sun transit in Libra 2021 effects on all zodiac signs predictions
  • Home
  • Astro
  • સૂર્ય કરશે તુલા રાશિમાં પ્રવેશ, મેષથી લઇને મીન પર જાણીલો પ્રભાવ

સૂર્ય કરશે તુલા રાશિમાં પ્રવેશ, મેષથી લઇને મીન પર જાણીલો પ્રભાવ

 | 4:59 pm IST
  • Share

સૂર્ય દેવતા આવતી કાલે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન આપવામાં આવેલ છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર અસર જોવા મળે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે અને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાતિ કહેવામાં આવે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કેવુ ફળ આપશે જાણીલો.

મેષ રાશિ
અંગત સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવે. બીમારી અકસ્માતથી સાવધ રહેવું.
વૃષભ રાશિ
પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત અંગે સંજોગ સાથ આપશે, વિવાદ કલેશ ટાળજો, ખોટા ખર્ચ અટકાવજો.
મિથુન રાશિ
આપની વ્યવસાયિક બાબતોને સુવ્યવસ્થિત કરી શકશો. નાણાકીય કામકાજ અંગે સાનુકૂળતા.

આ પણ વાંચો: ઓક્ટોબરમાં જન્મેલા લોકો હોય થોડા ડરપોક, નાની-નાની વાતોમાં ચિંતા કર્યા કરે

કર્ક રાશિ
આજના દિવસનો સદ્ઉપયોગ કરી લેજો. ભવિષ્યમાં ફળદાયી બને, સ્વજનોથી સહકાર, મુલાકાતનો પ્રસંગ.
સિંહ રાશિ
આવક કરતાં જાવક વધે નહીં તે જોજો, નહીંતર નાણાભીડ સર્જાશે, પ્રવાસ ફળદાયી.
કન્યા રાશિ
સાનુકૂળ સંજોગો સર્જાતા આગળ વધવાનો માર્ગ ખૂલતો જણાય, સંઘર્ષ હળવા બને,સ્નેહી-સંબંધી મુલાકાતનો પ્રસંગ.

આ પણ વાંચો: આ 5 રાશિના જાતકો હોય સૌથી વધુ ઇમાનદાર, ભૂલથી પણ કોઇની સાથે ન કરે દગો

તુલા રાશિ
તર્ક-વિતર્ક, શંકા-કુશંકાના ઘેરાયેલા વાદળોમાંથી બહાર આવી શકશો.નાણાભીડ-સ્વજન-મિત્ર ઉપયોગી બને.
વૃશ્ચિક રાશિ
દેવા, કરજ, ઉધારીથી દૂર રહી ચાલશો તો તણાવમુક્ત રહી શકશો. શત્રુની કારી ચાલે નહીં, તબિયત ચિંતા.
ધન રાશિ
આપના હાથ ધરેલા માર્ગોને આગળ ધપાવી લેજો. ઈસ્ટ ફળ આવી મળે, કુટુંબી-મિત્ર વર્ગ અંગે સાનુકૂળતા.

મકર રાશિ
અણગમતી પરિસ્થિતિ અને પ્રતિકૂળતામાંથી બહાર અવાતું લાગે, પ્રયત્નો સફળ બને. આરોગ્ય જળવાય.
કુંભ રાશિ
માનસિંક તંગદિલી અને દબાણ વધી ન જાય તે માટે વ્યસ્ત રહી સમાધાનકરી બનો. વિવાદ ટાળજો.
મીન રાશિ
લાગણીઓ અને ઇચ્છાઓના ઘોડાઓને લગામમાં રાખજો, નાણાભીડ, પ્રવાસ સફળતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો