Sun Transit to Scorpio 2018
  • Home
  • Astrology
  • સૂર્ય આજે વૃશ્ચિકમાં ગોચર થશે: આ 7 રાશિઓને લાભ જ લાભ, 5 રાશિઓને પડશે મુશ્કેલી

સૂર્ય આજે વૃશ્ચિકમાં ગોચર થશે: આ 7 રાશિઓને લાભ જ લાભ, 5 રાશિઓને પડશે મુશ્કેલી

 | 1:14 pm IST

સૂર્ય દેવ 16 નવેમ્બરના રોજ એટલે કે આજે સાંજે 6 વાગ્યાને 29 મિનિટ પર વૃશ્ચિકમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિમાં ગુરૂ પહેલેથી જ હાજર છે. સૂર્ય અને ગુરૂના સંયોગથી કેટલીય રાશિઓને ખૂબ જ લાભ થવાનો છે. જુઓ તમારા માટે ગુરૂ સૂર્યનો આ સંયોગ આવતા એક મહિના માટે કેવો રહેવાનો છે.

મેષ: આ ગોચરમાં સૂર્ય તમારી રાશિના આઠમા ઘરને પ્રભાવિત કરશે. આથી સમાજમાં તમારી છબી ખરાબ થઇ શકે છે. ખોટા કામમાં ફસાવાથી પોતાને રોકવા જરૂરી છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીં તો તમને તાવ અને માથાના દુખાવા જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ તમારી સામે માથું ઉંચકી શકે છે. ખોટી સંગતથી બચો અન્યથા મુશ્કેલીમાં પડી શકો છો. પારિવારિક જીવનમાં સમય સારો રહેશે. તમારા છુપાવામાં આવેલા રાઝ બહાર આવી શકે છે. ભગવાન વિષ્ણુની પૂજાથી તમને લાભ થશે.

વૃષભ: સૂર્ય તમારી રાશિથી સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ દરમ્યાન તમારા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. કેરિયરમાં ગ્રોથનો સમય છે. એકબાજુ જયાં કાર્યક્ષેત્રમાં ખુશીઓની ધૂમ રહેશે ત્યાં પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીની સાથે વિવાદાસ્પદ સ્થિતિઓ બની શકે છે. જીવનસાથીની તબિયતમાં ઘટાડો આવી શકે છે, બાળકો પર પણ તમારા આ ઝઘડાની અસર પડી શકે છે. પારિવારિક સ્તર પર તમારે ખૂબ જ સૌમ્યતાથી આગળ વધવું પડશે. તમે રવિવારે ગોળનું દાન કરશો તો લાભ મળશે.

મિથુન: સૂર્ય તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા માટે શુભ ફળદાયી હશે. આ દરમ્યાન તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે અને લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જીવન બંને જગ્યાએ તમારા વિરોધીઓને હરાવી આગળ વધશો. તંદુરસ્તી સામાન્ય રીતે સારી રહેશે. આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. સરકાર સાથે જોડાયેલા કોઇ કામમાં તમને લાભ પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસ અને આત્મ સમ્માનમાં વધારો થશે. સુખ અને શાંતિનો અનુભવ કરશો. આખો મહિનો આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરવાથી લાભ થશે.

કર્ક: આ ગોચરની સાથે સૂર્ય તમારી રાશિના પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યું છે, જે તમારા માટે મોટા આર્થિક લાભની સંભાવના બનાવી રહ્યું છે. કેરિયરમાં નવી છલાંગ લગાવી શકે છે. જૂના લેણામાંથી તમને મુક્તિ મળશે. પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિઓ બની રહી છે. બાળકોને પણ કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જીવનસાથીને અત્યારે લાભ પ્રાપ્ત થશે. તમારી અંદર ઘમંડ આવી શકે છે, આ ભાવથી બચો. ગરીબ દર્દીઓની સહાયમાં મદદ કરવાની તમને વધુ લાભ થશે.

સિંહ: સૂર્ય તમારી રાશિનો સ્વામી છે અને આ તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરશે. આ પ્રભાવ સ્વરૂપ તમને સરકારી લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમે ઘર, ગાડી વગેરે સુવિધાઓનો લાભ પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકો છો. તમારા જીવનસાથીને કોઇ ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શક છે. તમારી સામાજિક છબી વધુ શ્રેષ્ઠ રીતે ઉભરશે. પર્સનલ લાઇફમાં તણાવ રહી શકે છે. માતાની તબિયતનું ધ્યાન રાખો. આ એક મહિનાની અંદર તમે કોઇ સ્થાયી સંપત્તિ ખરીદી શકો છો અથવા તો ખરીદવાની યોજના બનાવી શકો છો. સવારે ઉઠી સૂર્યને નમસ્કાર કરવાથી તમને લાભ થશે.

કન્યા: સૂર્ય તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે, તેના લીધે તમે તમારી અંદર સાહસ અને હિંમતની કમીને મહેસૂસ કરી શકો છો. પરંતુ તમે તમારા સંકલ્પના પ્રત્યે અડગ રહેશો તો લાભ ચોક્કસ મળશે. આત્મબળને મજબૂત રાખતા તમે વિરોધીઓને પછાડી શકો છો. પરિવારમાં કે સંબંધીઓની સાથે મતભેદ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવ કે જોબ બદલવાનું મન બનાવી શકો છો. આ દરમ્યાન તમને આર્થિક લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે, યાત્રાઓનો પણ યોગ દેખાઇ રહ્યો છે. પ્રભાવશાળી લોકોની સાથે મળવાનું થશે. રવિવારના રોજ ગરીબોની વચ્ચે ઘઉંનું દાન કરશો તો તમને લાભ થશે.

તુલા: સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં ગોચર કરી રહ્યું છે, તેના પ્રભાવથી તમારી ભાષા શૈલી ઘણી કઠોર થઇ શકે છે. તેના લીધે પરિવારમાં વિવાદ થઇ શકે છે. ખોટા વિચારો કરતાં લોકોથી સામનો થઇ શકે છે. આવકમાં વૃદ્ધિને લઇ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ પોતાની કર્મઠતાથી તમે સ્થિતિ સંભાળી લેશે અને મોટી માત્રામાં નાણાં એકત્ર કરી શકશે. આંખનો રોગ, માથાનો દુખાવો, તાવ જેવી બીમારી તમને પરેશાન કરી શકે છે. આનાથી બચો. આ દરમ્યાન ખૂબ જ પાણી પીવાથી તમને ફાયદો થશે. કોઇ પ્રોપર્ટીમાંથી તમને નફો થવાના સંકેત છે. રવિવારના રોજ લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવાથી તમને લાભ થશે.

વૃશ્ચિક: તમારી રાશિમાં ગોચર કરશે અને પ્રથમ ભાવમાં સ્થિત રહેશે. આ દરમ્યાન તમારા કામમાં રૂકાવટ આવતી રહેશે. જો કે તમારું સંપૂર્ણપણે ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત રહેશે. તમારા સ્વભાવમાં બદલાવ આવી શકે છે અને ઘમંડમાં વૃદ્ધિ થઇ શકે છે, ગુસ્સા પર કાબૂ મેળવો. તમારા પર તણાવ હાવી રહી શકે છે, ધ્યાન ધરવાથી તમને લાભ થશે. કેરિયરમાં ઉતાર-ચઢાવ શકય છે. સૂર્ય દેવની પૂજા કરો અને તેમને જળ ચઢાવો.

ધનુ: સૂર્ય તમારી રાશિમાં બારમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમ્યાન તમારી તંદુરસ્તી સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે. આંખોથી સંબંધિત મુશ્કેલીઓ કે તાવ, પેટમાં દુ:ખાવો, અનિદ્રાની પરેશાન થઇ શકો છો. દૂરની મુસાફરી કરવાના યોગ બની રહ્યાં છે. વિદેશ જવાની તક પણ તમને મળી શકે છે. તમારા ખર્ચમાં વૃદ્ધિનો યોગ છે. મિત્રોની સાથે તણાવ થઇ શકે છે, નામ ખરાબ થાય તેવું કોઇ કામ ના કરો. તમારે સંયમ અને ધીરજથી કામ કરવાની જરૂર છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરનારા લોકોને લાભ થઇ શકે છે. માનસિક શાંતિ માટે પાણીમાં સિંદૂર અને લાલ ફૂલ નાંખી સૂર્ય દેવને અર્પિત કરો.

મકર: આ ગોચરની સાથે જ સૂર્ય તમારી રાશિના અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમ્યાન તમારે અણધાર્યો લાભ થવાની શકયતા છે. ઉચ્ચ અધિકારીઓની સાથે ઉઠવા-બેસવાનું થશે. અધિકારીઓનો સહયોગ તમને મળશે. તમારા હુનરની ઓળખ થશે અને તમારી કદર વધશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન થઇ શકે છે અથવા તો કેટલીય નવી જવાબદારી તમને મળી શકે છે. તમને કોઇ ઍવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી શકે છે. આથી તમારા આત્મ સમ્માનમાં વધારો થશે. કોઇ એવા શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે, જેની તમે કયારેય કલ્પના પણ નહીં કરી હોય. પરિવાર અને પિતાથી સહયોગ પ્રાપ્ત થશે. પરંતુ મોટાભાગે જોઇએ તો આ ગોચર તમારા માટે લાભદાયી સાબિત થશે. તમે તાંબાના વાસણથી સૂર્યદેવને જળ અર્પિત કરો.

કુંભ: તમારી રાશિમાંથી સૂર્ય દસમા ભાવમાં ગોચર કરશે. એક મહિનામાં તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી અંદર અહંની ભાવના આવી શકે છે, તેનાથી બચો. કૌટુંબિક જીવનમાં વાદ-વિવાદની સ્થિતિ બનતી રહેશે. સરકારી નોકરી કરનારાઓને ગોચર દરમ્યાન લાભ મળી શકે છે તમારા કામની પ્રશંસા થશે. તમારા આત્મસમ્માનમાં વધારો થશે. વ્યસ્તતાના લીધે તમે ઇચ્છીને પણ પરિવારને સમય આપી શકશો નહીં. આથી ઘરમાં કલેશની સ્થિતિ રહી શકે છે. તમે કેસરી રંગના કપડાંને રવિવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં દાન કરશો તો લાભ થશે.

મીન: આ ગોચરની સાથે સૂર્ય તમારી રાશિમાંથી નવમાં ભાવમાં પ્રવેશ કરશે. જીવનમાં સંઘર્ષ વધી શકે છે અને દરેક કામને પૂરું કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. પિતાની તંદુરસ્તીને લઇ સાવધાન રહો. કાર્યક્ષેત્રમાં ફેરફાર અને ટ્રાન્સફરની સંભાવના બની રહી છે. કૌટુંબિક જીવનમાં વિવાદ રહી શકે છે. ધાર્મિક અને રીતિરિવાજોના કામોમાં તમારું મન લાગશે. કેટલાંય પ્રકારના પડકારો ઉભા થઇ શકે છે. મહેનતથી સફળતા ચોક્કસ મળશે. તમને માનસિક રીતે શાંતિનો અહેસાસ થશે. યાત્રાનો યોગ બની રહે છે. લાભમાં વૃદ્ધિ માટે તમે રવિવારના રોજ લાલ ફૂલ મંદિરમાં અર્પણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન