Sun Transits in Libra Does India-China relation gets more Worsen
  • Home
  • Astrology
  • ભારત-ચીન વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા, ડોનાલ્ડ ટ્રમ્પને લઈ થઈ મોટી ભવિષ્યવાણી

ભારત-ચીન વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા, ડોનાલ્ડ ટ્રમ્પને લઈ થઈ મોટી ભવિષ્યવાણી

 | 12:39 pm IST

સૂર્યનો તુલા રાશિમાં 17 ઓક્ટોબરે ભારતીય સમયાનુંસાર સવારે 7 વાગ્યેને 6 મીનીટે પ્રવેશ થશે. મેદિની જ્યોતિષમાં સૂર્યના રાશિ પરિવર્તન કે સંક્રાંતિના સમયે બનનારી આ ગ્રહ સ્થિતિથી તેજી-મંદી, રાજકારણ, સામાજીક પરિવેશ અને હવામાન સંબંધિત મોટા પરિવર્તનો જોવા મળી શકે છે. ભવિષ્યફળ ભાસ્કર ગ્રંથ અનુંસાર તુલા રાશિમાં સૂર્યના પ્રવેશથી સોના અને અનાજની કિમંતોમાં તેજી આવી શકે છે અને હાથિઓનો નાશ થાય છે.

વર્તમાન પરિવેશમાં અહીં હાથીનો અર્થ મોટા વાહનોથી છે. આ વર્ષ તુલા સંક્રંતિ શનિવારના દિવસે આવે છે જે અર્થવ્યવસ્થામાં વિશેષ રૂપે મોટી ઉથલ પાથલ મચાવી શકે છે. તુલા રાશિમાં ગોચર કરી રહેલા સૂર્ય સથે સંક્રાંતિની કુંડળીમાં ચંન્દ્રમા અને વક્રી બુધની યુતિ શેર બજારમાં ભારે કડાકાનો યોગ સર્જી રહી છે. તુલા રાશિમાં સૂર્ય નીચે આવતા મોટા નેતાઓ, અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ માટે પીડાદાયક રહી શકે છે.

સૂર્ય સંક્રાંતિ કુંડળીમાં સપ્તમેશ મંગળ વક્રી થઈને સંઘર્ષના છઠ્ઠા ભાવમાં શનિને ત્રીજી દ્રષ્ટિથી પીડિત છે. નવાંશ કુંડળીમાં પણ મંગળ છઠ્ઠા ઘરને દ્રષ્ટિ આપીને સીમા પર યુદ્ધનો સંકેત આપી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વૃષિક લગ્નની કુંડળીમાં ચંન્દ્રમાં સૂર્યની વિશોંત્તરી દશા ચાલી રહી છે. અન્તર્દશા નાથ સૂર્યના વડાપ્રધાન મોદીની કુંડળીમાં હાનિના બારમાં ઘરમાં નીચ રાશિ તુલામાં ગોચર કરી શનિ અને મંગળથી પીડિત હોવુ પણ યુદ્ધનો સંકેત આપી રહ્યું છે. આગામી એક મહિના સુધી ભારત-ચીન સરહદે યુદ્ધની આશંકા વધારે પ્રબળ બની રહી છે.

સિંહ લગ્નના અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે પણ તુલામાં સૂર્યનો ગોચર અશુભ છે. ગુરૂમાં શનિની અશુભ વિંશોત્તરી દશામાં ચાલી રહેલા ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી જો બિડેન સામે હારીને સત્તામાંથી બહાર થઈ શકે છે જેના કારણે દુનિયાભરના બજારોમાં ભારે ઉથલ-પાથલ મચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન