ષડયંત્રનો શિકાર પણ બનશે. આ સમયમાં અગ્નિ અને વિષથી બચો.

કુંભ રાશિ
સૂર્યનો સપ્તમ ભાવ મોટા ભાગે દામ્પત્યમાં કડવાહટ ઉભી કરે છે. આથી જીદ અને આવેશ પર કાબૂ રાખો. મતભેદ ઉભા ન થાય તે ખાસ જોજો. વેપારની દૃષ્ટીએ સામાન્ય સમય રહેશે. આ સમયમાં સમજી વિચારીને ફૂંકી ફૂંકીને પગલા ભરશો.

મીન રાશિ
મીન રાશિ માટે દેવુ, રોગ, શત્રુનો ભાવ તબીયત અંગે સમસ્યા ઉભી કરશે. આ તમામ મામલાઓ કામયાબી આપવામાં સફળતા અપાવશે. વિશેષ સલાહથી ઉર્જા આવશે નવો જોમ અને જુસ્સો આવશે.

આ Video જુઓ: દર્શન કરો બનાસકાંઠાના વિરેશ્વર મહાદેવના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન