Sun Transit in libra know the impact on 12 zodiac signs
  • Home
  • Astrology
  • સૂર્ય કરશે શુક્રની રાશિ તુલામાં પ્રવેશ, સૂર્ય સંક્રાતિ આ 5 રાશિઓની ચમકાવશે કિસ્મત

સૂર્ય કરશે શુક્રની રાશિ તુલામાં પ્રવેશ, સૂર્ય સંક્રાતિ આ 5 રાશિઓની ચમકાવશે કિસ્મત

 | 11:30 am IST

કરવાચૌથની મધ્યરાત્રિએ એટલે કે આવતી કાલે 17 ઓક્ટોબરે રાત્રે 1 કલાક અને 2 મિનિટે સૂર્ય કન્યા રાશિમાંથી નિકળીને શુક્રની રાશિ તુલામાં પ્રવેશ કરશે. મધ્યરાત્રિેએ સંક્રાતિ હોવાના કારણે બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તથી સંક્રાતિનો પુણ્યકાળ આરંભ થઈ જશે. આ દિવસે દિપ દાન અને વસ્ત્ર દાન કરવાથી ખુબજ ફાયદો થશે. જાણીએ તમારી રાશિ પર સૂર્યની કેવી અસર પડશે?

મેષ રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં સાતમાં ભાવમાં થવા જઈ રહ્યુ છે આ દરમિયાન વૈવાહિત જીવનમાં થોડી તકલીફ રહેશે. વાણી અને વર્તન પર સંયમ જાળવો. ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ.

વૃષભ રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં થશે આ દરમિયાન તમને સારૂ પરિણામ મળશે. લક્ષ્ય મેળવવા સખત મહેનત કરવી પડશે.

મિથુન રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં પાંચમા ભાવમાં થઈ રહ્યુ છે. નોકરી ધંધામાં લાભ મળશે. જીવનસાથીનો સહયોગ મળશે.

કર્ક રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં ચોથા ભાવમાં થઈ રહ્યુ છે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. ભૌતિક સુખ પાછળ ધન ખર્ચ કરશો. ભાગ્યનો પુરો સાથ મળશે.

સિંહ રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં ત્રીજા ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન ઉર્જાપ્રાપ્તિ થશે. રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. આર્થિક નુકસાની થશે.

કન્યા રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં બીજા ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયના સમજી વિચારીને કાર્ય કરશો. તબીયત ખાસ સંભાળજો. તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે.

તુલા રાશિ
આ ગોચર દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય લથડશે. સ્વભાવમાં ચીડિયાપણું આવી જશે. કાયદાકીય દાવપેચથી દૂર જ રહેશો.

વૃશ્ચિક રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં 12માં ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન કોઈને કોઈ સમસ્યા આવશે. તમારો નિર્ણય મહત્વનો સાબિત થશે. પરિવારમાં સ્નેહ વધશે.

ધનુ રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં 11માં ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન સારું ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. ધાર્મિક યાત્રાના યોગ છે.

મકર રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં 10માં ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન સરકારી ક્ષેત્રોમાં લાભ મળશે. તબિયત ખાસ સાચવવી.

કુંભ રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં 9માં ભાવમાં થઈ રહ્યુ છે. આ દરમિયાન આવક કરતાં ખરચા વધશે. વિરોધિઓથી સાવધ રહેશો. ધર્મ કર્મમાં રૂચિ રહેશે.

મીન રાશિ
સૂર્યનું ગોચર તમારી રાશિમાં 8માં ભાવમાં થઈ રહ્યુ છે.આ દરમિયાન ખુબજ ચડાવ-ઉતાર આવશે. દેવાથી મુક્તિ મળશે. આવકમાં વધારો થશે.

આ વીડિયો પણ જુઓ: જાણો પંચગવ્યથી ઘરની શુદ્ધિ વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન