Sun Transit in Virgo (Kanya Rashi) on 17th September 2017
  • Home
  • Astrology
  • આજથી કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય દેવનો પ્રવેશ, આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આજથી કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય દેવનો પ્રવેશ, આ રાશિઓની ચમકી જશે કિસ્મત

 | 10:32 am IST

વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય તમામ ગ્રહોના રાજા છે. સુર્ય એક મહિનામાં પોતાની રાશિ બદલે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય આત્મા, પિતા, માન-સન્માન, ઉચ્ચ સરકારી સેવાનો કારક ગ્રહ છે. આથી સૂર્યનું ગોચર બારેય રાશિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 17 સપ્ટેમ્બર એટલે કે આજથી સૂર્ય પોતાની રાશિ સિંહમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તે 18 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. જાણો સૂર્યદેવના આ ગોચરની તમારી રાશિ પર શુભ અસર પડશે કે અશુભ.

મેષ રાશિ:
સૂર્યનું તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર થશે. આ ભાવમાં સૂર્યના ગોચરને શુભ માનવામાં આવે છે. આ ભાવને વિરોધી, શત્રુ, સંઘર્ષ, રોગ, ઋણનું સ્થાન માનવામાં આવે છે. અહીં સૂર્યના પ્રવેશથી તમને અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલા મામલામાં તમે સફળતાના શિખરો સર કરશો. તમને આ તમામમાં લાભ થશે. તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ નોકરી અને કામના ક્ષેત્રે તમારો દબદબો વધશે.

વૃષભ રાશિ:
સૂર્ય તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે. આ સ્થાન જીવનનું મહત્વનું સ્થાન છે અને તેને લક્ષ્મી સ્થાન પણ કહેવામાં આવે છે. સૂર્યનું ગોચર આ સ્થાનમાં થવાથી તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મુખ્ય રૂપે તમે મૂંઝવણભરી પરિસ્થિતિમાં રહેશો જેને કારણે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને તકલીફ પડી શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા ઊભી થાય અને તમે આ કારણે વધુ ગંભીર પણ રહેશો.

મિથુન રાશિ:
સૂર્ય દેવ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે. આ સ્થાન જીવનની ખુશીઓ સાથે જોડાયેલું છે. સૂર્યના ગોચરને પરિણામે તમારી પારિવારિક સ્થિતિમાં ચડાવ-ઉતાર જોવા મળી શકે છે. તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવ માંગશો અને સાથે એવું પણ ઈચ્છશો કે લોકો તમારી વાત માને અને તમે કહો એમ જ કરે. તમારી આ આદતથી બચવાનો પ્રયત્ન કરજો.

કર્ક રાશિ:
સૂર્યદેવ તમારી રાશિના ત્રીજા ભાવમાં પધારશે. આ ભાઈ-બહેન અને તેમની સાથેના સંબંધોનું સ્થઆન છે. આ ઉપરાંત તે પરિશ્રમ, પેશન, નાના પ્રવાસનું પણ સ્થાન છે. આ સ્થાનમાં સૂર્યનું ગોચર અનુકૂળ મનાય છે. આ ગાળામાં પડકારોનો સામનો કરવા માટે તમારામાં પૂરતુ આત્મબળ આવશે. તમે કોઈપણ પડકારને હાથ ધરશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ગોચર તમારા માટે સકારાત્મક છે. યાત્રાઓથી તમને લાભ મળશે.

સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકોના દ્વિતિય ભાવમાં સૂર્યદેવ ગોચર કરશે. બીજા ભાવમાં સૂર્ય આવવાથી તમારે થોડુ સંભાળીને ચાલવુ પડશે. તમારા શબ્દોમાં કડવાશ અને કર્કશતા આવી શકે છે. અપશબ્દ બોલવાથી તમારા અંગત સ્વજનોને દુઃખ પહોંચી શકે છે. એવી વાણી ન બોલો જેનાથી કોઈનું મન દુઃભાય. માનસિક ચિંતા વધવા સાથે સાથે તમને શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે

કન્યા રાશિ:
સૂર્યદેવ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે. ચંદ્ર રાશિ પર સૂર્યનું ગોચર અનુકૂળ માનવામાં નથી આવતું. આ ગાળામાં તમને પૈસાને લગતી કોઈને કોઈ સમસ્યા આવી શકે છે. જો તમે કોઈ ખોટું કામ કરતા હશો તો સમાજમાં તામારુ નામ ખરડાઈ શકે છે.

તુલા રાશિ:
સૂર્ય તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે. આ સ્થાનને હાનિ, વ્યય, મોક્ષનું સ્થાન માનવામાં આવે છે. આ ગોચરનું અનુકૂળ પાસુ એ છે કે તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. તમે આ બાબતે અગાઉથી પ્રયત્ન કરી રહ્યા હશો તો તમને સફળતા મળી શકે છએ. બીજી બાજુ તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. 

વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિના જાતકોના અગિયારમા ભાવમાં સૂર્યનું આગમન થશે. આ વૃદ્ધિનું સ્થાન છે. અહીં સૂર્યનું ગોચર બદલાવનો સંકેત આપે છે. આ ગોચર તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે અને તમને એક કરતા વધુ સ્રોતોથી લાભ મળી શકે છે. આ ગાળામાં તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. 

ધન રાશિ:
સૂર્ય તમારા દસમા ભાવમાં ગોચર કરશે. આ ભાવને કર્મ ભાવ કહેવામાં આવે છે. તેના થકી તમારો પ્રોફેશન નક્કી થાય છે. આ ભાવમાં સૂર્યને વધુ બળ પ્રાપ્ત થાય છે. આથી સૂર્ય તમારા કર્મ ભાવને મજબૂત બનાવશે. નોકરીમાં અનુકૂળતા મળશે. 

મકર રાશિ:
સૂર્યનું ગોચર તમારા નવમા ભાવમાં થશે. આ સ્થાન ભાગ્ય સ્થાન છે. તે ધાર્મિક માન્યતા, લાંબા પ્રવાસ, તીર્થ યાત્રા, ગુરુ, સમાજમાં માન-સન્માન વગેરેનું સ્થાન છે. આ ગોચરનો પ્રભાવ તમારા પિતાના સ્વાસ્થ્ય પર પડશે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ ગાળામાં તમારા જીવનમાં થોડો ચડાવ-ઉતાર આવી શકે છે.

કુંભ રાશિ:
સૂર્ય તમારી રાશિથી આઠમા ભાવમાં ગોચર કરશે. જ્યોતિષમાં આ સ્થાનને ખૂબ જ રહસ્યમય માનવામાં આવ્યું છે. તે જીવનમાં આવનારા મોટા પરિવર્તન, આધ્યાત્મિકતા, જીવનના સંઘર્ષ, અડચણો, આકસ્મિક લાભ, સાસરા પક્ષ વગેરેનું સ્થાન છે. આ ગાળામાં તમારે અમુક વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારે વાત વધતી અટકાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મીન રાશિ:
મીન રાશિના જાતકોના સાતમા ભાવમાં સૂર્યનું આગમન થશે. આ ભાવ જીવનમાં લાંબા સમય સુધી ચાલતા સંબંધોનું સ્થાન છે. તે વિવાહ પર પણ દૃષ્ટિ પાડે છે. આ ગોચરના ગાળામાં તમારા દાંપત્યજીવનમાં તણાવ વધી શકે છે.

આ Video જુઓ: દર્શન કરો સોમનાથ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન