on 15 June 2019 sun transit in Gemini zodiac sign Astrology
  • Home
  • Astrology
  • સિંહ રાશિના સ્વામી સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, જાણો કેવી પડશે અસર

સિંહ રાશિના સ્વામી સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, જાણો કેવી પડશે અસર

 | 2:09 pm IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યને અગ્નિ તત્વ અને લાલ વર્ણવાળા ગ્રહની સાથે પૂર્વ દિશાનો સ્વામી પણ માનવામાં આવે છે. જ્યોતિષ વિદ્યામાં સૂર્યને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે. વ્યક્તિની જન્મ કુંડળીમાં સૂર્ય સન્માન, સફળતા, પ્રગતિ અને ઉચ્ચ પદને દર્શાવે છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં આવી રહ્યો છે. સૂર્યનું ગોચર મિથુન રાશિમાં થઈ રહ્યુ છે. 17 જુલાઈ 2019 સુધી આ રાશિમાં રહેશે. સૂર્યના આ ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, આઓ જાણીએ વિસ્તારથી.

મેષ રાશિને આપશે મિશ્ર પરિણામ

સૂર્યનું મિથુન રાશિમાં ગોચર તમારી રાશિમાં ત્રીજા ભાવમાં હશે આના પરિણામે તમારૂ આત્મબળ વધશે. સૂર્યના કારણે સુખ-શાંતિ બની રહેશે. માન-સન્માન મળશે. ધનલાભ થશે. ઓછી મહેનતમાં સફળતા મળશે.

વૃષભ રાશિને થશે આર્થિક લાભ
વૃષભ રાશિમાંથી સૂર્ય મિથુનમાં જશે. સૂર્ય તમારી રાશિમાં બીજા ભાવમાં બીરાજશે. આર્થિક સમસ્યા હશે તો મળશે છુટકારો, જેના કારણે અચાનક ધનલાભ થવાના યોગ બનશે. સંતાનથી લાભ થશે અને તેનો સહકાર મળશે.

મિથુન રાશિ નિમ્ન ફળ આપશે

આ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે. સૂર્યનું ગોચર તમારી રાશિમાં જ થઈ રહ્યુ છે આથી સૂર્ય તમારી રાશિમાં લગ્ન ભાવ એટલેકે પ્રથમભાવમાં સ્થાપિત થશે. સૂર્યનું આ ગોચર તમારા સ્વભાવમાં આક્રમક્તા લાવી શકે છે. સરકારી કાર્યોમાં લાભ થશે. શત્રુઓને હરાવવામાં સફળતા મળશે. બેરોજગાર લોકોને રોજગારી મળશે.

કર્ક રાશિ રાખવું પડશે ખાસ ધ્યાન

સૂર્યનું મિથુન રાશિમાં ગોચરના કારણે આ રાશિમાં બારમાં ભાવમાં બીરાજશે. સૂર્યના આ ગોચરના પ્રભાવથી વિદેશયાત્રાના યોગ છે. જમીન-જાયદાદમાં લાભ મળશે. કોર્ટની બાબતમાં ચિંતા રહેશે. પરંતુ સમયની સાથે લાભ થશે.

સિંહ રાશિ લાભદાયક પરિસ્થિતિ

આ ગોચરના કારણે સૂર્ય અગિયારમા સ્થાનમાં સ્થાપિત થશે. તમારા માટે આ રાશિ પરિવર્તન ખુબજ લાભદાયક છે. સમાજમાં માન-સન્માન અપાવશે. પોતાની મહેનતના પ્રમાણમાં લાભ પ્રાપ્ત થશે. મનોરંજનમાં સમય વ્યતીત થશે.

કન્યા રાશિ વેપારમાં થશે લાભ

સૂર્યના મિથુન રાશિમાં ગોચર દરમિયાન કન્યા રાશિમાં દસમાં ભાવમાં સ્થાપિત થશે. કાર્યક્ષેત્ર અને વેપાર રોજગારમાં મળશે સફળતા. તમારા પરાક્રમમાં વધારો થશે. કાર્યમાં સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે. શત્રુને પરાજિત કરવામાં સફળતા મળશે. ધનલાભ થશે.

તુલા રાશિ સકારાત્મક પ્રભાવ પડશે

સૂર્યનું ગોચર તમારી રાશિમાં નવમા ભાવમાં છે. આ ગોચરથી તમારા આર્થિક સંકટો દૂર થશે. જૂની પરંપરાના બદલે આધુનિકતા તરફ લગાવ વધશે. સંયમપૂર્વક સમય વિતાવવાની સલાહ છે. કામ બગડવાની સંભાવના છે. ધીરજથી કામ લેવું.

વૃશ્ચિક રાશિ સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર,તબિયત કથળશે

આપની રાશિમાં આઠમાં સ્થાનમાં સ્થાપિત થશે. સૂર્યનુ આ ગોચર વૃશ્ચિક રાશિ માટે તબિયત પર પ્રતિકુળ અસર કરશે. આ સમયે તમારે સાવધાન રહેવું જરૂરી છે. વધારે પડતા ઉત્સાહમાં કોઈ કામ ન કરવું. રોકાણથી બચવું જોઈએ. અનુભવી વ્યક્તિની સલાહથી જ આગળ વધવું.

ધન રાશિ મધ્યમ ફળ દાયક

સૂર્યનું ગોચર તમારી રાશિમાં સાતમાં ભાવમાં હશે. લગ્ન થયેલા લોકો પર ખાસ અસર કરશે. આ રાશિના જાતકોને બિનજરૂરી બાબતની ચિંતા રહેશે. સરકારી કાર્યમાં સફળતા મળશે. ચિંતા ન કરવી. ભવિષ્યમાં સમય તમારા પક્ષમાં રહેશે.

મકર રાશિ દેવાથી મળશે મુક્તિ

સૂર્ય છઠ્ઠા સ્થાને આવશે. આ દરમિયાન તમે ઉર્જાવાન હોવાનું અનુભવી શકશો. બગડેલા કાર્યમાં સુધારો થશે. નવી યોજના ઉપર વિચાર કરવો જરૂરી છે. ભવિષ્યમાં કોઈ મોટી સિદ્ધિ મળશે. સમય તમારા માટે અનુકૂળ છે.

કુંભ રાશિ બાળકોનું રાખવું પડશે ધ્યાન

સૂર્યનું ગોચર પાંચમાં ભાવમાં હોવાથી ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર અસર કરશે. નવા વાહનની ખરીદી થશે. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી, ફાયદો થશે. તમારી યોજના સફળ થશે.

મીન રાશિ મળશે લાભ

સૂર્યનું ગોચર ચોથા સ્થાને થશે પારિવારિક સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. તમારી અપેક્ષા મુજબ કામ નહીં થાય. ભવિષ્યને લઈને ચિંતા રહેશે. કામમાં ભૂલો થઈ શકે છે. ધીરજ રાખવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન