આવતીકાલે સૂર્યનું રાશિ પરિવર્તન: 9 રાશિવાળાઓને થશે ફાયદો, 3 રાશિઓ રહેશે નુકસાનીમાં - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આવતીકાલે સૂર્યનું રાશિ પરિવર્તન: 9 રાશિવાળાઓને થશે ફાયદો, 3 રાશિઓ રહેશે નુકસાનીમાં

આવતીકાલે સૂર્યનું રાશિ પરિવર્તન: 9 રાશિવાળાઓને થશે ફાયદો, 3 રાશિઓ રહેશે નુકસાનીમાં

 | 11:44 am IST

સૂર્યને તમામ ગ્રહોનો રાજ કહેવાય છે. જ્યારે પણ સૂર્ય એક રાશિમાંથી બીજી કોઇ રાશિમાં પ્રવેશે છે તો વ્યક્તિના જીવન પર ઉંડી અસર પડે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. 14 માર્ચ 2018ના રોજ સૂર્ય 23 વાગ્યે 57 મિનિટ પર કુંભ રાશિને છોડીને મીન રાશિમાં ગોચર કરશે. સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર તેની શું અસર પડશે આવો જાણીએ.

મેષ રાશિ: સૂર્ય તમારી રાશિમાંથી 12મા ભાવમાં પ્રવેશ કરશે તેના લીધે મેષ રાશિના જાતકોના સારા દિવસો આવશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. સૂર્યના પ્રભાવથી વિરોધીઓ પર જીત પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ: સૂર્યનો તમારી રાશિમાં પરિવર્તન 11મા ભાવમાં થઇ રહ્યો છે. આ પ્રભાવથી અચાનક લાભ મળવાની સંભાવના છે. જમીનના સોદાથી ફાયદો મળી શકે છે. જો કે તંદુરસ્તીના મામલામાં તમારા માટે સારું રહેશે નહીં.

મિથુન રાશિ: તમારી રાશિમાં સૂર્ય 10મા ભાવમાં હશે. સૂર્યના પ્રભાવથી તમારું માન-સમ્માન વધશે. અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જ્યારે વેપાર કરનારા લોકો માટે ફાયદાનો સોદો હોવાના સંકેત છે.

કર્ક રાશિ: સૂર્ય તમારી રાશિમાં નવમા ભાવમાં ગોચર થઇ રહ્યો છે. ધાર્મિક કાર્યોના પ્રતિ તમારું વલણ વધશે. જો કે પિતા અને પુત્રની વચ્ચે તણાવ વધી શકે છે. આવકમાં વધારાના પ્રબળ સંકેત છે.

સિંહ રાશિ: સૂર્ય તમારી રાશિમાં આઠમા ભાવમાં પ્રવેશ કરશે. તેના લીધે કારણ વગરના વિવાદો અને ખર્ચાઓથી આર્થિક પરેશાની વધશે. કાર્યક્ષેત્રમાં પણ આ રાશિના લોકોને કેટલાંય પડકારોનો સામનો કરવો પડી શકે છે. કયાંયથી એક્સ્ટ્રા ઇનકમ થવાના સંકેત છે તેના લીધે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કન્યા રાશિ: સૂર્ય તમારી રાશિમાં સાતમા ભાવમાં રહેશે. કન્યા રાશિ માટે સૂર્યનું આ પરિવર્તન કષ્ટ લઇને આવનાર સાબિત થનાર છે. તમારા ગુસ્સાને કાબૂમાં કરો. આર્થિક નુકસાન થવાની શકયતા છે આથી કોઇ પણ સોદા કે બિઝનેસ ડીલ કરતાં સમયે સાવધાની રાખો.

તુલા રાશિ: કન્યા રાશિની જેમ સૂર્યનું આ રાશિ પરિવર્તન તુલા રાશિવાળાઓ માટે પણ અશુભ રહેશે. તંદુરસ્તી સંબંધિત તમામ પ્રકારની પરેશાનીઓ આવી શકે છે. આ દરમ્યાન કેટલાંય કોર્ટ કેસમાં ફસાઇ શકો છો. પરંતુ તેમ છતાંય તમે તમારા વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશો.

વૃશ્ચિક રાશિ: સૂર્યનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિવાળાઓના જીવનમાં કેટલાંય પ્રકારના સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવકમાં વધારો થશે અને પ્રભાવશાળી લોકોની વચ્ચે સંબંધ બનાવાની કેટલીય તકો મળશે. સરકારી નોકરી કરનારાઓને પ્રમોશન અને વિદેશ યાત્રાનો યોગ પણ બની રહ્યા છે.

ધન રાશિ: સૂર્ય તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરશે. જેનો લાભ ધન રાશિના જાતકોને મળવાની સંપૂર્ણ આશા છે. ધન રાશિવાળાઓ માટે કોઇ જમીનના સોદામાં ફાયદો મળી શકે છે અથવા તો પછી કોઇ મનપસંદ જમીનનો સોદો થઇ શકે છે. આવક વધવાની શકયતા છે.

મકર રાશિ: સૂર્યનું પરિવર્તન આ રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરશે. આ ગોચર શારીરિક કષ્ટ આપશે. કોઇ મોટી દુર્ઘટના થવાની શકયતા છે. જો કે સૂર્યના પ્રભાવથી સમાજમાં તમારું માન સમ્માન વધશે.

કુંભ રાશિ: સૂર્ય તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. આ રાશિના લોકોને પોતાના મિત્રો અને નજીકના સહયોગીથી ખૂબ મોટો આર્થિક લાભ મળવાના સંકેત છે. આ રાશિના લોકો એક મહિના સુધી કોઇપણ પ્રકારના વિવાદથી અંતર બનાવીને રાખે.

મીન રાશિ: સૂર્યનું આ રાશિમાં ગોચર થવાથી તમામ પ્રકારની પરેશાનીઓ આવી શકે છે. આર્થિક નુકસાનની સાથો સાથ તંદુરસ્તીમાં ઘટાડો થવાની શકયતા છે. બનતું કામ બગડી શકે છે આથી ખાસ સાવધાની રાખો.